Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાવરકુંડલામાં ટ્રેનની નીચે યુવાને પડતું મૂક્યું : પરિવાર શોકમગ્ન

આજકાલ આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા રેલવે સ્ટેશન નજીક બપોરના પીપાવાવ જતી ગૂડ્સ ટ્રેન નીચે ઝંપલાવી યુવકે મોતને વ્હાલું કર્યું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ટ્રેનની સતત અવર જવર સતત રહેતી હોય છે. બપોરના લોકોની અવર જવર ઓછી રહેતી હોય છે. જયદીપ મનુભાઈ માટીયા નામના 19 વર્ષીય યુવકે ટ્રેન નીચે પડતું મૂક્યું. યુવક પર ટ્રેન ચાલી જતા ધડથી માથું અલગ થઇ ગયુà
સાવરકુંડલામાં ટ્રેનની નીચે યુવાને પડતું મૂક્યું   પરિવાર શોકમગ્ન
Advertisement
આજકાલ આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા રેલવે સ્ટેશન નજીક બપોરના પીપાવાવ જતી ગૂડ્સ ટ્રેન નીચે ઝંપલાવી યુવકે મોતને વ્હાલું કર્યું છે. 
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ટ્રેનની સતત અવર જવર સતત રહેતી હોય છે. બપોરના લોકોની અવર જવર ઓછી રહેતી હોય છે. જયદીપ મનુભાઈ માટીયા નામના 19 વર્ષીય યુવકે ટ્રેન નીચે પડતું મૂક્યું. યુવક પર ટ્રેન ચાલી જતા ધડથી માથું અલગ થઇ ગયું હતું અને હાથ પણ કપાઈ ગયા હતા. યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ  રેલવે પોલીસને થતા રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવકની ઓળખાણ અને પી.એમ માટેની કાર્યવાહીઓ હાથ ધરી હતી. યુવકની ઓળખ માટે સ્થાનિક પોલિસની મદદ લેવામાં આવી હતી. 
19 વર્ષીય જયદીપ મનુભાઈ માટીયા ખાંભાના બોડાશેરી ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું અને મૃતકના સગા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેની તાપસ ચાલી રહી છે. 
Tags :
Advertisement

.

×