સ્પેસ સુટમાંથી ઓક્સિજન લીક થાય તો કેટલો સમય જીવતા રહી શકે છે એસ્ટ્રોનોટ્સ, આ રહ્યો જવાબ
- સ્પેસ વોક દરમિયાન ઓક્સિજન લીક થાય તો શું થાય?
- સ્પેસ સુટમાં માત્ર ઓક્સિજન સપ્લાય નહી અનેક ખાસિયતો
- સ્પેસ વોક દરમિયાન સ્પેસ સુટ એક ખુબ જ મહત્વનું અંગ હોય છે
નવી દિલ્હી : સ્પેસમાં તમે જોયું હશે કે યાનથી બહાર નિકળવા માટે અંતરિક્ષયાત્રી એક ખાસ સ્પેસસૂટ પહેરે છે. પરંતુ શું તમે તે જાણો છો કે સ્સેપ સુટમાં ઓક્સીજન લીક થવાની સ્થિતિમાં શું થાય છે?
સ્પેસ સુટમાં હોય છે તમામ સુવિધા
સ્પેસમાં જતા પહેલા સ્પેસ એજન્સી અંતરિક્ષ યાત્રીઓની તમામ સુરક્ષાઓ અનેજરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે. જેમાં સૌથી મહત્વપુર્ણ એસ્ટ્રોનોટ્સનું સ્પેસ સુટ હોય છે, જેનો ઉપયોગ એસ્ટ્રોનોટ્સ સ્પેસ વોક દરમિયાન અથવા અંતરિક્ષ યાનથી બહાર નિકળવા માટે કરે છે. શું તમે જાણો છો કે સ્પેસ સુટથી ઓક્સીજન લીક થવાની સ્થિતિમાં અંતરિક્ષયાત્રીની કેટલા સમયમાં મોત થઇ શકે છે.
આ પણ વાંચો : Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ટીમ ઈન્ડિયા પર સંકટના વાદળ, આ ખેલાડીની તબિયત લથડી
સ્પેસ
સ્પેસની વિશ્વની રહસ્યોથી ભરેલી છે. આ રહસ્યોને ઉકેલવા માટે સ્પેસ એજન્સી સતત કામ કરી રહી છે. તમે પણ જોયું હશે કે જ્યારે સ્પેસમાં એસ્ટ્રોનોટ્સ તરીકે ઓળખાય છે, તો તેમની સાથે સ્પેસ સુટ અલગથી મોકલવામાં આવે છે. આ સ્પેસ સુટનો ઉપયોગ એસ્ટ્રોનોટ્સ અંતરિક્ષયાનથી બહાર નિકળવા અથવા સ્પેસવોક માટે કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પેસ સુટમાં અનેક ખાસિયત હોય છે, જેના દ્વારા તે અંતરિક્ષયાત્રી સ્પેસથી બહાર નિકળી શકે છે.
ઓક્સિજન લીક થવાની સ્થિતિમાં શું થશે?
હવે સવાલ છે કે જો એસ્ટ્રોનોટ્સના સુટથી ઓક્સિજન લીક થાય છે, તો એવી સ્થિતિમાં શું થશે? કોઇ પણ સ્પેસ સુટથી ઓક્સિજન લીક થવાની સં ભાવના ખુબ જ ઓછી હોય છે, કારણ કે તેને સારી રીતે ટેસ્ટ કર્યા બાદ જ મોકલવામાં આવે છે. એટલું જ નહીં એસ્ટ્રોનોટ્સની પાસે ઓપ્શનમાં બીજા સ્પેસ સુટ પણ હોય છે. જો કે જો સ્પેસમાં ઓક્સિજન ન મળે તો અંતરિક્ષયાત્રીનું મોત થઇ શકે છે. તેને તમે એવું સમજો કે જેટલો સમય એસ્ટ્રોનોટ્સ શ્વાસ રોકી શકે તેટલો જ સમય તેઓ જીવતા રહી શકશે.
આ પણ વાંચો : '21 મિલિયન ડોલર ક્યાં ગયા?', કોંગ્રેસે ટ્રમ્પના દાવા પર PM મોદી પાસેથી માંગ્યો જવાબ


