પ્રેમનું ઝેરીલું સ્વરૂપ: પરિણીત મહિલાના પતિને મારવા 'ગિફ્ટમાં બોમ્બ' મોકલ્યો અને પછી...
- છતીસગઢમાં યુવકે પરિણીતાના પતિને મારવા મોકલી ગિફ્ટ (Chhattisgarh IED gift)
- યુવકે ગિફ્ટમાં મ્યૂઝિક સિસ્ટમમાં IED બોમ્બ મોકલ્યો હતો
- પોલીસની સતર્કતાને કારણે તે આ કાવતરું નિષ્ફળ ગયુ
- મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ હતો આ યુવક
Chhattisgarh IED gift : છત્તીસગઢના ખૈરાગઢ-છુઈખંડન-ગંડાઈ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એકતરફી પ્રેમમાં ડૂબેલા 20 વર્ષીય યુવકે એક પરિણીત મહિલાને તેના પતિને મારવા માટે મ્યુઝિક સિસ્ટમના સ્પીકરમાં IED એટલે કે ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણ છુપાવીને ભેટ મોકલી હતી. જોકે, પોલીસની સતર્કતાને કારણે આ ખતરનાક કાવતરું નિષ્ફળ ગયું.
શું મામલો હતો?
ઇલેક્ટ્રિશિયન વિનય વર્મા, એક પરિણીત મહિલાના પ્રેમમાં હતો. તેણે મહિલાના પતિ અફસર ખાનને રસ્તામાંથી ભગાડવા માટે એક ઘૃણાસ્પદ યોજના બનાવી. વર્માએ મ્યુઝિક સિસ્ટમના સ્પીકરમાં 2 કિલો IED વિસ્ફોટક છુપાવ્યો અને તેને અફસર ખાનને ભેટ તરીકે મોકલ્યો.
શંકા જતા પોલીસને કરી હતી જાણ
જ્યારે આ પેકેજ માનપુર ગામની એક દુકાનમાં પહોંચ્યું, ત્યારે અફસર ખાનને તેના પર શંકા ગઈ. તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવી. તપાસ દરમિયાન, સ્પીકરમાં એક શક્તિશાળી વિસ્ફોટક છુપાયેલો જોઈને બધા ચોંકી ગયા, જે પ્લગ ઇન થતાં જ વિસ્ફોટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
*। प्रेस विज्ञप्ति*
▶️ *केसीजी पुलिस ने पार्सल बम साज़िश का भंडाफोड़ किया : स्पीकर में छिपा 2 किलो आईईडी बरामद, सात आरोपी गिरफ्तार; विस्फोटक आपूर्ति नेटवर्क का पर्दाफाश*
▶️*गंडई में एक संदिग्ध गिफ्ट पैक्ड पार्सल से 2 किलो विस्फोटक बरामद, स्पीकर के अंदर छिपाया गया था।* pic.twitter.com/kbEfe5UnUO— District Police Khairagarh-Chhuikhadan-Gandai (@KhairagarhP) August 16, 2025
6 આરોપીઓની ધરપકડ (Chhattisgarh IED gift)
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે વિસ્ફોટકો ગેરકાયદેસર 'જિલેટન સ્ટીક' સપ્લાય ચેઇનમાંથી લાવવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી વિનય વર્મા ઉપરાંત, આ કાવતરામાં વધુ છ લોકો સામેલ હતા. પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ કરી છે.
હત્યાનું કાવતરું ગયુ નિષ્ફળ (Chhattisgarh IED gift)
એસપી લક્ષ્ય શર્માએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીથી માત્ર હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું નથી, પરંતુ વિસ્તારમાં કાર્યરત ગેરકાયદેસર વિસ્ફોટક સપ્લાય નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે. પોલીસે તમામ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરી છે અને કેસની વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના સાબિત કરે છે કે એકતરફી જુસ્સો અને પ્રેમ કેટલી હદે ખતરનાક બની શકે છે. જો કે, પોલીસની સર્તકતાને કારણે કોઈ દુર્ઘટના ઘટી ન હતી.
આ પણ વાંચો : 'પીછે તો દેખો...' ફેમ અહેમદ શાહના નાના ભાઈનું અવસાન, શું છે મોતનું કારણ?


