Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આવો વિડીયો તમે ક્યારે નહીં જોયો હોય, લોકોના માથાના વાળને ટચ કરતું નીકળ્યું પ્લેન

તમે આ પહેલા દુનિયામાં અજબ-ગજબ બનતા કિસ્સાઓના વિડીયો જોયા હશે પરંતુ આજે અમે તમને જે વિડીયો બતાવવા જઇ રહ્યા છીએ તે ખતરનાકની સાથે ચોંકાવનારો પણ છે. આપણે બધાએ આકાશમાં વિમાનો ઉડતા જોવાનું ગમે છે. જો તમે ક્યારેય પ્લેનને સરેરાશ ઊંચાઈથી નીચે ઊડતું જોયું હોય તો તમારી ઉત્સુકતા ઘણી વધી જ ગઈ હશે. પ્લેનને ટેક ઓફ કરતા જોવાનું ખરેખર રોમાંચક છે. શું તમે ક્યારેય પ્લેનને એટલું નીચું ઉડતું જોયું છà«
આવો વિડીયો તમે ક્યારે નહીં જોયો હોય  લોકોના માથાના વાળને ટચ કરતું નીકળ્યું પ્લેન
Advertisement
તમે આ પહેલા દુનિયામાં અજબ-ગજબ બનતા કિસ્સાઓના વિડીયો જોયા હશે પરંતુ આજે અમે તમને જે વિડીયો બતાવવા જઇ રહ્યા છીએ તે ખતરનાકની સાથે ચોંકાવનારો પણ છે. આપણે બધાએ આકાશમાં વિમાનો ઉડતા જોવાનું ગમે છે. જો તમે ક્યારેય પ્લેનને સરેરાશ ઊંચાઈથી નીચે ઊડતું જોયું હોય તો તમારી ઉત્સુકતા ઘણી વધી જ ગઈ હશે. પ્લેનને ટેક ઓફ કરતા જોવાનું ખરેખર રોમાંચક છે. શું તમે ક્યારેય પ્લેનને એટલું નીચું ઉડતું જોયું છે કે તમે હાથ ઊંચો કરીને તેને સ્પર્શ કરી શકો?
દુનિયામાં ઘણા એવા એરપોર્ટ છે કે જે સૌથી ખતરનાક શ્રેણીમાં આવે છે. કેટલાક પહાડ પર બનેલા છે તો કેટલાક શહેરના મુખ્ય માર્ગ સાથે જોડાયેલા છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોયા પછી તમે ઉત્સાહથી ભરાઈ જશો. વળી, ઘણા લોકો વિડીયો જોયા પછી ચીસો પાડી જશે. વિડીયોમાં તમે પ્લેનને એટલું નીચું જોઈ શકશો કે જો કોઈ વ્યક્તિ હાથ ઊંચો કરે છે તો તેનો હાથ પ્લેનને સ્પર્શી શકે છે. આ વિડીયો ખૂબ જ રોમાંચક છે. વિડીયો ગ્રીસના સ્કિયાથોસ એરપોર્ટ (Skiathos Airport) નો છે. આ વિડીયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 
જણાવી દઈએ કે, ગ્રીસનું સ્કિયાથોસ એરપોર્ટ (Skiathos Airport) દરિયા કિનારે છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિમાન એરપોર્ટ પર ઉતરી રહ્યું છે. લેન્ડિંગ પહેલા પ્લેન એટલું નીચે જાય છે, જેના કારણે ત્યાં હાજર લોકોની ચીસો નિકળી જાય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ પ્લેન વ્યક્તિના વાળને સ્પર્શ કરીને નીકળી જાય છે. લેન્ડિંગ પહેલા પ્લેન એટલું નીચું હતું કે જો ત્યાં હાજર લોકોએ હાથ ઉંચા કર્યા હોત તો તેમનો હાથ પ્લેનને અડ્યો હોત. ગ્રેટફ્લાયર નામની ચેનલ પરથી આ રસપ્રદ વિડીયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે.
Tags :
Advertisement

.

×