5 વર્ષના ભાઈએ બહેન માટે ફોટોગ્રાફી કરી, પોઝના આઈડિયા આપીને ક્લિક કર્યા ફોટા, ક્યૂટ વીડિયો થયો વાયરલ
- આ નાના ભાઈ-બહેનના વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા
- 5 વર્ષના છોકરાએ તેના પોલરોઇડ કેમેરાથી તેની નાની બહેનનો ફોટોશૂટ કરાવ્યો
- ભાઈ અને બહેન વચ્ચેની વાતચીતની આ ક્લિપ ઇન્ટરનેટ યુઝર્સને ખૂબ ગમી
kid ckicks younger sister photo : ભલે સોશિયલ મીડિયા પર બાળકોના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે જે આપણા દિલને ખુશ કરી દે છે. બે નાના ભાઈ-બહેનોનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમેરિકામાં રહેતા એક પરિવારનો છે અને તેને જોયા પછી, ઇન્ટરનેટ યુઝર્સના ચહેરા પર સ્મિત આવી ગયું છે.
ભાઈ-બહેનનો વીડિયો વાયરલ
વાસ્તવમાં આ વીડિયોમાં એક પાંચ વર્ષનો છોકરો તેના નવા પોલરોઇડ કેમેરાથી તેની નાની બહેન નોરાના ફોટા લેતો જોવા મળે છે. મેડિસન મેલીએ એક વીડિયો દ્વારા બતાવ્યું છે કે, તે તેની બહેનનું ફોટોશૂટ કેટલા પ્રેમથી કરે છે. તે પહેલા તેની બહેનને પૂછે છે કે, શું તે તેના સુંદર ચહેરાના કેટલાક ફોટા લઈ શકે છે? તે તેની બહેનની પરવાનગી લીધા પછી જ કેમેરો શરૂ કરે છે. તે તેની બહેન સાથે જે રીતે વાત કરે છે તે રીત એટલી સુંદર છે કે, તેને સાંભળીને કોઈ પણ ખુશ થઈ જશે.
View this post on Instagram
આ પણ વાંચો : Kannauj Viral Video :પોલીસ બસની બ્રેક ફેઈલ, એકનું મોત,પેટ્રોલ પંપનો વીડિયો વાયરલ
તેણે તેની બહેનને વિવિધ પ્રકારના પોઝ આપવાનુ કહ્યું
એટલું જ નહીં, તે તેની બહેનને વિવિધ પ્રકારના પોઝ આપવાનુ પણ કહે છે. ઉપરાંત, તે તેને પ્રકાશ પ્રમાણે ઊભા રહેવાનું કહે છે. તે તેના પિતાને નોરા પર બરફ નાખવાનું પણ કહે છે જેથી તે વધુ સારા ફોટા પાડી શકે. તે તેની માતા અને બહેનના સાથે કેટલાક શાનદાર ફોટા પણ લે છે. તેમની વાત કરવાની રીત એટલી સુંદર છે કે યુઝર્સ તેમના પર પ્રેમ વરસાવવા લાગ્યા છે.
8 લાખથી વધુ લાઈક્સ અને 1 કરોડથી વધુ વ્યૂઝ
મેડિસન તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ madisonmealy પર, વિડિઓના અંતે ક્લિક કરેલા તેના પુત્રના ફોટા પણ બતાવે છે, જે એક પ્રોફેશનલ ફોટોશૂટ જેવું લાગે છે. આ વીડિયો એટલો ક્યૂટ છે કે અત્યાર સુધીમાં તેને 8 લાખથી વધુ લાઈક્સ અને 1 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એકંદરે, આ વિડીયોએ ઇન્ટરનેટ પર લોકોનું દિલ જીતી લીધું છે. લોકો બંને બાળકો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. આ વિડિઓ જોયા પછી તમારો શું વિચાર છે, કૃપા કરીને ટિપ્પણી કરો.
આ પણ વાંચો : વધુ રૂપિયા કમાવવા ખેતીનું કામ છોડી,હવે બોયફ્રેન્ડ સાથે બનાવે છે ન જોવાય તેવા વીડિયો!


