Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શરત જીતવા માટે એક વ્યક્તિએ એટલો દારૂ પીધો કે તેનુ મોત થઈ ગયુ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

21 વર્ષીય એક વ્યક્તિનું જીવલેણ ચેલેન્જ દરમિયાન મૃત્યુ થયું હતું. આ વ્યક્તિનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
શરત જીતવા માટે એક વ્યક્તિએ એટલો દારૂ પીધો કે તેનુ મોત થઈ ગયુ  વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Advertisement
  • 21 વર્ષીય એક વ્યક્તિનું જીવલેણ ચેલેન્જ દરમિયાન  મૃત્યુ થયું
  • વ્યક્તિનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
  • વ્યક્તિને વ્હિસ્કી પીવાની ચેલેન્જ આપવામાં આવી હતી
  • ચેલેન્જ પૂર્ણ કરવા વ્યક્તિએ એટલો દારૂ પીધો કે તેનુ મૃત્યુ થઈ ગયુ
  • સોશિયલ મીડિયા પર લોકોએ આવી ચેલેન્જ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી

Death Due To Alcohol Challenge : 21 વર્ષીય એક વ્યક્તિએ શરત જીતવા માટે એટલો દારૂ પીધો કે તેનુ મોત થઈ ગયુ. આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

21 વર્ષીય વ્યક્તિનું ચેલેન્જ દરમિયાન મોત

ઘણા લોકો પ્રખ્યાત થવા અને સોશિયલ મીડિયા પર પોતાનો પ્રભાવ વધારવા માટે ઘાતક ચેલેન્જો સ્વીકારે છે. 21 વર્ષીય એક વ્યક્તિનું જીવલેણ ચેલેન્જ દરમિયાન મૃત્યુ થયું હતું. આ વ્યક્તિનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિને વ્હિસ્કી પીવાની ચેલેન્જ આપવામાં આવી હતી. આ ચેલેન્જને પૂર્ણ કરવા માટે વ્યક્તિએ એટલો દારૂ પી લીધો કે તેનુ મૃત્યુ થઈ ગયુ.

હાજર લોકોએ બનાવ્યો વીડિયો

આ મામલો થાઇલેન્ડનો છે, જેમાં સ્થાનિક સોશિયલ મીડિયા પ્રભાવક થનાકરન કાંથી દારૂ પીતો જોવા મળે છે. પાર્ટીમાં હાજર લોકો વચ્ચે થનાકરન વ્હિસ્કીની નાની બોટલમાંથી જલ્દી જલ્દી દારૂ પીતો જોવા મળે છે. પાર્ટીમાં હાજર લોકો મોબાઈલ ફોન પર તેનો વીડિયો બનાવતા પણ જોવા મળ્યા હતા.

વ્હિસ્કીની 350 મિલીની બોટલ પીવા માટે ચેલેન્જ

આ ચેલેન્જ પૂરી કર્યા પછી થનાકરન કાંથીની હાલત ખરાબ થઈ ગઈ અને તે બીમાર દેખાવા લાગ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, તેને ઉલ્ટી પણ થઈ હતી. આ પછી તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભીડ દ્વારા થનાકરનને ઝડપથી વ્હિસ્કીની 350 મિલીની બોટલ પીવા માટે ચેલેન્જ આપવામાં આવી હતી. આના માટે 30,000 બાહ્ટ (લગભગ 75 હજાર રૂપિયા)નું ઈનામ હતું.

Advertisement

લોકોએ આવી ચેલેન્જ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી

થનાકરનને તેની દાદીએ બેંગકોકની ઝૂંપડપટ્ટીમાં ઉછેર્યો હતો, જ્યારે તે બે મહિનાનો હતો ત્યારે તેના માતાપિતા અલગ થઈ ગયા હતા. સાત વર્ષની ઉંમરે, તેણે રામ ઈન્ટ્રા રોડ પર એક બજારમાં માળા વેચવાનું શરૂ કર્યું. હવે આલ્કોહોલ ચેલેન્જના કારણે થનાકરન કાંથીનું મોત થયું છે, જે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ આવી ચેલેન્જ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે થનાકરન કાંથીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પાર્ટીમાં હાજર ઘણા લોકો તેની પર હસી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.

×