First marriage in space: દુલ્હન સ્પેસમાં, દુલ્હન ટેક્સાસમાં, રશિયન કપલના લગ્ન? જાણો ક્યાં મનાવી સુહાગરાત?
- 22 વર્ષ પહેલા રશિયન અવકાશયાત્રીએ કર્યા હતા લગ્ન
- રશિયન અવકાશયાત્રીએ અમેરિકન ગર્લફેંન્ડ સાથે કર્યા હતા લગ્ન
- સેટેલાઈટ દ્વારા અવકાશયાત્રીએ ગર્લફેન્ડ સાથે કર્યા હતા લગ્ન
- આ અનોખા લગ્ન વીડિયો ફોન્ફરન્સિંગ દ્વારા કરાયા હતા
First marriage in space: શું તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાં કોઈના લગ્ન થઈ શકે? 22 વર્ષ પહેલાં, 10 ઓગસ્ટ 2003ના રોજ એક રશિયન અવકાશયાત્રીએ આવું અનોખું કામ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. યુરી માલેનચેન્કો, જે તે સમયે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર તૈનાત હતા, તેમણે પોતાની અમેરિકન ગર્લફ્રેન્ડ એકાટેરિના દિમિત્રીયેવ સાથે સેટેલાઇટ દ્વારા લગ્ન કર્યા. યુરી અવકાશમાં હતા અને એકાટેરિના પૃથ્વી પર, પણ આ લગ્ન માનવ ઇતિહાસમાં નોંધાઈ ગયા.
10 ઓગસ્ટ 2003ના રોજ યુરી માલેનચેન્કોએ ISS પર પોતાના સ્પેસ સૂટમાં બો-ટાઈ પહેરીને લગ્નની વિધિઓ પૂરી કરી. બીજી બાજુ, ટેક્સાસમાં એકાટેરિનાએ પરંપરાગત આઇવરી વેડિંગ ડ્રેસમાં સજીને સૌના દિલ જીતી લીધાં. આ અનોખા લગ્ન સેટેલાઇટ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયા, જેમાં નાસાના કંટ્રોલ રૂમે મહત્ત્વની ભૂમિકા ભજવી.
લગ્નના માહોલને વધુ સુંદર બનાવવા માટે, એકાટેરિનાએ યુરીના કાર્ડબોર્ડ કટઆઉટ સાથે ફોટા પડાવ્યા. શોમાં ડેવિડ બોવીના ગીત પર તે લગ્ન મંડપ તરફ ચાલી, અને યુરીના મિત્ર, જે અન્ય અવકાશયાત્રી હતા, તેમણે કીબોર્ડ પર વેડિંગ માર્ચ વગાડી. આ કાર્યક્રમમાં એકાટેરિનાએ વિડિયો કોલ પર યુરીને ફ્લાઈંગ કિસ મોકલી, અને યુરીએ પણ અવકાશમાંથી રોમેન્ટિક જવાબ આપ્યો. આ દ્રશ્ય એટલું રોમેન્ટિક હતું કે બધા તેને જોતા જ રહી ગયા.
FIRST MARRIAGE IN SPACE
On August 10, 2003, Russian cosmonaut Yuri Malenchenko became the first person to get married while in space. He was aboard the International Space Station (ISS) and married his girlfriend, Ekaterina Dmitriev, who was in Texas.
The couple, who had… pic.twitter.com/iKLbM4YRPs
— Manmohit Singh (@ManmohitSandhu) August 10, 2025
આ લગ્ન કેમ અવકાશમાં થયા?
બિઝનેસ ઇનસાઇડરના 2019ના એક રિપોર્ટ અનુસાર, યુરી અને એકાટેરિનાએ શરૂઆતમાં 200 મહેમાનો સાથે પૃથ્વી પર લગ્ન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ યુરીનું ISS મિશન અચાનક લંબાઈ જતાં આ કપલે નક્કી કર્યું કે તેઓ તેમના પ્રેમને અંતરના કારણે અટકવા દેશે નહીં. બંને પહેલેથી જ લોન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતા - યુરી રશિયામાં પોતાના અવકાશ તાલીમ માટે રહેતા અને એકાટેરિના અમેરિકામાં. આદત મુજબ, ફોન પર કલાકો સુધી વાત કરવાની ટેવે તેમને આ અનોખા લગ્ન માટે તૈયાર કર્યા.
જોકે, રશિયાએ યુરીને અવકાશમાં લગ્ન કરવાની પરવાનગી તો આપી, પરંતુ બાદમાં સ્પષ્ટતા કરી કે ભવિષ્યમાં કોઈ અન્ય અવકાશયાત્રી આવું કરી શકશે નહીં. રશિયન અવકાશ એજન્સીએ આને 'ખાસ અપવાદ' ગણાવ્યો અને ભવિષ્યમાં આવા લગ્નો પર પ્રતિબંધ મૂક્યો.
તો સુહાગરાતનું શું થયું?
હવે તે સવાલ પર આવીએ, જે બધાના મનમાં હોય છે - સુહાગરાતનું શું થયું? સ્વાભાવિક છે કે, વરરાજા અવકાશમાં અને વહુ પૃથ્વી પર હતી, તો સુહાગરાત તો દૂર, બંને તે સમયે એકબીજાને ગળે પણ લગાવી શકતા ન હતા! પરંતુ પ્રેમની શક્તિ એવી હતી કે યુરી અને એકાટેરિનાએ આ અંતરને પોતાના સંબંધની મજબૂતીનો પુરાવો બનાવ્યો. લગ્નના થોડા મહિનાઓ પછી, ઓક્ટોબર 2003માં યુરી પૃથ્વી પર પાછા ફર્યા અને તેમની પત્નીને પહેલીવાર ગળે મળ્યા. સુહાગરાત માટે થોડા મહિના રાહ જોવી પડી, પરંતુ તેમની આ મુલાકાત પ્રેમ અને ધીરજનું ઉદાહરણ બની ગઈ.
આ લગ્ન ફક્ત એક રોમેન્ટિક વાર્તા નહોતી, પરંતુ તે માનવ ઇતિહાસમાં એક નવો અધ્યાય હતો. યુરી માલેનચેન્કો અવકાશમાં લગ્ન કરનાર પ્રથમ વ્યક્તિ (First marriage in space)બન્યા. આ ઘટનાએ ફક્ત અવકાશયાત્રાની શક્યતાઓને નવો આયામ જ નથી આપ્યો, પરંતુ એ પણ દર્શાવ્યું કે પ્રેમ અને ટેક્નોલોજી મળીને કોઈપણ અંતરને ઘટાડી શકે છે.
આ પણ વાંચો: Ujjwala Yojanaમાં મોટો ફેરફાર: હવે 12ને બદલે 9 સિલિન્ડર મળશે , જાણો કેમ?


