પિતા સાથે જ દીકરીએ કરી લીધા લગ્ન? તેની વાતો સાંભળી ચોંકી જશો તમે, Video
- Viral Video : યુવતીનો ચોંકાવનારો દાવો
- સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બનેલો વીડિયો
- દીકરીએ પિતા સાથે જ કર્યા લગ્ન
- યુવતી અને પિતાના સંબંધ પર નેટિઝન્સમાં ભારે મતભેદ
- શરમજનક અને વિચિત્ર વીડિયો
- 'આ મારા પિતા છે અને અમે લગ્ન કર્યા છે' - યુવતીનો દાવો
Viral Video : આજે સોશિયલ મીડિયા પર શું વાયરલ થશે તેવું અગાઉથી અનુમાન કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ દિવસોમાં, એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે નેટિઝન્સમાં ભારે ચર્ચા અને મતભેદોને જન્મ આપ્યો છે. આ વીડિયોને લઈ સોશિયલ મીડિયાના યુઝર્સમાંથી અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા લોકો આ વીડિયા પર નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ આ વીડિયો પર દંગ કરી દે તેવી પ્રતિક્રિયાઓ આપી છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો ખૂબ જ શરમજનક અને વિચિત્ર સંબંધ વિશે છે, જે કોઈને પણ વિચારવા મજબૂર કરી શકે છે.
વિચિત્ર ઘટના
આ વાયરલ વીડિયોમાં એક 24 વર્ષની યુવતી અને એક આધેડ વ્યક્તિ દેખાઈ રહ્યો છે. યુવાન છોકરી દાવો કરે છે કે જે વ્યક્તિ તેની સાથે છે તે તેના પિતા છે અને તેમણે એક મંદિરમાં લગ્ન કરી દીધા છે. યુવતી વીડિયોમાં કહેતી જોવા મળે છે, 'આ મારા પિતા છે અને અમે ખૂબ જ ખુશ છીએ. અમે પ્રેમમાં છીએ અને લગ્ન કરી દીધા છે.' આ વાત પર તેની બાજુમાં ઊભેલા આધેડ વ્યક્તિ, જે છોકરીનો પિતા છે, તે પણ સંમત થાય છે અને કહે છે, 'હા, આ મારી દીકરી છે. આમાં શું વાંધો છે?'
બાપ દીકરી કેવી રીતે લગ્ન કરી શકે? આ સંબંધને શું નામ આપવું?
વીડિયોમાં યુવતી કહે છે કે, તેણે પોતાના પિતા સાથે લગ્ન કર્યાં છે, વીડિયોમાં લોગો TikTok નો છે, અને TikTok ભારતમાં 2020 થી પ્રતિબંધિત છે.
વીડિયો કેટલો સાચો તે એક મોટો પ્રશ્ન#Realorfake #GH16D #jeddah #nacaz #News pic.twitter.com/3B9NduBuYf
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) December 16, 2024
પ્રશ્નો અને પિતાનો જવાબ
વીડિયોમાં એક વ્યક્તિ આ સંજોગોમાં છોકરીના પિતાને સવાલ પૂછે છે કે, 'શું તમને શરમ નથી આવતી કે તમે તમારી દીકરી સાથે લગ્ન કર્યા છે?' આ સવાલ પર યુવતીનો પિતા જવાબ આપે છે કે, 'તમે કયા યુગમાં જીવો છો? શરમ કેમ આવે?' યુવતી પણ પિતા સાથે સહમત થાય છે અને વીડિયોમાં વધુ કહે છે કે, 'અમારા લગ્ન તે લોકોને જવાબ છે કે જે અમારા વિશે ખરાબ બોલતા હતા. પતિ-પત્નીની જેમ જીવવાના સવાલ પર યુવતી કહે છે કે, 'જો મેં સાડી પહેરી છે, સિંદૂર લગાવ્યું છે અને પતિ-પત્નીની જેમ જીવવાની ઇચ્છા કરી રહી છું, તો પણ તમે કેમ સમજી શકતા નથી?' તે વધુમાં કહે છે કે, 'આ પ્રશ્નો બિનજરૂરી છે અને અમારું જીવન અમારા નક્કી કરેલા સંબંધમાં જીવવાનું છે.'
વીડિયો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર
ઉલ્લેખનીય છે કે, હાલમાં, આ યુવતી કોણ છે, તેની પાછળનો આધેડ વ્યક્તિ કોણ છે, અને તેઓ ક્યાંના રહેવાસી છે, તેની સચોટ માહિતી ઉપલબ્ધ નથી. વીડિયો વિવાદિત છે અને લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકાય છે. જોકે, ગુજરાત ફર્સ્ટ આ વીડિયો સાચો હોવાની વાતનું પુષ્ટિકરણ કરતું નથી. આ વીડિયો કોઈ ભ્રમ ફેલાવવા માટે બનાવવામાં આવ્યો છે તેવી શક્યતાઓ પણ છે.
આ પણ વાંચો: Aaliyah Kashyap એ લગ્નની રસમમાં લિપ-લોક કરતા આવી ટ્રોલર્સના નિશાને


