India-Pakistan War : એક નાનકડા ઢાબા પર ભારતીય સૈનિકોનું કરાયેલ સ્વાગત દર્શાવે છે સમગ્ર ભારતની લાગણી
- એક નાનકડા ઢાબા પર આર્મી જવાનોનું સ્વાગત થઈ રહ્યું છે Viral
- ભારતીય જવાનોનું તાળીઓથી અને ફુલોથી સન્માન કરાયું
- યુઝર્સ આ વીડિયો પર દેશભક્તિયુક્ત કોમેન્ટ્સ કરી રહ્યા છે
India-Pakistan War : યુદ્ધ હોય કે ન હોય પરંતુ ભારતની સરહદે પોતાના જીવના જોખમે દેશવાસીઓની સુરક્ષા કરતા જવાનો માટે દરેક ભારતીયને ગર્વ છે. દરેક ભારતીય સેનાના જવાનો પ્રત્યે માન અને આદર ધરાવે છે. આ વાતની સાબિતી ઉત્તર પ્રદેશના એક નાનકડા ઢાબા પર જ્યારે સૈનિકો પહોંચ્યા ત્યારે કરવામાં આવેલા સ્વાગત પરથી મળે છે. ભારતીય જવાનોની આગતા-સ્વાગતાનો આ વીડિયો થઈ રહ્યો છે Viral.
સૈનિકોનું સન્માન સાથે સ્વાગત
Indian soldiers ના સન્માનનો વાયરલ થઈ રહેલો વીડિયો ઉત્તર પ્રદેશના હાપુડનો છે. જેમાં ભારતીય જવાનોની એક ટુકડી આ ઢાબા પર બપોરનું ભોજન કરવા રોકાઈ હતી. જો કે ભારતીય જવાનોને પોતાના ઢાબા પર પધારેલા જોઈને માલિકે અને હાજર ગ્રાહકોએ તેમનું ભવ્ય સ્વાગત કરવાનું નક્કી કર્યુ. આ ઢાબા પર ભારતીય જવાનોનું તાળીઓથી સન્માન કરવામાં આવ્યું. તેટલું જ નહિ પરંતુ તેમના પર ફુલોની વર્ષા કરીને તેમને માન અને આદર આપવામાં આવ્યા. આ સ્થળે ભારત માતા કી જય (Bharat Mata Ki Jai) અને વંદે માતરમ (Vande Mataram) ના નારા પણ લગાડવામાં આવ્યા હતા. ઢાબા પર લોકોએ ભારતીય જવાનો સાથે જે કર્યુ તે ખૂબ જ પ્રશંસનીય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો આપનું દિલ જીતી લેશે તેમાં કોઈ બેમત નથી.
उत्तर प्रदेश के जिला हापुड़ में एक ढाबे पर खाना खाने के लिए रुके फौजियों का लोगों ने इस तरह स्वागत किया। फूल बरसाए, तालियां बजाई।#JaiHind 🇮🇳 pic.twitter.com/DQCCPP5PhP
— Sachin Gupta (@SachinGuptaUP) May 10, 2025
આ પણ વાંચોઃ કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહે ઉધમપુર, કઠુઆ અને ડોડાની સ્થિતિની સમીક્ષા કરી
યુઝર્સે પણ દેશભક્તિ દાખવી
યુપીના હાપુડના એક નાનકડા ઢાબામાં Indian soldiers નું ભવ્ય સ્વાગત કરાયું તે સમગ્ર દેશની લાગણી દર્શાવે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યો છે. X પર આ વીડિયો @SachinGuptaUP હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 40 હજારથી વધુ વ્યૂઝ અને 2.5 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. અત્યાર સુધીમાં પોસ્ટ પર 100 થી વધુ કોમેન્ટ્સ આવી ચૂકી છે. જેમાં યુઝર્સ દેશભક્તિ દાખવી રહ્યા છે. મોટાભાગના યુઝર્સે સૈનિકોના આ રીતે કરાયેલા સ્વાગતની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ખૂબ જ પ્રશંસનીય, જેમના કારણે આપણે સુરક્ષિત છીએ તેમના સન્માનમાં આ ખૂબ જ જરૂરી છે, જય હિંદ જય જવાન. બીજા યુઝરે કહ્યું કે, જય જવાન જય કિસાન જય હિન્દ હિન્દુસ્તાન. આ વીડિયો જોયા પછી મોટાભાગના યુઝર્સ સેનાને સલામ કરતા જોવા મળે છે.
આ પણ વાંચોઃ Ahmedabad: કલેક્ટર કચેરી ખાતે બેઠકનો ધમધમાટ, આપાતકાલીન સમયે પહોંચી વળવા અપાશે તાલીમ


