ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

China House Viral Video: 2 કરોડમાં પણ જમીન ન આપી, ત્યારે સરકારે ઘરની આસપાસ બનાવ્યો હાઇવે

સરકાર અને એક વૃદ્ધ માણસ વચ્ચે પૈસા અંગે કોઈ કરાર થયો નહિ
06:53 PM Feb 02, 2025 IST | SANJAY
સરકાર અને એક વૃદ્ધ માણસ વચ્ચે પૈસા અંગે કોઈ કરાર થયો નહિ
China House Viral Video @ Gujarat First

China House Viral Video: સરકાર ઘણીવાર હાઇવે, એક્સપ્રેસવે અને પુલ બનાવવા માટે સ્થાનિક લોકો પાસેથી જમીન ખરીદે છે. આ જમીનના બદલામાં સરકાર તેમને વળતર પણ આપે છે. જોકે, ઘણી વખત સરકાર અને સામાન્ય લોકો વળતરની રકમ અંગે કોઈ સમજૂતી પર પહોંચી શકતા નથી. ચીનમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સરકાર અને એક વૃદ્ધ માણસ વચ્ચે પૈસા અંગે કોઈ કરાર થયો નહિ.

હવે એક અનોખા વિચાર પર કામ કરવાનું શરૂ કર્યું

સરકારે તેમના ઘરને હાઇવેની વચ્ચે કેદ કરી દીધું અને તેમની ઇચ્છા મુજબ પૈસા આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. ચીનના હુનાન પ્રાંતના હુઆંગ પિંગ નામના એક વૃદ્ધ વ્યક્તિએ સરકારી પ્રોજેક્ટ માટે પોતાનું ઘર વેચવાનો ઇનકાર કર્યો હતો. જેનો તેને હવે પસ્તાવો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તેમણે હવે એક અનોખા વિચાર પર કામ કરવાનું શરૂ કર્યું.

વધુ પૈસાના લોભને કારણે હુઆંગ પિંગે બધું ગુમાવી દીધું છે

વધુ પૈસાના લોભને કારણે હુઆંગ પિંગે બધું ગુમાવી દીધું છે. ખરેખર, પિંગને સરકાર પાસેથી વધુ પૈસાની અપેક્ષા હતી. પરંતુ સરકારે તેમને વધુ પૈસા આપવાને બદલે તેમના ઘરની આસપાસ રસ્તો બનાવ્યો. અને એક વ્યસ્ત રસ્તાની વચ્ચે પોતાનું ઘર છોડી દીધું. હુઆંગે સરકાર દ્વારા ઓફર કરાયેલ ચાઇનાના રૂપિયા 180,000 (લગભગ 2 કરોડ) ના નાણાંનો ઇનકાર કર્યો હતો. કારણ કે તેને વધુ પૈસાની અપેક્ષા હતી. ઘરમાં હુઆંગ તેની પત્ની અને પૌત્ર સાથે રહે છે. આવી સ્થિતિમાં, ઘરની બહાર નીકળવા માટે તેમને એક ટનલમાંથી પસાર થવું પડે છે. હવે તેને લાગે છે, કાશ! તેમણે સરકાર જે કહે તે સ્વીકાર્યું હોત. જોકે, હવે પ્રવાસીઓ હુઆંગના ઘરની મુલાકાત લે છે. આવી સ્થિતિમાં, તે હવે આમાંથી પૈસા કમાવવાનું પણ વિચારી રહ્યો છે.

યુઝરે આ વીડિયો X પર પોસ્ટ કર્યો

@IbraHasan_ નામના યુઝરે આ વીડિયો X પર પોસ્ટ કર્યો અને એક લાંબુ કેપ્શન લખ્યું. પોતાના કેપ્શનમાં, તેમણે તે જિદ્દી વ્યક્તિની આખી વાર્તા કહી છે. તેમની આ પોસ્ટ 5 હજારથી વધુ વખત જોવામાં આવી છે. જ્યારે ઘણા યુઝર્સે તેને લાઈક કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

આ પણ વાંચો: Google એ ચેતવણી આપી, AI હેકિંગથી 2.5 અબજ વપરાશકર્તાઓને જોખમ

Tags :
China House Viral VideogovernmentGujaratFirsthighway
Next Article