હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાજકીય આગાહી સાંભળી તમે ચોંકી જશો, Video
Weather Update : જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક ગંભીર આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીની સમયસીમા દરમિયાન દેશમાં અને દુનિયાભરમાં રાજકીય ગતિવિધિઓમાં ઝડપથી હલચલ થવાની શક્યતા છે.
Advertisement
- હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાજકીય આગાહી
- ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજકીય ગતિવિધિઓ વધશે
- બાંગ્લાદેશ, પાકિસ્તાનની સરહદે ભારતે સાચવવું પડશે
- બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ગરબડ થવાની શક્યતા
Weather Update : જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક ગંભીર આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીની સમયસીમા દરમિયાન દેશમાં અને દુનિયાભરમાં રાજકીય ગતિવિધિઓમાં ઝડપથી હલચલ થવાની શક્યતા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં આંતરિક સ્તરે મોટાપાયે અશાંતિ સર્જાઈ શકે છે, જ્યારે ભારતે તેની સરહદો પર વધુ ચોંકસ રહેવાની જરૂર રહેશે. તેમણે નેપાળ તરફથી આતંકી પ્રવૃતિઓમાં પણ વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. વધુમાં, અમેરિકાની વધતી રાજકીય પ્રવૃત્તિઓ વૈશ્વિક સ્તરે ચિંતા ઉઠાવી શકે છે અને યુનાઇટેડ નેશન્સ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી શકે છે. જો શાંતિ સ્થાપનાના પ્રયાસો સફળ નહીં થાય, તો દુનિયાભરમાં અશાંતિનું વાતાવરણ વિકસી શકે છે.
Advertisement


