vedio viral: બ્રિજના 20 ફૂટ ઊંચા મોનોરેલના ટ્રેક પર ચઢી ગયેલા બાળકને બચાવી લેવાયો ,જુઓ વીડિયો
- બ્રિજના મોનોરેલના ટ્રેક પર ચઢી ગયેલા બાળકનો vedio viral
- સોશિયલ મીડિયા પર આ vedio viral થયો છે
- બાળકને એક બહાદુર વ્યક્તિએ આબાદ બચાવી લીધો
બાળકો ઘણીવાર નિર્દોષપણે એવી જગ્યાએ પહોંચી જાય છે, જ્યાં તેમનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના પેન્સિલવેનિયાના હર્શી પાર્કમાં બની. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક નાનું બાળક, માતાપિતાની નજરથી દૂર થતાં, હર્શી પાર્કના કેપિટલ બ્લૂક્રોસ મોનોરેલના 20 ફૂટ ઊંચા ટ્રેક પર ચઢી ગયું અને ત્યાં ચાલવા લાગ્યું. આ દૃશ્ય જોઈને નીચે ઉભેલા લોકોમાં હોબાળો મચી ગયો. લોકો ચીસો પાડીને બાળકને સલામત સ્થળે જવા માટે માર્ગદર્શન આપવા લાગ્યા, જ્યારે કેટલાક તેની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા હતા.
🔥🚨BREAKING: A civilian man named John Samson saved the life of a little boy who was spotted walking on a monorail at Hershey Park in Hershey Pennsylvania.
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) August 31, 2025
મોનોરેલના ટ્રેક પર ચઢી ગયેલા બાળકનો vedio viral
નોંધનીય છે કે આ કપરા સમયમાં એક બહાદુર વ્યક્તિ, જેનું નામ જોન સેમસન તરીકે ઓળખાય છે, તરત જ બાળકને બચાવવા માટે મોનોરેલના ટ્રેક સુધી પહોંચી ગયો. તેણે હિંમત અને ચપળતા સાથે બાળકને ઉપાડીને સલામત રીતે નીચે ઉતાર્યું, જેના પછી નીચે ઉભેલા લોકોએ તાળીઓથી તેનું સ્વાગત કર્યું. હર્શી પાર્કના જણાવ્યા અનુસાર, બાળક લગભગ 5 વાગ્યે માતાપિતાથી અલગ થયું હતું અને બંધ મોનોરેલના સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશી ગયું હતું.
બાળકને બચાવવાનો આ vedio viral
આ વિસ્તાર ચેન અને બેરિકેડથી સુરક્ષિત હતો, પરંતુ બાળક કોઈક રીતે ટ્રેક પર પહોંચી ગયું. સદનસીબે, મોનોરેલ તે સમયે ચાલુ ન હતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી. બાળક લગભગ 20 મિનિટ પછી, એટલે કે 5:28 વાગ્યે, તેના પરિવાર સાથે સલામત રીતે મળી ગયું.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો, આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ પર ચાલે છે.
આ પણ વાંચો: Viral & Social : કપડા વિના સુઇ રહી હતી મહિલા, અચાનક આવી ગયા કામદારો અને પછી...


