Viral Video : રાજસ્થાનમાં આખો પહાડ તાસના પત્તાની જેમ ધરાશાયી, જુઓ Video
Rajasthan : રાજસ્થાનના ઝુનઝુનુથી (Jhunjhunu)એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં થોડી જ સેકન્ડમાં આખી પહાડી (Landslide)ધરાશાયી થઈ ગઈ. આ ઘટના નારી ગામની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રીતે પહાડી તૂટવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે માત્ર 28 સેકન્ડમાં આખો પહાડ તૂટી ગયો. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જયારે પહાડ તુટ્યો ત્યારે ખુબ મોટો અવાજ સંભળાયો. સદનસીબે, કોઈ મોટી દુર્ઘટના થઈ નથી.
भूस्खलन
झुंझुनूं जिले के नारी गांव मे पहाङ भरभराकर गिर गया pic.twitter.com/p46k1tQjxl— Hetram Gothwal (@hetramgothwal1) July 23, 2025
આ પણ વાંચો -Mumbai Heavy Rain : મુંબઈવાસીઓ સાવધાન! IMDએ કરી ભયાનક વરસાદની આગાહી
12 વર્ષથી ગેરકાયદેસર ખાણકામ ચાલી રહ્યું હતું
ગ્રામજનોએ જણાવ્યું હતું કે નારી ગામમાં છેલ્લા ૧૨ વર્ષથી ગેરકાયદેસર ખાણકામ ચાલી રહ્યું છે. જેના કારણે પર્વતોમાં તિરાડો પડી ગઈ છે. જેના કારણે પર્વતનો એક ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યાં પર્વતનો ભાગ પડ્યો છે તે સ્થળની નજીક એક સરકારી શાળા છે.
આ પણ વાંચો -Vice Presiden ની ચૂંટણીની તૈયારીઓ શરુ, ECએ કહ્યું- ટૂંક સમયમાં જાહેર કરીશું કાર્યક્રમ
સસ્થાનિકોએ ભૂમાફિયા સામે અનેક વાર ફરિયાદ કરી
ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખાણકામ કરનારાઓ રાત્રે ગુપ્ત રીતે ખાણકામ કરે છે, જેના કારણે રાત્રે મોટા અવાજો સંભળાય છે અને લોકો યોગ્ય રીતે સૂઈ શકતા નથી. આ ખાણકામ માફિયાઓ સામે ઘણી વખત ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ માંગ કરી છે કે જો ગેરકાયદેસર ખાણકામ તાત્કાલિક બંધ ન કરવામાં આવે તો તેઓ વિરોધ કરશે.


