Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh માં બુર્કા નહિ પહેરતી મહિલાઓ સાથે હેવાનિયત, જુઓ વીડિયો

Bangladesh માં બુર્કા નહિ પહેરતી મહિલાઓને મારવામાં આવી Bangladesh માં વધતી ઉગ્રવાદીની ઘટનાઓને વેગ આપ્યો લઘુમતી અને મહિલાઓની સુરક્ષા માટે સરકારને કરાઈ માગ Bangladesh Women Viral Video : Bangladeshમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો Bangladesh માં...
bangladesh માં બુર્કા નહિ પહેરતી મહિલાઓ સાથે હેવાનિયત  જુઓ વીડિયો
Advertisement
  • Bangladesh માં બુર્કા નહિ પહેરતી મહિલાઓને મારવામાં આવી

  • Bangladesh માં વધતી ઉગ્રવાદીની ઘટનાઓને વેગ આપ્યો

  • લઘુમતી અને મહિલાઓની સુરક્ષા માટે સરકારને કરાઈ માગ

Bangladesh Women Viral Video : Bangladeshમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો Bangladesh માં આવેલા પ્રસિદ્ધ કોક્સ બજારનો માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ કોક્સ બજારમાં મહિલાઓ સાથે એક હેવાનિયતનો શિકાર બની છે. જોકે આ ઘટનામાં મોટાભાગે મુસ્લિમ મહિલાઓ સાથે નિંદનીય હરકત કવામાં આવી છે. કારણ કે... આ મુસ્લિમ મહિલાઓ દ્વારા એક નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. જે નિયમ જમાત-એ-ઈસ્લામીના વિદ્યાર્થી સંગઠનએ બનાવ્યો છે.

Bangladesh માં બુર્કા નહિ પહેરતી મહિલાઓને મારવામાં આવી

જમાત-એ-ઈસ્લામીના વિદ્યાર્થી સંગઠન ઈસ્લામી છત્રશિબિરમાં એક રૂઢિવાદી ઈસ્લામી પહેરવેશનું પાલન નહીં કરતી મહિલાઓને સરાજાહેર ઢોર માર મારવામાં આવી રહ્યો છે. ઈસ્લામિ પુરુષો ફારોકુલ ઈસ્લામ જેને શિબિર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ શિબિરમાં કથિત રીતે એકલી અથવા બુર્કા નહીં પહેરતી મહિલાને લાકડી કે ડંડા વડે માર મારવામાં આવે છે. તે મહિલાને ઉઠક-બેઠક પણ કરાવવામાં આવે છે. જેને લઈ Bangladesh માં વધુ એક વિરોધ ઉઠ્યો છે. જોકે આ અંગે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: ધરતીને મળશે નવો ચંદ્ર! શું Mini Moon ને ભારતથી જોઈ શકાશે?

Advertisement

Bangladesh માં વધતી ઉગ્રવાદીની ઘટનાઓને વેગ આપ્યો

ત્યારે આ શિબિરમાંથી થયેલી ઘટનાને મદરસા સાથે જોડાયેલા ઈસ્લામના સભ્યોએ આ ઘટનાના વીડિયો બનાવીને સૌ પ્રથમ ફેસબુક પર વાયરલ કર્યા હતાં. ત્યારે આ ઘટનાએ Bangladesh માં વધતી ઉગ્રવાદીની ઘટનાઓને વેગ આપ્યો છે. તો અનેક લોકોએ આ ઘટનાની તુલના તાલિબાન લોકો સાથે કરતી રહ્યા છે. કટ્ટરપંથીને કારણે Bangladesh માં મહિલાઓની સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતા ઉપર સવાલ ઉભા થવા લાગ્યા છે. તો આ પ્રકારની ઘટના Bangladesh માં ભયાનક સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. જોકે આ પ્રકારના કટ્ટરપંથીઓ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના શાસન દરમિયાન કાબૂમાં હતાં.

લઘુમતી અને મહિલાઓની સુરક્ષા માટે સરકારને કરાઈ માગ

બીજી તરફ Bangladesh ની રાજધાની ઢાકા અને ચિટાગોંહમાં સતત ધાર્મિક વિરોધ સામે આવી રહ્યા છે. તે ઉપરાંત આ વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ધાર્મિક કટ્ટરપંથીઓ સામે કડક પગલા લેવાની માગ સરકારને કરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં ચટગાંવમાં વિરોધીઓ જમાલ ખાન વિસ્તારમાં એકઠા થયા હતાં અને જ્યાં સુધી ધાર્મિક હિંસાનો ભોગ બનેલા લોકો માટે વળતર સહિતની તેમની માંગણીઓ પૂરી ન થાય, ત્યાં સુધી ઘરે પાછા ફરવાનો ઈનકાર કર્યો હતો. તે દરમિયાન ઢાકામાં દેખાવકારોએ લઘુમતીઓ અને મહિલાઓની સુરક્ષા કરવામાં સરકારની નિષ્ફળતા સામે રેલી નીકાળી હતી.

આ પણ વાંચો: માછલીઓની આ પીડાનું સત્ય સાંભળીને તમે ખાવાનું બંધ કરી દેશો!

Tags :
Advertisement

.

×