Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છોકરાના પ્રપોઝ પર છોકરીનો જવાબ તમને હસવા કરશે મજબૂર! Social Media માં ધૂમ મચાવી રહી છે Viral Chat

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અનોખી ચેટ સ્ક્રીનશોટ ધૂમ મચાવી રહી છે. એક છોકરાએ છોકરીને પ્રેમનો પ્રસ્તાવ આપ્યો, પરંતુ છોકરીએ કહ્યું, “મને બે મહિના આપો, ટ્રાયલ પૂરી થાય પછી મળીશું!” આ રમૂજી જવાબે આખા ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે અને લોકોને હસવા મજબૂર કરી દીધા છે અને લોકો પ્રેમના “ટ્રાયલ પીરિયડ” પર મજેદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે.
છોકરાના પ્રપોઝ પર છોકરીનો જવાબ તમને હસવા કરશે મજબૂર  social media માં ધૂમ મચાવી રહી છે viral chat
Advertisement
  • પ્રપોઝ કરતી આ Viral Chat માં છોકરીનો જવાબ હસવા કરશે મજબૂર
  • પ્રપોઝલ પર છોકરીનો અનોખો જવાબ, 2 મહિના પછી મળશે રિપ્લાય!
  • ટ્રાયલ પીરિયડમાં પ્રેમ! વાયરલ થઈ ચેટ સ્ક્રીનશોટ
  • મને 2 મહિના આપો’ – છોકરીના જવાબે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી

Viral Chat Screenshot : આજના ડિજિટલ યુગમાં, સોશિયલ મીડિયા (Social Media) માત્ર કનેક્ટિવિટીનું માધ્યમ નથી, પરંતુ મનોરંજનનો એક એવો અખૂટ ભંડાર છે જે ક્યારેય તમને નિરાશ કરશે નહીં. દરરોજ, દરેક સ્ક્રોલ સાથે, આપણે કંઈક નવું, અનોખું અને ઘણીવાર રમૂજી જોઈએ છીએ. આ પ્લેટફોર્મ પર જુગાડના વીડિયો, અણધાર્યા ઝઘડા, જોખમી સ્ટંટ, અને નોટિસ કે ચેટ્સના સ્ક્રીનશોટ જેવા 'વાયરલ કન્ટેન્ટ'નો ધોધ વહેતો રહે છે. હાલમાં, આવો જ એક ચેટ સ્ક્રીનશોટ X (અગાઉનું ટ્વિટર) પર ધૂમ મચાવી રહ્યો છે, જેણે યુઝર્સને હસવા માટે મજબૂર કરી દીધા છે અને સાથે જ સંબંધોના સમીકરણો પર એક નવી, રમૂજી ચર્ચા શરૂ કરી દીધી છે.

ચર્ચાસ્પદ સ્ક્રીનશોટ

આ વાયરલ સ્ક્રીનશોટ @Just_Raghvi નામના X એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને તે એક છોકરા-છોકરી વચ્ચેની અંગત વાતચીત (ચેટ) દર્શાવે છે. વાતચીતની શરૂઆત એક સીધા પ્રપોઝલથી થાય છે: છોકરો હિંમત કરીને છોકરીને "હું તને પ્રેમ કરું છું" (I love you) નો સંદેશ મોકલે છે. પરંતુ, છોકરીનો જવાબ અપેક્ષા કરતાં તદ્દન અલગ અને ચોંકાવનારો હોય છે, જેણે આ સ્ક્રીનશોટને વાયરલ બનાવ્યો છે. છોકરી જવાબમાં કહે છે, "માફ કરશો, હું હમણાં તમારો પ્રસ્તાવ સ્વીકારી શકતી નથી. કૃપા કરીને મને 2 મહિના આપો. હું ક્યાંક પ્રયાસ કરી રહી છું; જો મને નકારવામાં આવશે, તો હું તમારી સાથે છું."

Advertisement

Advertisement

આ જવાબ વાંચીને છોકરાની પ્રતિક્રિયા માત્ર એક ઇમોજી (Emoji) મોકલીને ચાલ્યા જવાની હતી. આ પરિસ્થિતિ એક પ્રકારનો 'અસ્વીકાર' (Rejection) તો છે, પણ તેની પદ્ધતિ એટલી અનોખી છે કે તે પહેલીવાર જોવા મળી રહી છે. આ જવાબમાં છોકરીએ પ્રેમની લાગણીઓને જાણે કે 'જોબ ઇન્ટરવ્યૂ' કે 'ટ્રાયલ પીરિયડ'માં ફેરવી દીધી હોય તેવું લાગે છે, જ્યાં રિઝલ્ટ ન આવે ત્યાં સુધી પ્રપોઝલ 'હોલ્ડ' પર રાખવામાં આવ્યું છે.

આ Viral Chat પર યુઝર્સની રમૂજી ટિપ્પણીઓ

આ સ્ક્રીનશોટના વાયરલ થવા પાછળ યુઝર્સની જબરદસ્ત પ્રતિક્રિયાઓ અને ટિપ્પણીઓનો મોટો ફાળો છે. હજારો લોકોએ આ પોસ્ટ જોઈ અને તેના પર પોતાની મજાકભરી પ્રતિક્રિયાઓ આપી. આ પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે યુઝર્સને આ 'શરતી પ્રપોઝલ'ની વાત કેટલી રમૂજી લાગી. કેટલાક યુઝર્સની ટિપ્પણીઓ અહીં આપેલી છે, આવો જોઇએ તેઓ શું કહી રહ્યા છે.

"તમે પ્રસ્તાવને નોકરીની તકમાં ફેરવી દીધો છે." – આ ટિપ્પણી મોટાભાગના યુઝર્સની લાગણી વ્યક્ત કરે છે, જે પ્રેમ અને નોકરી વચ્ચેની સરખામણી પર ભાર મૂકે છે. બીજા એક યુઝર્સે લખ્યું, "ભાઈ, તમે તેને તકમાં ફેરવી દીધો છે." – એક અન્ય યુઝરે પણ આ વાતને સમર્થન આપ્યું. ત્રીજા યુઝર્સે લખ્યું, "હું તમને શરતો હેઠળ પ્રેમ કરું છું." વળી અન્ય એક યુઝર્સે લખ્યું કે, "ઓછામાં ઓછું તમે સત્ય કહ્યું." – આ એક ટિપ્પણી છે જે છોકરીની સ્પષ્ટવક્તા અને નિખાલસતાને બિરદાવે છે, ભલે તે ભલે તે રમૂજી હોય. આ ટિપ્પણીઓ દર્શાવે છે કે સોશિયલ મીડિયા યુઝર્સ કેવી રીતે જટિલ કે અણધારી પરિસ્થિતિઓને પણ હળવાશથી અને રમૂજી રીતે રજૂ કરી શકે છે.

આ પણ વાંચો :   સાવધાન! 2026 માં 'કેશ ક્રશ' થી વૈશ્વિક આર્થિક તબાહી: બાબા વેંગાની ભવિષ્યવાણી

Tags :
Advertisement

.

×