કેંસર સામે હાર્યા Bibek Pangeni નો અંતિમ વીડિયો વાયરલ, પત્ની સતત રહી સાથે
- Bibek Pangeni ને બ્રેઇન કેન્સર હતું
- પત્ની સૃજના સતત તેમની સાથે રહી હતી
- યુઝર્સ તેમના મોત બાદ ખુબ જ દુખી થયા
Bibek Pangeni Last Video Viral: સોશિયલ મીડિયા સેંસેશન કહેવાતા બિબેક પંગેનીનું કેન્સરના કારણે નિધન થઇ ચુક્યું છે. તેમના મોત બાદ બિબેક અને પત્ની સૃજના મોદીનો અંતિમ વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના પર યુઝર્શ શોક વ્યકત કરી રહ્યા છે.
બિબેક પંગેની કેન્સર સામેની લડાઇ હાર્યા
સોશિયલ મીડિયા સેંસેશ અને ઇન્ફ્લુએન્સર બિબેક પંગેની (Bibek Pangeni) કેન્સર સામેની પોતાની જંગ હારી ગયા છે. તેમનું નિધન થઇ ચુક્યું છે. આ દુખદ સમાચારની સામે આવ્યા બાદ તેમને ફોલો કરનારા યુઝર્સનું દિલ તુટી ગયું છે. બિબેક પંગેનીના મોત 19 ડિસેમ્બર, 2024 ના રોજ થયું હતું. બિબેકની પત્ની સૃજના સુબેદીએ પોતાના પતિને મરતા દમ સુધી સાથ આપ્યો અને દર પળનો વીડિયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી. તેમનો આ વીડિયો દરેક વ્યક્તિ માટે પ્રેરણા બન્યો જે આ જીવલેણ બિમારી સામે લડી રહ્યા હતા.
હવે બિબેક અને તેમની પત્ની સૃજના સુબેદીનો અંતિમ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઇને લોકો ભાવુક થઇ રહ્યા છે અને બિબેકના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચો : Penny Stock: 3 રૂપિયાનો આ શેર આજે 1.90 લાખ રૂપિયાનો છે
કેન્સર સામે ઝઝુમી રહ્યા હતા બિબેક
બિબેક પંગેની સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રખ્યાત હતા. તેમના મોતના સમાચાર ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઇ ગયા છે. તેઓ બ્રેન ટ્યુમર જેવી ઘાતક બિમારી સામે લડી રહ્યા હતા, બિબેકને ત્રીજા સ્ટેજનું બ્રેન કેન્સર હતું. જેની સારવાર ચાલી રહી હતી. જો કે બિબેબક જીવનનું યુદ્ધ હારી ગયા અને ગત્ત દિવસોમાં દુનિયાને અલવિદા કહી ગયા હતા.
અંતિમ વીડિયો વાયરલ
બિબેક પંગેની જીવલેણ બિમારી સામે લડી રહ્યા હતા જો કે તેમનું પોઝિટિવ નેચર લાખો લોકો માટે પ્રેરણા બન્યો. તેમની પત્ની સૃજના સુબેદી ઇન્સ્ટાગ્રામ પર દર પળો વીડિયો અને ફોટો શેર કરતા રહેતા હતા. તેઓ પોતાના પતિ સાથે દર વખતે રહ્યા અને તેમનો અંતિમ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 1 ડિસેમ્બર 2024 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં શ્રીજના પોતાના પતિને પ્રેમથી હાથ ફેરતવી જોઇ શકાય છે. તેમના ચહેરા પર પતિના સ્વાસ્થયની ચિંતા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે, તેને યુઝર્સનું હૃદય પીગળી ગયું છે.
આ પણ વાંચો : સંભલમાં સપા સાંસદ બર્કના ઘરની સીડીઓ તૂટી, ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી
યુઝર્સ થયા ભાવુક
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો તેમાં અનેક લોકોઆ પોસ્ટ પર પોતાની કમેન્ટ કરી અને હવે નિધન બાદ શોક વ્યક્ત કરતી રહ્યા છે. અનેક લોકો હવે પતિના મોત બાદ સૃજના સુબેદીની ચિંતા સતાવી રહી છે. એક યુઝરે લખ્યું કે, દાદી મે દેવી ક્યારેય જોઇ નથી પરંતુ તમને જોઇને લાગે છે કે, તમારા જેવી જ દેખાતી હશે. ભગવાન તમને આ દુખની ઘડીમાં શક્તિ આપે.
આ પણ વાંચો : Gujrat: પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, 8 જાન્યુઆરીથી યોજાઈ શકે શારીરિક કસોટી


