Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઝુલન ગોસ્વામીની ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક સિદ્ધિ, આમ કરનારી વિશ્વની એકમાત્ર મહિલા બની

ઝુલન ગોસ્વામીની ઐતિહાસિક સિદ્ધિ અને મેઘના સિંહની બોલ સાથેનો કમાલ આજે ભારતીય મહિલા ટીમ માટે નિરર્થક સાબિત થયો છે. મિતાલી રાજની કપ્તાની હેઠળ ટીમને ICC મહિલા વર્લ્ડ કપ લીગ સ્ટેજની મેચમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ પ્રથમ ત્રણ વખત હારી ચૂકેલી ઈંગ્લેન્ડની ટીમનો આ મેચમાં વિજય થયો છે.ભારતીય મહિલા ટીમની સિનિયર ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ન્યૂઝીલેન્ડમાં રમાઇ રહેલા મહિલા વર્લà
ઝુલન ગોસ્વામીની ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક સિદ્ધિ  આમ કરનારી વિશ્વની એકમાત્ર મહિલા બની
Advertisement
ઝુલન ગોસ્વામીની ઐતિહાસિક સિદ્ધિ અને મેઘના સિંહની બોલ સાથેનો કમાલ આજે ભારતીય મહિલા ટીમ માટે નિરર્થક સાબિત થયો છે. મિતાલી રાજની કપ્તાની હેઠળ ટીમને ICC મહિલા વર્લ્ડ કપ લીગ સ્ટેજની મેચમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ પ્રથમ ત્રણ વખત હારી ચૂકેલી ઈંગ્લેન્ડની ટીમનો આ મેચમાં વિજય થયો છે.
ભારતીય મહિલા ટીમની સિનિયર ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ન્યૂઝીલેન્ડમાં રમાઇ રહેલા મહિલા વર્લ્ડ કપ 2022માં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. બુધવારે, જ્યારે ઝુલન ગોસ્વામી ઈંગ્લેન્ડ સામે તેની કારકિર્દીની 199મી ODI ઈન્ટરનેશનલ મેચ રમવા આવી હતી, ત્યારે તેણે અહીં ઈંગ્લેન્ડની ઓપનર ટેમી બ્યુમેન્ટને આઉટ કરીને તેની ODI કારકિર્દીની 250મી (સૌથી વધુ મહિલા ODI વિકેટ) વિકેટ લીધી હતી. આ સિદ્ધિ મેળવનારી તે વિશ્વની એકમાત્ર મહિલા બોલર છે. તેણે બે ઓવલ ખાતે ઈંગ્લેન્ડના ઓપનર ટેમી બ્યુમોન્ટને 1 રને આઉટ કરી હતી. જે બાદ તેણે આ સિદ્ધિ મેળવી છે. ગોસ્વામી મહિલા ODI ક્રિકેટના ઈતિહાસમાં 200 થી વધુ વિકેટ લેનારી એકમાત્ર બોલર બની ગઇ છે.

અગાઉ તેની છેલ્લી મેચમાં, ઝુલન ગોસ્વામી ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની હતી. તેણે ઓસ્ટ્રેલિયન બોલર લિન ફુલસ્ટોનનો વર્લ્ડ કપ રેકોર્ડ તોડ્યો છે. ફુલસ્ટોને વર્લ્ડ કપની 20 મેચોમાં કુલ 39 વિકેટ લીધી હતી. બુધવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ભારતને 4 વિકેટે હાર્યા બાદ નિરાશ થવું પડ્યું હતું. પરંતુ ચકડા એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત આ 39 વર્ષીય ખેલાડી માટે આ મેચ વ્યક્તિગત રીતે થોડી ખુશીઓથી ભરેલી હતી. ઝુલનની 250મી ODI વિકેટ પણ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 350મી વિકેટ સાબિત થઈ. 199 ODI ઉપરાંત, તેણીએ 12 મહિલા ટેસ્ટ અને 68 મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી છે. આમાં તેના નામે અનુક્રમે 44 અને 56 વિકેટ છે.
મહિલા વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર
250* વિકેટ: ઝુલન ગોસ્વામી (ભારત)
180 વિકેટ: કેથરિન લોરેન (ઓસ્ટ્રેલિયા)
180* વિકેટ: અનીસા મોહમ્મદ (વેસ્ટ ઈન્ડિઝ)
168* વિકેટ: શબનૈમ ઈસ્માઈલ (દક્ષિણ આફ્રિકા)
164* વિકેટ: કેથરીન બ્રન્ટ (ઈંગ્લેન્ડ)
ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ સામે રમાયેલી વર્લ્ડ કપની 15મી મેચમાં આજે ભારતને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે અહીં માત્ર 134 રન બનાવ્યા હતા. કેપ્ટન હીથર નાઈટ (53*) અને નેતાલી સ્ક્રીવર (45)ની શાનદાર ઈનિંગ્સના કારણે ઈંગ્લેન્ડની ટીમે 4 વિકેટે મેચ જીતી લીધી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×