Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Punjab : 4 મિનિટમાં 45 કિમીનું અંતર કાપનાર અધિકારી પર કાર્યવાહી, નિવૃત્તિના પહેલા જ મુશ્કેલીમાં મુકાયા

પંજાબના એક અધિકારીના કારનામા સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ અધિકારીએ 45 કિમીનું અંતર માત્ર 4 મિનિટમાં કાપ્યું. જે બાદ તે વરિષ્ઠ અધિકારીઓના રડાર પર આવ્યો હતો.
punjab   4 મિનિટમાં 45 કિમીનું અંતર કાપનાર અધિકારી પર કાર્યવાહી  નિવૃત્તિના પહેલા જ મુશ્કેલીમાં મુકાયા
Advertisement
  • છ વિવાદાસ્પદ રજિસ્ટ્રેશન કરાવનારા અધિકારી રણજીત સિંહ મુશ્કેલીમાં મુકાયા
  • એક અધિકારીએ માત્ર ચાર મિનિટમાં 45 કિમીનું અંતર કાપ્યું
  • અધિકારી રણજીત સિંહે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો

પંજાબથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક અધિકારીએ માત્ર ચાર મિનિટમાં 45 કિમીનું અંતર કાપ્યું હતું. આ સ્પીડ વિશ્વની સૌથી ઝડપી કાર, Koenigsegg Jesko Absolute, જે 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, અને Lamborghini Aventador LP Ultima કાર, જે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, કરતાં વધુ છે. જાણો નિવૃત્તિના લગભગ એક મહિના પહેલા તહસીલદાર મુશ્કેલીમાં કેમ મુકાયા?

રણજીત સિંહ ભારે મુશ્કેલીમાં મુકાયા

સમગ્ર મામલો લુધિયાણાના પૂર્વ તહસીલ સાથે સંબંધિત છે. અહીં ઓફિસમાં બેસીને જગરાવના છ વિવાદાસ્પદ રજિસ્ટ્રેશન કરાવનારા અધિકારી રણજીત સિંહ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માહિતી અનુસાર, 17 જાન્યુઆરીએ, રણજીત સિંહે છ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. આમાંથી એક 5.12 મિનિટે કરવામાં આવ્યું હતુ, જ્યારે બીજું રજીસ્ટ્રેશન લગભગ 45 કિમી દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ તે પ્રથમ રજીસ્ટ્રેશનના માત્ર 4 મિનિટ પછી, 5.16 વાગ્યે થયું.

Advertisement

આ પણ વાંચો :  viral news :વ્હાઈટ હાઉસમાં આવી બલાની સુંદર હસીના, ટૂંકા કપડા જોઈને ભડક્યા લોકો

Advertisement

અધિકારી માત્ર 4 મિનિટમાં 45 કિમી દૂર પહોંચી ગયા

જો તમે અવલોકન કરો તો, અધિકારી સાહેબ માત્ર 4 મિનિટમાં 45 કિમી દૂર પહોંચી ગયા અને બીજી જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવી દીધુ. કોઈએ તેની ક્રિયાઓ ધ્યાનમાં લીધી અને તેની સામે તપાસ શરૂ કરવામાં આવી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રણજીત સિંહે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. આ પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થશે નહીં

આ સાથે રણજીત સિંહને હવે લુધિયાણા પૂર્વથી ધારકલાન પઠાણકોટ મોકલવામાં આવ્યા છે. હવે તેમને દરરોજ SDM ઑફિસમાં હાજરી આપવી પડે છે. આ સાથે, તેમણે પોતાનો હાજરી રિપોર્ટ ડીસી પઠાણકોટને મોકલવાનો રહેશે. અધિકારીએ લાલચમાં આવી આ કૃત્ય કર્યું હોવાનો આરોપ છે. 28મી ફેબ્રુઆરીના રોજ રણજીત સિંહ નિવૃત્ત થવાના છે. પંજાબ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની સામેની ફરિયાદોની તપાસ વિજિલન્સ વિભાગ દ્વારા કરવામાં આવશે. હવે, નિવૃત્તિ પછી, તેમની સામે ચાલી રહેલી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થશે નહીં.

આ પણ વાંચો :  પરિણીત મહિલાએ AstroTalkને પૂછ્યું કે તેના લગ્ન ક્યારે થશે....., જવાબ સાંભળી તમે પણ ચોંકી જશો

Tags :
Advertisement

.

×