Garba Heart Attack : શું ગરબા રમતા રમતા આવી શકે છે હાર્ટએટેક? જાણો શું રાખવી સાવચેતી?
- તાજેતરમાં નવરાત્રીમાં હાર્ટએટેકના કિસ્સામાં વધારો (Garba Heart Attack )
- જીવલેણ જોખમથી બચવા કેટલીક સાવચેતી જરૂર
- ગરબા દરમિયાન હાર્ટએટેકથી બચવા ડૉક્ટરોએ સૂચવ્યા સૂચન
Garba Heart Attack : નવરાત્રિનો ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ગુજરાત સહિત અનેક શહેરોમાં ગરબા અને દાંડિયા નાઇટનું આયોજન થાય છે. ગરબા એક ઉત્સાહજનક પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે અને તે એક ઉત્તમ કસરત પણ છે. પરંતુ, તાજેતરના વર્ષોમાં ગરબા રમતી વખતે હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. જો તમે ગરબા રમો છો તો આ જીવલેણ જોખમથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. આ અંગે ઓર્થોપેડિક સર્જન અને સ્પોર્ટ્સ ડૉક્ટર મનન વોરાએ કેટલીક અગત્યની સલાહ આપી છે.
ગરબા દરમિયાન હાર્ટ એટેકથી બચવાના ઉપાય (Garba Heart Attack )
ડૉ. મનન વોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, ગરબા રમવા જતા પહેલા અને દરમિયાન શરીરને પૂરતું હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે.
- પૂરતું પાણી પીઓ: આખો દિવસ અને ગરબા રમતી વખતે પણ સમયાંતરે પાણી પીતા રહો. તેનાથી શરીરમાં પાણીની ઉણપ નહીં થાય.
- બ્લડ સુગર જાળવી રાખો: તમારી સાથે ચોકલેટનો ટુકડો અથવા સુગર ટેબ્લેટ રાખો. ગરબા રમતી વખતે તેને ખાતા રહો જેથી બ્લડ સુગર લેવલ અચાનક ન ઘટે.
View this post on Instagram
ઈમરજન્સીમાં શું કરવું? (Garba Heart Attack )
જો કોઈ વ્યક્તિ અચાનક ચક્કર ખાઈને પડી જાય, બેભાન થઈ જાય અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવો. જો શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેને CPR આપો. CPR આપવા માટે તમારી હથેળીના નીચેના ભાગને દર્દીની છાતીના વચ્ચેના ભાગમાં મૂકીને ઝડપથી અને ઊંડા ધક્કા આપો. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો.
ઈજાથી બચવા માટેની ટિપ્સ
ઓર્થોપેડિક સર્જન ડૉ. કૃણાલ શાહે ગરબા દરમિયાન ઈજાથી બચવા અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપી છે:
- વોર્મ-અપ: ગરબા શરૂ કરતા પહેલા થોડું વોર્મ-અપ કરવું જરૂરી છે, જેથી શરીર લચીલું બને.
- હાઈડ્રેટેડ અને પોષણ: શરીરને હાઈડ્રેટેડ રાખો અને ગ્લુકોઝ લેવલ જાળવવા માટે પ્રોટીન બાર જેવી વસ્તુઓ લઈ શકો છો.
- પૂરતી ઊંઘ: ડૉક્ટરની સલાહ છે કે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો.
- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો: ગરબાને એક રમતની જેમ જુઓ અને તે માટે પૂરતી તૈયારી કરો. તમારા આહાર પર ધ્યાન આપો જેથી શરીરને પૂરતું પોષણ મળે.
- ઈજા હોય તો આરામ કરો: જો તમને પહેલાંથી કોઈ ઈજા થઈ હોય તો તેની યોગ્ય સારવાર કરાવો અને સંપૂર્ણ આરામ કરો.
આ પણ વાંચો : Navratri 2025 Rashifal : આ 5 રાશિઓ પર મા દુર્ગાની વિશેષ કૃપા, મળશે શુભ ફળ


