Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Flipkart યુઝર્સ માટે મોટો ઝટકો! ઓર્ડર કેન્સલ કરશો તો પણ પૈસા ચુકવવા પડશે

ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ Flipkart અને Mayntra પર લાખો લોકો શોપિંગ કરતા રહેતા હોય છે. તમે પસંદગીનો સામાન સરળતાથી ઘરે બેઠા મંગાવી શકો છો
flipkart યુઝર્સ માટે મોટો ઝટકો  ઓર્ડર કેન્સલ કરશો તો પણ પૈસા ચુકવવા પડશે
Advertisement
  • Mayntra Flipkart બંન્ને લાગુ કરી શકે છે ચાર્જ
  • વારંવાર ઓર્ડર કેન્સલ કરતા ગ્રાહકો માટે નિર્ણય
  • અધિકારીક રીતે ટુંક સમયમાં થઇ શકે છે જાહેરાત

નવી દિલ્હી : ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ Flipkart પર લાખો લોકો શોપિંગ કરતા રહેતા હોય છે. તમે પસંદગીનો સામાન સરળતાથી ઘરે બેઠા મંગાવી શકો છો અને તો વસ્તુ પસંદ ન આવે તો ઓર્ડર કેન્સલ પણ કરી શકાય છે. જો કે જો તમે વારંવાર ઓર્ડર કેન્સલ કરનારા લોકોમાંથી એક છો તો તમારે મોટી ફી ચુકવવી પડી શકે છે. Flipkart હવે ઓર્ડર કેન્સલ કરનારા લોકો માટે કેન્સલેશન ફી લાગુ કરવા જઇ રહ્યું છે.

Mayntra અને Flipkart બંન્ને લાગુ કરી શકે છે ચાર્જ

નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ઇ કોમર્સ પ્લેટફોર્મ હવે તે ગ્રાહકોના કેન્સલ ચેક ફી લગાવવાનું વિચારી રહ્યા છો તો તમારા પર ચાર્જ લાગી શકે છે. ટિપ્સટર અભિષેક યાદવે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (Twitter) પર એક પોસ્ટમાં દાવો કર્યો કે, Flipkart અને Myntra ટુંક જ સમયમાં કેન્સલેશન ચાર્જ લગાવવાનું વિચારી રહી છે.

Advertisement

આ પણ વાંચો : ઓલિમ્પિકમાં થશે ક્રિકેટની વાપસી, ICC અધ્યક્ષ જય શાહ એક્શનમાં!

Advertisement

આટલી રકમ ચુકવવી પડશે

ટિપ્સટરની તરફથી એક સ્ક્રિનશોટ શેર કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરાયો છે કે, આ કેન્સલેશન ચાર્જ શા માટે લેવામાં આવશે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સેલર્સ અને લોજિસ્ટિક્સ પાર્ટનર્સના સમય અને મહેનતને જોતા પ્લેટફોર્મ તેમને ઓર્ડર કેન્સલ થવાની સ્થિતિમાં તેનું વળતર ચુકવવા માંગે છે. પુરુ નહીં તો થોડું પણ વળતર આપવા અંગે તેઓ વિચારી રહ્યા છે. દાવો છે કે, નવી પોલીસીના કારણે હવે 20 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ વસુલવામાં આવશે.

Flipkart દ્વારા કોઇ અધિકારીક માહિતી નહી

Flipkart દ્વારા જોકે હજી સુધી આ અંગે કોઇ અધિકારીક માહિતી નથી આપવામાં આવી. તેવામાં સામે આવેલા નવા સ્ક્રીનશોટના આધારે માત્ર ક્યાસ જ લગાવવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, કેન્સલેશન ફી અલગ અલગ ઓર્ડર વેલ્યુ માટે અલગ હોઇ શકે છે અને પ્રીમિયર પ્રોડક્ટ માટે યુઝર્સને વધારે કેન્સલેશન ફી પણ ચુકવવી પડી શકે છે.

આ પણ વાંચો : Atul Subhash નો કેટલો હતો પગાર? ભરણ પોષણ પેટે કેટલા પૈસા ચુકવતો હતો

નિશ્ચિત સમયની અંદર કેન્સલેશન ચાર્જ નહીં

જો કે સૌથી મહત્વની બાબત છે કે, જો ગ્રાહક એક નિશ્ચિત સમયગાળાની અંદર ઓર્ડર કેન્સલ કરે છે તો તેને ફી ચુકવવી નહીં પડે. એટલે કે જો ઓર્ડર પ્રોસેસ થઇ ચુક્યો છે અને ટ્રાંઝીટ કે શિપિંગ સ્ટેજમાં છે ત્યારે આ ફીને લાગુ કરવામાં આવશે. કંપની તે અંગેના અપડેટ્સ શેર કરે તેવી શક્યતા છે. Flipkart બાદ Myntra પોતાના ગ્રાહકો માટે આવા પરિવર્તન કરી શકે છે.

આ પણ વાંચો : પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ

Tags :
Advertisement

.

×