UP : ડ્રમ બાદ વાઈપર! પતિની ધુલાઈનો વીડિયો વાયરલ, યુઝર્સે કહ્યું, હે પ્રભુ કૃપા કરીને પતિઓને બચાવી લો
- સૌરભ ડ્રમ હત્યા કાંડ બાદ પતિ સમુદાય ડરી ગયો
- પતિ પર ક્રૂરતાનો નવો એક વીડિયો વાયરલ
- વાદળી ડ્રમ અને સિમેન્ટ બતાવીને ધમકી
UP Viral Video : મેરઠમાં સૌરભ રાજપુત ડ્રમ હત્યા કાંડ બાદ પતિ સમુદાય ડરી ગયો છે. ઘરના દરેક ખૂણામાં છુપાયેલા ડ્રમ્સનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને સિમેન્ટની થેલીઓ પણ ઘરની બહાર કાઢવામાં આવી રહી છે. આમ છતાં, વાદળી ડ્રમનો ડર પતિઓને સતાવી રહ્યો છે. તેવામાં હવે પતિ પર ક્રૂરતાનો નવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવો જાણીએ.
પત્નીઓને મળ્યુ નવું હથિયાર
સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, બ્લુ ડ્રમે પત્નીઓને એક નવું હથિયાર આપ્યું છે અને પતિઓને સંપૂર્ણપણે લાચાર બનાવી દીધા છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે યુપીના ગોંડાનો હોવાનું કહેવાય છે. આમાં એક પત્ની તેના પતિને વાઇપરથી મારતી જોવા મળે છે. આ વીડિયો ઘરની બહારનો છે તેવુ સ્પષ્ટ જણાય છે. હવે પતિ-પત્ની શા માટે લડી રહ્યા છે તે ખબર નથી, પરંતુ એવું ચોક્કસ કહેવામાં આવી રહ્યું છે કે પતિને મારતા પહેલા પત્નીએ તેને વાદળી ડ્રમ અને સિમેન્ટ બતાવીને ધમકી આપી હતી.
આ પણ વાંચો : OMR આન્સર શીટ્સ ચેક કરવાની અનોખી સ્ટાઈલ થઈ વાયરલ...જૂઓ પેપર ચેકિંગની નીન્જા ટેકનીક
શું છે વાયરલ વીડિયોમાં
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા CCTV ફૂટેજ UPના ગોંડાના હોવાનું કહેવાય છે. વીડિયોની શરૂઆતમાં, એક પતિ તેના ઘરની બહાર ચૂપચાપ ઊભો જોવા મળે છે. આ દરમિયાન, પત્ની ઘરની અંદરથી વાઇપર લઈને બહાર આવે છે અને પતિ પર હુમલો કરી દે છે. પતિ કઈ સમજે ત્યાં સુધીમાં તેણે બે વાર વાઇપરનો સ્વાદ ચાખ્યો. આ પછી પત્ની તેના પતિ પર જોરથી ચીસો પાડવા લાગે છે. પીડિત પતિનું નામ ધર્મેન્દ્ર હોવાનું કહેવાય છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેની પત્નીએ તેને વાદળી ડ્રમ અને સિમેન્ટ બતાવ્યું અને તેની હાલત મેરઠના સૌરભ જેવી કરવાની ધમકી પણ આપી.
યુઝર્સની પ્રતિક્રિયાઓ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો @gharkekalesh નામના X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો 23 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકોએ તેના પર ટિપ્પણીઓ પણ કરી છે. વીડિયો જોયા પછી, યુઝર્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, પ્રભુ કૃપા કરીને પતિઓને બચાવો નહીંતર જીવન ચક્ર જોખમમાં મુકાઈ જશે અને કોઈ પણ પુરુષ લગ્ન નહીં કરે. બીજા એક યુઝરે લખ્યું, ભાઈ, વાદળી ડ્રમે તેમને એક નવું હથિયાર આપ્યું છે અને પુરુષ સમાજને લાચાર બનાવી દીધો છે. ત્યારે બીજા એક યુઝરે લખ્યું, હવે મને છોકરીઓના નામથી જ ડર લાગવા લાગ્યો છે.
આ પણ વાંચો : China : શક્તિશાળી ભૂકંપમાં નર્સોએ નવજાત બાળકોનો બચાવ્યો જીવ,જુઓ video