Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બેંકમાં KYC અપડેટ કરાવવા ગયેલી યુવતીને યુવકે ફસાવી પ્રેમજાળમાં..

અમદાવાદ શહેરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરવાનો બનાવ બહાર આવ્યો છે. બેંકમાં KYC કરાવવા ગયેલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ કર્યા બાદ બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવી લીધા હતા અને ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી.પોલીસે આ શખ્સની સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો. ઘટનાની મળેલી માહિતી મુજબ આરોપી ધર્મેન્દ્ર પટેલે બે વર્ષ પહેલાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી à
બેંકમાં kyc અપડેટ કરાવવા ગયેલી યુવતીને યુવકે ફસાવી પ્રેમજાળમાં
Advertisement
અમદાવાદ શહેરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરવાનો બનાવ બહાર આવ્યો છે. બેંકમાં KYC કરાવવા ગયેલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ કર્યા બાદ બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવી લીધા હતા અને ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી.પોલીસે આ શખ્સની સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો. 
ઘટનાની મળેલી માહિતી મુજબ આરોપી ધર્મેન્દ્ર પટેલે બે વર્ષ પહેલાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.  આ દરમિયાન આરોપીએ યુવતીના અશ્લીલ ફોટો લઈ લીધા હતા અને યુવતીએ લગ્ન કરવા દબાણ કર્યું તો આરોપીએ લગ્ન નહિ કરવા યુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂ 7.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. યુવતીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની કરી ધરપકડ કરી હતી. 
યુવતી આર્યુવેદીક દવાઓનો વેપાર કરે છે. 2 વર્ષ પહેલાં બાપુનગરમાં આવેલી એક બેંકમાં તે KYC અપડેટ કરવા ગઈ હતી ત્યારે બેંકમાં KYCનું કામ કરતા ધર્મેન્દ્ર પટેલના સંપર્કમાં આવી હતી. ધર્મેન્દ્રએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની જાણ બહાર બેન્કના ડોક્યુમેન્ટ મેળવીને ક્રેડિટ કાર્ડ લઈ લીધું હતું અને પ્રેમના નામે યુવતી પાસેથી પૈસા પડાવતો રહ્યો હતો. 
તેણે  બેન્કમાંથી પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરીને રૂ 7.20 લાખ પડાવ્યા હતા. યુવતીને પ્રેમીની કરતૂતની જાણ થઈ ગઇ હતી. યુવકે બ્લેકમેઇલ કરીને રૂપિયાની ઉઘરાણી કરી હતી. યુવતી એવી ફસાઈ હતી  કે તેણે ન માત્ર પોતાનાં પરંતુ પરિવાજનોના ખાતામાંથી પણ પૈસા આરોપીને આપ્યા હતા.  
દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાના કેસમાં શહેર કોટડા પોલીસે આરોપીની ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવી છે.આરોપી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને અપરણિત છે.
Tags :
Advertisement

.

×