Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lamborghini પર બળદો કૂદ્યા! Viral Video ની હકીકત જાણીને ચોંકી જશો

Lamborghini Viral Video : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અન્ય અદ્યતન ટૂલ્સના આગમન સાથે, આજકાલ સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવો લગભગ અશક્ય બની ગયો છે.
lamborghini પર બળદો કૂદ્યા  viral video ની હકીકત જાણીને ચોંકી જશો
Advertisement
  • Lamborghini પર બળદો કૂદ્યા! હકીકત જાણીને ચોંકી જશો
  • ઈન્ટરનેટ પર Viral Video : બળદોએ લેમ્બોર્ગિની ચકનાચૂર કરી!
  • જુઓ કેવી રીતે AI બનાવી રહ્યું છે fraud Video

Lamborghini Viral Video : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અન્ય અદ્યતન ટૂલ્સના આગમન સાથે, આજકાલ સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવો લગભગ અશક્ય બની ગયો છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ખૂબ ચર્ચામાં આવ્યો, જેમાં ભારતીય રસ્તાઓ પર દેખાતી એક મોંઘીદાટ લેમ્બોર્ગિની કાર પર 2 બળદો કૂદીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેતા જોવા મળ્યા. આ દ્રશ્ય એટલું આઘાતજનક અને વાસ્તવિક હતું કે લાખો લોકો તેને સાચું માની બેઠા.

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ

વાયરલ થયેલો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @aikalaakari અને @imagineart.creators જેવા એકાઉન્ટ્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાતી લેમ્બોર્ગિની કાર અતિશય આકર્ષક દેખાઇ રહી હતી. એવું લાગતું હતું કે તે ભારતના કોઈ સામાન્ય રોડ પર છે. અચાનક, બે શક્તિશાળી અને ગુસ્સે ભરાયેલા બળદ (Bulls) દોડતા આવે છે અને તેમાંથી એક સીધો કાર પર કુદી પડે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બળદના વજન અને શક્તિને કારણે કારની વિન્ડશિલ્ડ (કાચ), હૂડ અને છતને ગંભીર નુકસાન થાય છે. આખો વીડિયો એટલી બારીકાઈ અને વાસ્તવિકતાથી બનાવવામાં આવ્યો હતો કે સામાન્ય દર્શક માટે તે AI-જનરેટેડ છે તેવું માનવું ખૂબ મુશ્કેલ છે. જો કે, ઊંડાણપૂર્વક તપાસ કરતાં અને તેને શેર કરનાર એકાઉન્ટ્સની પ્રોફાઇલ જોતાં સ્પષ્ટ થાય છે કે આ વીડિયો માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવેલો એક નકલી (Fake) કન્ટેન્ટ છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by AI Filmmaker (@aikalaakari)

Advertisement

કેમ આવા નકલી વીડિયો સહેલાઈથી વાયરલ થાય છે? (Lamborghini Video)

આજના ડિજિટલ યુગમાં, લોકો ઝડપી અને રોમાંચક કન્ટેન્ટ તરફ વધુ આકર્ષાય છે. AI ટૂલ્સ હવે એટલા શક્તિશાળી બની ગયા છે કે કોઇપણ દ્રશ્યોને પણ સંપૂર્ણ વાસ્તવિકતા સાથે રજૂ કરી શકાય છે. જણાવી દઇએ કે, AI ટૂલ્સ હવે વીડિયોમાં ટેક્સચર, પ્રકાશ, પડછાયો અને ગતિને એટલી સચોટતાથી દર્શાવે છે કે માનવીય આંખ તેને પકડી શકતી નથી. લેમ્બોર્ગિની જેવી મોંઘી કાર અને બળદની ક્રૂરતા જેવા વિષયો લોકોને ઝડપથી આકર્ષે છે અને ઈમોશનલ રીએક્શન આપે છે, જેનાથી શેરિંગ અને વાયરલ થવાની શક્યતા વધી જાય છે. ઘણા લોકોને હજુ પણ ખ્યાલ નથી કે AI ટૂલ્સ કેટલું વાસ્તવિક નકલી કન્ટેન્ટ બનાવી શકે છે, તેથી તેઓ સરળતાથી છેતરાઈ જાય છે.

આવા વીડિયો પહેલીવાર નથી બન્યા

લેમ્બોર્ગિની અને બળદનો આ વીડિયો AI દ્વારા બનાવેલું પ્રથમ કન્ટેન્ટ નથી જેણે લોકોને મૂંઝવણમાં મૂક્યા હોય. અગાઉ, સોશિયલ મીડિયા પર નદીમાં તરતા વિશાળ એનાકોન્ડા (Anaconda) સાપનો વીડિયો પણ વાયરલ થયો હતો. એવું લાગતું હતું કે હેલિકોપ્ટરમાંથી આ દ્રશ્ય લેવામાં આવ્યું છે, જેમાં ડઝનેક વિશાળકાય એનાકોન્ડા પાણીમાં તરી રહ્યા હતા. તે વીડિયો પણ એટલો જ આકર્ષક અને વાસ્તવિક હતો, પરંતુ તે પણ AI દ્વારા બનાવવામાં આવેલો નકલી વીડિયો હતો.

AI યુગમાં જાગૃત રહેવાની તાતી જરૂર

જેમ જેમ AI ટેક્નોલોજી વધુ શક્તિશાળી બની રહી છે, તેમ તેમ નકલી (Deepfake) વીડિયોનું નિર્માણ કરવું સરળ બની રહ્યું છે. આ વીડિયો માત્ર મનોરંજન પૂરતા મર્યાદિત નથી; તેનો ઉપયોગ ખોટી માહિતી (Misinformation) ફેલાવવા, કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અથવા સમાજમાં ભય ફેલાવવા માટે પણ થઈ શકે છે.

આ પણ વાંચો :   Reel બનાવવાની ઘેલછા! કપલને સ્ટંટ પડ્યો ભારે, સોશિયલ મીડિયા પર Video Viral

Tags :
Advertisement

.

×