Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shocking Video: હિરોગીરીના ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો

એક યુવક હીરોગીરી બતાવવા માટે પુલ પરથી બાઇક લઇને નીકળવાનો પ્રયત્ન કરે છે અને જે સ્થિતિ સર્જાય છે તમે જોઇને આશ્ચર્યચક્તિ થઇ જશો
shocking video  હિરોગીરીના ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો
Advertisement
  • યુવક હીરોગીરી બતાવવા માટે પુલ પરથી બાઇક લઇને નીકળવાનો પ્રયત્ન કરે છે
  • સોશિયલ મીડિયા પર આ યુવકનો હાલ વીડિયો ખુબ વાયરલ થયો છે
  • યુવકનો જીવ બચી ગયો પણ બાઇક તણાઇ ગઇ

દેશમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. અનેક રાજ્યમાં ભારે વરસાદના લીધે  હાલ પૂરની સ્થિતિની નિર્માણ પામી છે. આ વરસાદી સિઝનમાં એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. મુશળધાર વરસાદના લીધે પુલ પર પાણી વહી રહ્યું છે ત્યારે એક યુવક હીરોગીરી બતાવવા માટે પુલ પરથી બાઇક લઇને નીકળવાનો પ્રયત્ન કરે છે અને જે સ્થિતિ સર્જાય છે તમે જોઇને આશ્ચર્યચક્તિ થઇ જશે. સોશિયલ મીડિયા પર આ યુવકનો હાલ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો જોયા પછી તમે દંગ રહી જશો

વીડિયોમાં, તમે જોઈ શકશો કે એક યુવક બાઇક પર એક પુલ પર જાય છે, જેના પર પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે યુવક જાણી જોઈને આવું કરે છે. તે તેનો વીડિયો પણ બનાવતો જોવા મળે છે. કદાચ તે યુવક આ વીડિયો બનાવીને રીલ્સ તરીકે શેર કરવા માંગતો હતો. આ યુવક માટે મોંઘુ સાબિત થયું. તમે જોઈ શકશો કે આવું કરવાથી યુવકનો જીવ જોખમમાં છે. તે યુવકનું નસીબ હતું કે તેનો જીવ બચી ગયો.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Raja Meer (@raja.meer.1)

Advertisement

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકનો જીવ બચી ગયો પણ તેની બાઇક પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગઈ છે. તે બાઇકનું સંતુલન જાળવી શકતો નથી. તમે વીડિયો બનાવનાર વ્યક્તિની નજીક કોઈને બૂમો પાડતા સાંભળી શકો છો, 'અરે તેને પકડો, અરે તેને પકડો'. તેને એમ પણ કહેતા સાંભળી શકાય છે કે, 'બાઇક ગઈ,  આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો:  Viral Video : શા માટે નાના બાળકોએ મોબાઈલ ન વાપરવો જોઈએ ? નાના બાળકોએ જ આપેલા જવાબો થયા વાયરલ

Tags :
Advertisement

.

×