Dulha Dulhan Video: લગ્નના સ્ટેજ પરથી વરરાજાએ કર્યું એવું કામ,સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Dulha Dulhan Video: દુલ્હા -દુલ્હન માટે તેમના લગ્નનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. લગ્નના સમયને ખાસ બનાવવા માટે દુલ્હા-દુલ્હન એવા કામો કરે છે જેની કોઈને કલ્પના પણ નથી હોતી. તમે જોયું હશે કે આજકાલ દુલ્હા -દુલ્હન લગ્નના મંચ પર ધમાકેદાર અને અલગ પ્રકારની જ એન્ટ્રી કરતા હોય છે. લગ્ન સમયે દુલ્હા-દુલ્હન લગ્ન પ્રસંગે સ્ટેજ પર કંઇક અલગ કરવાની ચેષ્ટા કરતા હોય છે અને તેઓ વાયરલ થઇ જાય છે. સોશિયલ મીડિયા પર હાલ એક દુલ્હા-દુલ્હનનો વીડિયો વાયરલ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
Dulha Dulhan Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. લગ્નના સ્ટેજ પરથી એક વીડિયો સામે આવ્યો છે, લગ્નની સ્ટેજ પરથી વરરાજાએ એવું શું કર્યું, જે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. ખરેખર, વરરાજા લગ્નના મંચ પરથી જ એક ગીત ગાતો જોવા મળે છે. લગ્નમાં આમંત્રિત મહેમાનો સામે જ પોતાની પ્રતિભા બતાવવા માટે ગાઇ રહ્યો તેવુ લાગી રહ્યું છે.
નોંધનીય છે કે તમે જોઈ શકશો કે વીડિયોમાં વરરાજા તેના લગ્નમાં સ્ટેજ પરથી ગીત ગાઈ રહ્યો છે. ખરેખર, જયમાલા પછી, કોઈએ વરરાજાને માઈક આપ્યું, આ પછી, તેણે ફિલ્મ કસૂરનું ગીત 'જો મેરી રૂહ કો ચેઈન દે પ્યાર દે' ગાવાનું શરૂ કરે છે. વરરાજા આ ગીત ખૂબ જ સારી રીતે ગાય છે. દુલ્હનને તેના દુલ્હાની ગાયકી પસંદ પડિ રહી છે. લગ્નના રિસ્પેશન સ્ટેજ પરથી કોઇપણ શરમ રાખ્યા વગર પોતાની ગાયકીની પ્રતિમા ઉજાગર કરવાનો મંચ સમજીને વરરજાએ ગીત ગાવાનું શરૂ કરી દીધું, તેનો અવાજ સારો હોવાથી આમંત્રિત મહેમાનો પણ વરરાજાના ગીતો સાંભળતા હતા, અને તેમની આ કળાને વઘુ ઉજાગર કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા.
આ પણ વાંચો: Shocking Video: હિરોગીરીના ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો


