'યે હૈ ઇન્ડિયા ! એક જ સાયકલ પર 5 લોકોની સવારી,જુઓ ગજબનું એડજસ્ટમેન્ટ
- સોશિયલ મીડિયા પર દરરોજ અનેક viral vedio થતા રહે છે
- હાલ સોશિયલ મીડિયા પર સાયકલ સવારીનો વીડિયો ખુબ વાયરલ છે
- વાયરલ વીડિયામાં સાયકલ પર પાંચ સવારી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા રહે છે,પરંતુ તેમાંથી થોડા જ વીડિયો એવા હોય છે જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતા હોય છે. હાલમાં એક એવો જ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમને પહેલા તો વિશ્વાસ નહીં થાય, અને પછી મનોમન કહેશો કે 'આ ભારત છે, અહીં બધું જ શક્ય છે.આજ સુધી તમે સાઇકલ પર વધુમાં વધુ ત્રણ કે ચાર લોકોને સવારી કરતા જોયા હશે, પરંતુ આ વીડિયોમાં એક જ સાઇકલ પર પાંચ લોકો સવાર થયેલા જોવા મળે છે. તમામ લોકોએ પોતાને જે રીતે સેટ કર્યા છે, તે ખરેખર અવિશ્વસનીય છે.
View this post on Instagram
viral vedio: સાયકલ વીડિયો વાયરલ
નોંધનીય છે કે વીડિયોમાં એક વ્યક્તિ સાઇકલ ચલાવી રહ્યો છે. તેની આગળ લોખંડના હેન્ડલ પર તેની બે બાળકીઓ બેઠેલી છે. જ્યારે પાછળની સીટ પર તેની પત્ની બેઠેલી છે અને તેમની વચ્ચે એક બીજી છોકરી ઊભી છે. આ પાંચેય સભ્યોએ એક જ સાઇકલ પર બેસીને જે રીતે સંતુલન જાળવ્યું છે, તે જોઈને કોઈ પણ પ્રભાવિત થઈ જાય.
viral vedio: સાયકલનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ વાયરલ
ઇન્સ્ટાગ્રામ પર anita_suresh_sharma નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યું છે, અને આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. શેર થયાના ગણતરીના કલાકોમાં જ આ વીડિયોને અત્યાર સુધીમાં 21 લાખથી વધુ લોકોએ જોયો છે, જે તેની જબરદસ્ત લોકપ્રિયતા દર્શાવે છે. હજારો યુઝર્સે આ વીડિયોને લાઇક કર્યો છે અને શેર કર્યો છે.
આ વીડિયોના કૅપ્શનમાં લખવામાં આવ્યું છે: "તેમનું જીવન ખૂબ ખુશ છે." આ કૅપ્શને વીડિયોની ભાવનાને વધુ અસરકારક બનાવી છે, કારણ કે આ પરિવાર ગરીબી અને સંઘર્ષની વચ્ચે પણ ખુશ રહેવાનો સંદેશ આપી રહ્યો છે. આ વાયરલ ફૂટેજ માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ તે ભારતીય પરિવારોમાં જોવા મળતી સંયુક્તતા અને જીવન પ્રત્યેના સકારાત્મક વલણનું પ્રતીક બની ગયું છે. લોકો આ વીડિયોને ભારતમાં જોવા મળતી 'જુગાડ'ની કલા સાથે પણ સરખાવી રહ્યા છે.
આ પણ વાંચો: Viral : ખોરાક રાંધતા કૂકરનો 'જુગાડુ' ઉપયોગ ભારે વાયરલ, વાહવાહી મળી


