નશામાં ધૂત મહિલાએ Cab driver ને કારમાં ઢોર માર માર્યો, જુઓ Video
- નશામાં ધૂત મહિલાએ Cab driver ને ઢોર માર માર્યો
- Cab driver ને મહિલા લાત વડે સતત માર મારે છે
- આ Video gharkekalesh દ્વારા શેર કરવામાં આવ્યો
Drunk lady and a Uber Driver : ઓનલાઈન કેબ બુકિંગ સેવા લોકો માટે ઘણી મદદરૂપ સાબિત થઈ છે. પરંતુ એવું લાગે છે કે આ કામ Cab driver માટે પડકારોથી ભરેલું છે. કારણ કે... કેબ ડ્રાઇવરોને ઘણીવાર એવા મુસાફરો સાથે વ્યવહાર કરવો પડે છે જેઓ ખૂબ જ ગુસ્સેવાળા અને ખરાબ વર્તન કરતા હોય છે. અમુક કિસ્સાઓમાં Cab driver સાથે આ પ્રકારના મુસાફરો મારમારી પણ કરતા હોય છે. ત્યારે આવો જ એક મામલો આપણી સામે આવ્યો છે.
Cab driverને મહિલા લાત વડે સતત માર મારે છે
આ ઘટનાનો એક Video સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ Video દુબઈનો છે. પરંતુ આ અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ત્યારે આ Videoમાં જોઈ શકાય છે કે, એક નશામાં ધૂત મહિલા કેબમાં બેસે છે. અને Cab driver મહિલાને તેના જણાવ્યા મુજબ સ્થળ પર લઈને આવે છે. પરંતુ અચાનક આ મહિલા Cab driver સાથે ગુસ્સામાં બોલાચાલી શરૂ કરી દે છે.
આ પણ વાંચો: આધુનિક ભારતમાં શિક્ષણ સ્તરે વિદ્યાર્થીઓમાં વધ્યો ટ્રોપઆઉટ રેશ્યો, જુઓ
Kalesh b/w a Drunk lady and a Uber Driver over Wrong location in Dubai pic.twitter.com/eINqcm4QfD
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 31, 2024
આ Video gharkekalesh દ્વારા શેર કરવામાં આવ્યો
ત્યારે આ બોલાચાલીમાં નશામાં મહિલા Cab driverને માર મારે છે. તે ઉપરાંત તેને લાત વડે પણ એકથી બેવાર મારે છે. અને આ દરમિયાન તે બૂમો પાડે છે કે, મને મારા સ્થળ પર લઈ જા.... આ દરમિયાન અનેકવાર ડ્રાઈવર મહિલાને તેને મારે નહીં, તેવું કહે છે, પરંતુ મહિલા તેની પર સતત હાથ ઉપાડે છે. અંતે મહિલા કંટાળીને કારમાંથી નીકળી જાય છે. ત્યારે આ સંપૂર્ણ ઘટનાનો Video Cab driverના ફોનમાં રેકોર્ડ થાય છે. જે બાદ આ Video સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ Video સોશિયલ મીડિયા પર gharkekalesh દ્વારા શેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દેશની અડધી કરતા પણ ઓછી શાળાઓ પ્રાથમિક સુવિધાઓ વંચિત, જુઓ...


