પંજાબના યુવાનની ચંદીગઢથી ઓસ્ટ્રેલિયા સુધીની સાડા પાંચ હજાર કિલોમીટરની સાયકલ યાત્રા
પંજાબના ચંદીગઢથી ઓસ્ટ્રેલિયા સુધી સાયકલની વર્લ્ડ ટૂર પર અમિત ત્યાગી, ભાઇચારો અને વિશ્વ એકતાની ભાવના સાથે આ યુવાને પોતાની સાઇકલ યાત્રા ચાલુ કરી છે. આ ટૂરમાં તેઓ 5000થી વધુ કી.મીની સાયકલ યાત્રા પર નીકળ્યા છે. પંજાબથી ઓસ્ટ્રેલિયા સુધીની સફર પાંચ વર્ષમાં પૂર્ણ કરશેપંજાબના અમીત ત્યાગી સાયકલ દ્વારા વર્લ્ડ ટુર પર65 કિલોમીટર અંતર કાપતો અમીત ત્યાગી આજે દેલવાડા ઝૂલતા મિનારાની મુલાકાતે આવ
Advertisement
પંજાબના ચંદીગઢથી ઓસ્ટ્રેલિયા સુધી સાયકલની વર્લ્ડ ટૂર પર અમિત ત્યાગી, ભાઇચારો અને વિશ્વ એકતાની ભાવના સાથે આ યુવાને પોતાની સાઇકલ યાત્રા ચાલુ કરી છે. આ ટૂરમાં તેઓ 5000થી વધુ કી.મીની સાયકલ યાત્રા પર નીકળ્યા છે. પંજાબથી ઓસ્ટ્રેલિયા સુધીની સફર પાંચ વર્ષમાં પૂર્ણ કરશે
પંજાબના અમીત ત્યાગી સાયકલ દ્વારા વર્લ્ડ ટુર પર
65 કિલોમીટર અંતર કાપતો અમીત ત્યાગી આજે દેલવાડા ઝૂલતા મિનારાની મુલાકાતે આવ્યો હતો,પંજાબના ચંદીગઢ ખાતે રહેતા અમિત ત્યાગી જ્યારે ધો. 8 માં અભ્યાસ કરતા હતા ત્યાથી એક વિચાર આવ્યો હતો કે હું ભારત દેશ સહિત વર્લ્ડ ટુર પર જઈશ. અને લોકો સુધી ભાઈચારા અને એકતા સંદેશ આપવા સાઇકલથી ટુર પર નિકળીશ તેવા સંદર્ભે પ્રથમ સમગ્ર ભારત દેશ ફરશે.
સુપ્રસિદ્ધ ઝુલતા મિનારાની મુલાકાત
આજે ઉના શહેરમાં પહોંચતા અમિતને 203 દિવસ થયાં હતા. કુલ 5500 કી.મી.નું અંતર કાપી ઉના શહેરમાં તેમજ દેલવાડામાં આવેલ સુપ્રસિદ્ધ ઝુલતા મિનારાની મુલાકાત લઈ મિનારાને ઝુલતા નિહાળ્યા હતા. અને આવી ઇમારત ભારત દેશ માટે અજાયબીથી કમ નથી તેવું અમિતે જણાવ્યું હતું.
એક કલાકમાં 20 કિ.મી.નું અંતર કાપે છે, એક દિવસમાં 156 કિ.મી કાપે છે
પંજાબના ચંદીગઢથી અમિતભાઇ ત્યાગી તા.22 ડિસેમ્બર,2021થી નીકળ્યાં છે.દરીયાઇ કાઠા વિસ્તાર માર્ગે સાઇકલ પર ફરી તેવો એક કલાકમાં 20 કિ.મી.નું અંતર કાપે છે, એક દિવસમાં 156 કિ.મી કાપે છે. ભારત દેશના દરીયાઈ કાઠા વિસ્તારોના તમામ ગામોની મુલાકાત કરી પ્રથમ શ્રીલંકા જશે, ત્યાર બાદમાં ઓસ્ટ્રેલિયા સહિતના તમામ દેશોમાં પરિભ્રમણ કરી સંદેશો આપશે. આમ તમામ દેશોમાં ફરતા 5 વર્ષ જેવો સમય લાગશે.


