ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું આકાશમાંથી જમીન પર વાદળ પટકાઈ શકે છે ? શું છે Viral Videoની સચ્ચાઈ ?

આકાશમાંથી વાદળનો ટુકડો તૂટીને પૃથ્વી પર પડ્યો તેવું કદી આપે સાંભળ્યું છે. આવી ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોની સચ્ચાઈ જાણવા માટે વાંચો વિગતવાર.
07:12 PM Apr 06, 2025 IST | Hardik Prajapati
આકાશમાંથી વાદળનો ટુકડો તૂટીને પૃથ્વી પર પડ્યો તેવું કદી આપે સાંભળ્યું છે. આવી ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોની સચ્ચાઈ જાણવા માટે વાંચો વિગતવાર.
Cloud falling Gujarat First

એક વાદળમાંથી ટુકડો છુટો પડીને ધરતી પર પટકાય છે આ સાંભળીને આપને શું લાગે છે કે આ કોઈ કવિની કલ્પના છે કે સાચી ઘટના. જો કે આ ઘટનાની સત્યાર્થતા ચકાસતા પહેલા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમે આપને આજે આ વીડિયો પર યુઝર્સની કોમેન્ટ્સ, યુઝર્સે કરેલા વૈજ્ઞાનિક સવાલો અને વીડિયોની સત્યાર્થતા વિશે જણાવીશું.

શું છે વાયરલ વીડિયોમાં ?

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં આકાશમાંથી વાદળનો એક મોટો ટુકડો પડતો જોવા મળે છે. શરુઆતમાં આકાશમાં વાદળો દેખાય છે પરંતુ અચાનક તેનો મોટો ભાગ તૂટી જાય છે અને નીચે પડવા લાગે છે. આ વાદળનો ટુકડો ધીમે ધીમે પૃથ્વી તરફ આગળ વધે છે અને પછી જમીન પર પહોંચ્યા પછી વિખેરાઈ જાય છે. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ કેવી રીતે શક્ય છે ?

આ પણ વાંચોઃ  બલ્લે...બલ્લે.. હોલીવૂડ સ્ટાર Will Smith અને Diljit Dosanjhનો વીડિયો વાયરલ, બંનેએ કર્યા જોરદાર ભાંગડા

યુઝર્સ પરેશાન...

આ વીડિયોમાં દર્શાવાતી ઘટના એટલી આશ્ચર્યજનક છે કે તેને જોયા પછી લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. વીડિયોમાં આસપાસના લોકો આ ઘટના જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, અને કેટલાક લોકો તેને પોતાના ફોનમાં રેકોર્ડ કરતા પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. લોકો તેને શેર કરી રહ્યા છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ શું જાદુ છે? વાદળ જમીન પર કેવી રીતે પડી શકે? જ્યારે બીજા યુઝરે મજાકમાં લખ્યું કે, એવું લાગે છે કે હવે આકાશ તૂટી પડવાની શરૂઆત થઈ ગઈ છે. 2025 માં બીજું શું જોવાનું બાકી છે !

શું છે સચ્ચાઈ ?

કેટલાક લોકોએ તેને કુદરતનો ચમત્કાર ગણાવ્યો હતો તો કેટલાક લોકોએ તેને સાયન્સ ફિક્શન ફિલ્મનું દ્રશ્ય ગણાવ્યું હતું. જો કે ઘણા લોકોએ આ વીડિયોની સત્યાર્થતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. કેટલાક માને છે કે આ વીડિયો ડિજિટલી ક્રિયેટ કરાયો હશે. એક યુઝરે લખ્યું, આ CGI (computer-generated imagery) જેવું લાગે છે, વાસ્તવિક વાદળો આ રીતે પડતા નથી. આ વાયરલ વીડિયો ટ્વિટર પર @the_viralvideos હેન્ડલથી પણ શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ  Viral Video : ડેરિંગબાજ યુવાન ખૂંખાર ચિત્તાઓને આરામથી થાળીમાં આપી રહ્યો છે પાણી

Tags :
CGI (computer-generated imagery)Cloud dispersionCloud fallingCloud formationCloud scienceGujarat FirstGUJARAT FIRST NEWSNature miracleSocial Media Reactionsviral videoWeather phenomenon
Next Article