Viral Video: એક તરફ ભૂકંપથી ધ્રુજી રહી હતી ધરતી, ડોક્ટરોએ જોખમ લઈ કરાવી મહિલાની ડીલીવરી
- બેંગકોકમાં આવેલ વિનાશક ભૂકંપમાં મોટી તારાજી
- ભૂંકપ દરમ્યાન ડોક્ટરે રોડ પર કરાવી મહિલાની ડીલીવરી
- વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
શુક્રવારે 28 માર્ચનાં રોજ સ્થાનિક સમય મુજબ બપોરે 12:50 વાગ્યે મ્યાનમારમાં આવેલા ભૂકંપના બે શક્તિશાળી અને ભયાનક આંચકાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. આ બે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 અને 6.4 માપવામાં આવી હતી. મ્યાનમારમાં આવેલા ભૂકંપના આંચકાની અસર પડોશી દેશ થાઇલેન્ડ પર પડી હતી. ભયાનક ભૂકંપથી બેંગકોકમાં ભારે વિનાશ થયો. આ સમય દરમિયાન ઘણી ગગનચુંબી ઇમારતો પત્તાના ઢગલા જેવી તૂટી પડી.
ત્યાં જ. બીજી તરફ, બેંગકોકમાં ભૂકંપથી થયેલા વિનાશ વચ્ચે ડોકટરોની એક ટીમે રસ્તા પર મહિલાની ડીલીવરી કરતા મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. શુક્રવારે (28 માર્ચ) ના રોજ, પોલીસ જનરલ હોસ્પિટલમાં એક મહિલાની સર્જરી ચાલી રહી હતી. આ દરમિયાન ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ત્યારબાદ તમામ ડોકટરો અને દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા.
હોસ્પિટલના પ્રવક્તા પોલીસ કર્નલ સિરિકુલ શ્રીસંગાએ જણાવ્યું હતું કે,ભૂકંપના આંચકા વચ્ચે, હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ અને તબીબી ટીમોએ મહિલાને હોસ્પિટલમાંથી બહાર કાઢી અને તેને રસ્તા પર લાવી, જ્યાં ડોક્ટરોએ સફળ સર્જરી કરી અને મહિલાએ એક છોકરાને જન્મ આપ્યો.
આ પણ વાંચોઃ Myanmar Earthquake : મ્યાનમારમાં પ્રચંડ ભૂકંપમાં મસ્જિદ થઈ ધરાશાય,20 લોકોના મોત
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ભૂકંપથી થયેલા વિનાશ વચ્ચે ખુલ્લી હવામાં એક નવું જીવન શ્વાસ લે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, સારવાર લઈ રહેલી મહિલા હોસ્પિટલ સ્ટાફથી ઘેરાયેલી જોઈ શકાય છે. આ દરમિયાન, એક બાળકના રડવાનો અવાજ સંભળાય છે અને વીડિયોમાં એક નવજાત બાળક દેખાય છે. આ ઉપરાંત, હોસ્પિટલની બહાર લાવવામાં આવેલા ઘણા અન્ય દર્દીઓ પણ આ વીડિયોમાં સ્ટ્રેચર પર પડેલા જોવા મળે છે. દરમિયાન, સર્જને કહ્યું કે, હવે મહિલા અને બાળકની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલના રૂમમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Viral Video: 40 વર્ષથી ઓછી ઉંમર છે? તો UK છોડવાનો સમય આવી ગયો છે, ઈન્ફ્લુએન્સરના વીડિયો પર હોબાળો
ભૂકંપના વિનાશમાં અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોનાં મોત થયા છે
શુક્રવારે (28 માર્ચ) મ્યાનમાર અને બેંગકોકમાં આવેલા ભયાનક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 1,012 થી વધુ લોકોનાં મોત થયા છે. જેમાં ફક્ત મ્યાનમારમાં જ ૧,૦૦૨ થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ માહિતી મ્યાનમારના લશ્કરી શાસક જુન્ટાએ આપી હતી. દરમિયાન, બેંગકોકમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, 26 લોકો ઘાયલ થયા છે અને 47 લોકો ગુમ થયા છે.
આ પણ વાંચોઃ જીગ્નેશ કવિરાજે હાર્દિક પંડ્યા સાથે માણી મોજ....ફોટો-વીડિયો થયા વાયરલ