વિશ્વનાં 5 એવા દેશ જ્યાં એક પણ ભારતીય નથી, નામ જાણીને જરૂર ચોંકી જશો
- ભારતીયો વિશ્વના ખુણે ખુણા સુધી ફેલાઇ ચુક્યા છે
- જ્યાં જ્યાં ઓક્સિજન મળે છે ત્યાં ત્યાં ભારતીયો છે
- જો કે આ પાંચ દેશો અંગે જાણીને તમે જરૂર ચોંકી જશો
નવી દિલ્હી : ભારતીય પ્રવાસી વિશ્વમાં સૌથી મોટો અને વ્યાપક તબક્કો છે. ભારતીયો વિશ્વના કોઇ પણ ખુણે જાવ તમને જરૂર મળી જશે. જો કે કેટલાક દેશ એવા પણ છે જ્યાં ભારતીયો નહીં પરંતુ એક પણ ભારતીય નથી. આવો જાણીએ કેટલાક એવા દેશો અંગે, જ્યાં ભારતીયો છે જ નહીં અથવા તો 1-2 અથવા આંગળીને વેઢે ગણાય તેટલા છે.
વિશ્વના 5 એવા દેશ જ્યાં એક પણ ભારતીય નથી
ભારતીય પ્રવાસી દુનિયામાં વિશ્વના સૌથી વ્યાપર સમુદાયો પૈકીનો એક છે. ભારતીયો વિશ્વના દરેક ખુણામાં પહોંચી ચુક્યા છે. જો કે વેટિકન સિટી રોમની વચ્ચો વચ આવેલો વિશ્વનો સૌથી નાનો દેશ છે. અહીં કૈથોલિકોનું આસ્થાનું કેન્દ્ર છે. અને સેન્ટ પીટર્સબર્ગવેટિકન સંગ્રહાલય જેવી ઐતિહાસિક પ્રતિકો આવેલા છે. ભારતીયો અહીં પર્યટન માટે જરૂર જાય છે પરંતુ અહીં રહેતા ભારતીયોનિ સંખ્યા શુન્ય જેટલી જ છે.
બુલ્ગારિયા
બુલ્ગારિયા પોતાની સુંદર રેતીલા સમુદ્ર કિનારાઓ અને કાળા સાગર માટે પ્રસિદ્ધ છે. પોતાની સુંદરતા અને સાંસ્કૃતિક વિવિધતા છતા પણ અહીં ભારતીયોની સંખ્યા અન્ય યુરોપિયન દેશોની તુલનાએ નગણ્ય છે.
તુવાલુ
આ દેશ પ્રશાંત મહાસાગરમાં ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વમાં આવેલો છે. તેને પહેલાથી જ એલિસ ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. તુવાલુની વસ્તી માત્ર 10 હજારની છે. આ દેશે 1978 માં સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. અહીંના સમુદ્ર કિનારા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને અહીં સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ માટે એક લોકપ્રિય સ્થળ છે. તુવાલુમાં કોઇ ભારતીય નિવાસી નથ.
સૈન મારિનો
વેટિકન સિટી ઉપરાંત સૈન મારિનો પણ વિશ્વના સૌથી નાના દેશો પૈકીનો એક છે. આ અપેનાઇન પહાડોમાં આવેલો છે. તે વિશ્વના સૌથી જુના ગણરાજ્યો પૈકીનો એક છે. સૈન મારિનો પોતાની ભવ્ય વાસ્તુકળા, સુદર દ્રશ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર માટે પ્રસિદ્ધ છે. ભારતીયો અહીં પર્યટક તરીકે આવે છે, જો કે અહી ભારતીયોની વસ્તુ નગણ્ય છે.
ઉત્તર કોરિયા
ઉત્તર કોરિયામાં ભારતીયોની હાજરી ખુબ જ ઓછી માનવામાં આવે છે. જેનું કારણ છે ઉત્તર કોરિયામાં અન્ય દેશોના લોકો સાથે વાતચીત પર કડ નજર રાખવામાં આવે છે. ઉત્તર કોરિયન સરકારે વિદેશી નાગરિકો અને બિનપ્રવાસીઓ માટે ખુબ જ કડક કાયદાઓ બનાવેલા છે અને અહીં ખુબ જ ઓછા લોકોને વસવા માટે તૈયાર થાય છે.
સીરિયા
આ ગૃહયુદ્ધમાં ફસાયેલો દેશ હોવા ઉપરાંત તે આઇએસઆઇએસનો ગઢ માનવામાં આવે છે. અહીં પહેલા અનેક ભારતીયો હતા જો કે ગૃહયુદ્ધની સ્થિતિ બાદ તમામ ભારતીયોને અહીંથી કાઢી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદથી અહીં કોઇ ભારતીય વ્યક્તિ નથી.


