ધાર્મિક પુસ્તકોમાં Doomsday Fish ગણાતી માછલી અમેરિકામાં જોવા મળી
- Oarfish વર્ષો સુધી સમુદ્રના પેટાળમાં હોય છે
- Oarfish માટે અનેક ધાર્મિક માન્યતાઓ જોવા મળે
- 9 ફૂટની Oarfish ને 6 નવેમ્બરે America માં જોવા મળી
California Doomsday Fish : America ના California માં એક દુર્લભ માછલી મળી આવી છે. જોકે આ માછલીને વિનાશકારી અને પ્રલય માછલી પણ કહેવામાં આવે છે. ત્યારે આ માછલી America માં આવેલા એનસિનિટાસ સમુદ્ર તટ ઉપર મળી આવી છે. ત્યારે આ માછલીને ઓરફીશ અને Doomsday Fish પણ કહેવામાં આવે છે. જોકે ગત 3 મહિનામાં વિદેશમાં આ માછલી ત્રીજીવાર સમુદ્રમાંથી બહાર જોવા મળી છે. આ પહેલા ક્યારે પણ આ માછલીને ક્યારે પણ આ રીતે જોવામાં આવી નથી.
9 ફૂટની Oarfish ને 6 નવેમ્બરે Americaમાં જોવા મળી
એક અહેવાલ અનુસાર, 9 ફૂટની Oarfish ને 6 નવેમ્બરના રોજ સૈન ડિએગોમાં આવેલા California વિશ્વાવિદ્યાલયમાં સ્ક્રિપ્સ ઈન્સ્ટીટ્યૂશન ઓફ ઓશનોગ્રાફીના એલિસન લાફેરિયરના દરિયા કિનારામાં જોવા મળી હતી. જોકે Oarfish મૃત હાલતમાં મળી આવી છે. ત્યારબાદ આ માછલીને રાષ્ટ્રીય સમુદ્ર અને વાયુમંડળ પ્રશાસન મત્સ્ય પાલન સેવા દ્વારા પોતાની સાથે લઈ જવામાં આવી હતી. તો આ Oarfish ને તપાસ માટે દક્ષિણ-પશ્ચિમ મત્સ્ય વિજ્ઞાન કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. તો પ્રયોગશાળામાં Oarfish ના જીવન, શરીર રચનાનો ઈતિહાસ, જીનોમિક્સ અને અન્ય બાબતો વિશે માહિતી પૂરી પાડશે.
આ પણ વાંચો: પ્રાચીન ગ્રંથોમાં સમુદ્રી રાક્ષસ કહેવાતી અપશુકન માછલી મળી આવી, જુઓ વીડિયો
Oarfish માટે અનેક ધાર્મિક માન્યતાઓ જોવા મળે
જોકે જાપાનમાં Oarfish માટે અનેક ધાર્મિક માન્યતાઓ જોવા મળે છે. જાપાનમાં Oarfish ને પ્રલલનું કારણ માનવામાં આવે છે. તે ઉપરાંત જો કોઈ વ્યક્તિ Oarfish ને જુએ છે, તો ધરતી ઉપર ભૂકંપ અને સુનામી આવે છે. કારણ કે... જાપાનમાં સૌથી મોટો અને ભયાવહ તીવ્રતા ધરાવતો ભૂકંપ વર્ષ 2011 માં આવ્યો હતો. પરંતુ તે પહેલા જાપાનના દરિયા કિનારે Oarfish ને જોવામાં આવી હતી. જોકે આ ઉપરાંત પણ અનેક એવી માન્યતાઓ Oarfish માટે રચવામાં આવેલી છે.
Oarfish વર્ષો સુધી સમુદ્રના પેટાળમાં હોય છે
Oarfish એક દુર્લભ માછલી છે અને તેના કદને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. Oarfish સામાન્ય રીતે 12 ફૂટ લાંબી હોય છે અને ક્યારેક 30 ફૂટ સુધી વધી શકે છે. આ માછલી દરિયાના પેટાળમાં હોય છે. આ માછલીને ક્યારેક જ જોઈ શકાય છે. Oarfish વર્ષો સુધી સમુદ્રના પેટાળમાં હોય છે. તેની સરળતાથી જોઈ શકાય તેમ નથી. Oarfish ત્યારે જ જોવા મળે છે, જ્યારે દરિયામાં પોતાના રસ્તો ભૂલી જાય છે.
આ પણ વાંચો: માછલીઓની આ પીડાનું સત્ય સાંભળીને તમે ખાવાનું બંધ કરી દેશો!