Viral video: ટ્રેનના જનરલ ડબ્બામાં ગરમીથી બચવા વ્યક્તિએ કર્યો આ જુગાડ,જુઓ વીડિયો
- આ કૂલરનો Viral video ટ્રેન્ડ કરી રહ્યો છે
- ટ્રેનમાં ગરમી લાગી તો વ્યક્તિએ કૂલર જ ચાલુ કરી દીધું
- ભારતના લોકો કોઇપણ પરિસ્થિતિમાં જુગાડ કરી લેતા હોય છે
ભારતમાં લોકો જુગાડ કોઇપણ રીતે કરી લેતા હોય છે. નાની મોટી સમસ્યાઓના નિરાકરણ માટે જુગાડ કરી લેતા જ હોય છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિને ટ્રેનમાં ગરમી લાગી તો તેણે એવું કામ કર્યું તમે જોઇને દંગ રહી જશો.
કૂલરનો Viral video ટ્રેન્ડમાં
નોંધનીય છે કે આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રેનના જનરલ કોચમાં ઉપરની બર્થ પર સૂતો છે. આવી સ્થિતિમાં, જ્યારે તે વ્યક્તિને ગરમી લાગતી હતી, ત્યારે તેણે તેનો પણ ઉકેલ શોધી કાઢ્યો અને તેના ઓશિકા પાસે રાખેલ કુલર ચાલુ કર્યું. વીડિયોમાં, તમે જોઈ શકો છો કે કુલર ચાલુ કરીને વ્યક્તિ આરામથી ઊંઘી ગયો છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય એક મુસાફરે આ ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
કૂલરનો Viral video ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ તેને લાઇક કર્યો છે. ઘણા લોકોએ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ પણ કરી છે.
આ પણ વાંચો: Viral : મહિલાએ ઝાડ પર મોટું ટાયર બાંધીને કપડાં ધોયા, યુઝર્સે કહ્યું, 'બેસ્ટ હૈ યાર'


