ASI: આંધ્ર પ્રદેશના જંગલોમાંથી હજારો વર્ષ જૂના શિલાલેખો અને અદ્ભુત ખડક ચિત્રોની ઐતિહાસિક શોધ કરાઈ
- આ જંગલોમાંથી પ્રાચીન અને કિંમતી ખજાનો મળી આવ્યો
- આંધ્રપ્રદેશના લંકમાલા રિઝર્વ ફોરેસ્ટમાં ખજાનો મળ્યો
- નિષ્ણાતોના મતે આ શિલાલેખો 800 થી 2000 વર્ષ જૂના છે
Andhra Forest Treasure Trove Of Rock Paintings: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા અનેક એવા સંશોધનો કરવામાં આવે છે જે ખરેખર ચોંકાવનારા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના લંકમાલા રિઝર્વ ફોરેસ્ટમાં હજારો વર્ષ જૂના શિલાલેખો અને અદ્ભુત ખડક ચિત્રોની ઐતિહાસિક શોધ કરી છે. આ શોધોને તાજેતરના સમયની સૌથી મોટી પુરાતત્વીય સિદ્ધિ તરીકે વર્ણવવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે આ શિલાલેખો 800 થી 2000 વર્ષ જૂના છે. અને આ સ્થળ એક મહત્વપૂર્ણ શૈવ તીર્થસ્થળ હોવું જોઈએ.
આ રહસ્યમય ચિત્રોએ અનેક કુતૂહલ સર્જા છે
આ સર્વેક્ષણમાં ત્રણ પ્રાચીન ગુફાઓ મળી આવી છે. આ ગુફાઓમાંથી એકમાં આદિમ માનવો દ્વારા બનાવેલા દિવાલ ચિત્રો મળી આવ્યાં છે, જેમાં પ્રાણીઓ ભૌમિતિક આકારો અને માનવ આકૃતિઓ કોતરવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે આ ચિત્રો મેગાલિથિક (લોખંડ યુગ) અને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળા (2500 બીસી થી બીજી સદી એડી) ના હોવાનું સામે આવ્યું છે. આ ચિત્રો લાલ ઓચર, કાઓલિન, પ્રાણીની ચરબી અને હાડકાના પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: shocking News: લગ્નના ત્રીજા જ દિવસે દુલ્હન બની ગઈ માતા, યુવકે કહ્યું - બાળક મારૂ નથી!
લંકમાલા એક સમયે એક મહત્વપૂર્ણ શૈવ તીર્થસ્થળ
શિલાલેખોની વાત કરવામાં આવે તો, આ શોધોમાં ચોથી થી 16મી સદી દરમિયાન બ્રાહ્મી (ચોથી સદી), સાંખ લિપિ (છઠ્ઠી સદી), નાગરી (સંસ્કૃત) અને તેલુગુ લિપિઓમાં લખાયેલા શિલાલેખોનો સમાવેશ થાય છે. આનાથી સાબિત થાય છે કે લંકમાલા એક સમયે એક મહત્વપૂર્ણ શૈવ તીર્થસ્થળ હતું, જે ઉત્તર ભારતના ભક્તોને પણ આકર્ષતું હતું.
આ પણ વાંચો: Video: વરરાજાની કારની ટક્કરથી બાઈકસવારો 15 ફૂટ હવામાં ઊછળ્યા, ઘટના CCTVમાં કેદ
સંશોધન દરમિયાન કુલ 30 શિલાલેખો ઓળખાયા હતા
એટલું જ નહીં પરંતુ આ સર્વે 27 ફેબ્રુઆરીથી 01 માર્ચ દરમિયાન નિત્યપુઝકોના, અક્કાદેવથલાકોંડા અને બાંદીગણી ચેલ્લાહના દૂરના પહાડી વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 30 શિલાલેખો ઓળખાયા હતા. સર્વે ટીમ પ્રમાણે મુનીરત્નમે કહ્યું કે, એક સ્થાનિક વન અધિકારીએ આ શિલાલેખોના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતાં. જેના પછી આ ઐતિહાસિક શોધ શરૂ થઈ. તેમણે કહ્યું, અમે હજારો ફૂટ ઊંચા પર્વતો પર ચઢ્યા અને આ શિલાલેખોની નકલ કરી અને એક અત્યંત જોખમી પણ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ કાર્ય હતું.


