ગાડી છે કે ફાઇટર જેટ! મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં Mercedes એ દેખાડી સુપરકાર
મુંબઇ : જર્મનીની લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીજ બેંજે મુંબઇમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં પોતાની નવી વિઝ વન-ઇલેવન (Vision One-Eleven) કોન્સેપ્ટ કારને શોકેસ કરી છે. 1960 અને 1970 ના દશકની પ્રખ્યાત C111 કારથી પ્રેરિત આ કારનો લુક અને ડિઝાઇન ખુબ જ અનોખી છે. વિઝન વન ઇલેવન ભારતમાં મર્સિડીજ બેંચ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી પાંચમી યૂનિક કોન્સેપ્ટ કાર છે. અગાઉ મર્સિડીજ મેબૈક વિઝન 6 કૂપે,AMG GT6, ઇલેક્ટ્રિક જી ક્લાસ અને પ્રોજેક્ટ મેબૈકને શોકેસ કરી ચુકી છે.
Vision One-Eleven કોન્સેપ્ટર એક મિડલ એન્જિન ઇલેક્ટ્રિક સ્પોર્ટ કાર છે. જેને સ્મૂથ અને એરોડાયનેમિક બોડીની સાથે તૈયાર કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, ડ્રેગને ઘટાડવામાં મદદ કરે છે. આ કારની કેબિનને જોતા તમને ફાઇટર જેટની યાદ આવશે. સિલ્વર કલરની સીટ અને એરક્રાફ્ટ સ્ટાઇલ ઇટીરિયર ખુબ જ રસપ્રદ છે.
આ કંપની તરફથી શોકેસ કરવામાં આવનારી બે સીટ વાળી ઇળેક્ટ્રિક હાઇપરકાર કોન્સેપ્ટ મોડલ છે. મોનોલિથિક એક્સ્ટીરિયર ડિઝાઇન, ગલવિંગ ડોર્સ, સિલ્વર અપહોલ્સટરી વાળા ઇંટીરિયરથી લેસ આ કારના કોન્સેપ્ટને સી111 ને ટ્રિબ્યૂટ આપવા માટે તૈયાર કરવામાં આવી રહી છે.
સી111 સત્તરના દશકમાં પ્રાયોગિક મિડ એન્જિન વાહનોની એક સીરીઝ હતી. જે મુળ રીતે રોટરી એન્જિનની સાથે આવતી હતી. જો કે તે ક્યારે પ્રોડક્શન લેવલ પર પહોંચી શકી નહીં અને આ દરમિયાન તેના માત્ર 12 યુનિટ્સને એક પ્રયોગ તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા.
આ કારને મર્સિડીઝના ચીફ ડિઝાઇન ઓફિસર ગોર્ડન વૈગનરે તૈયાર કરી છે અને તેમણે આ સુંદર સવારી બનાવવામાં કોઇ જ કસર છોડી નથી. વિઝન વન ઇલેવનમાં બ્રિટિશ ફર્મ યાસા દ્વારા તૈયાર કરાયેલા બે રિયર માઉન્ટેડ એક્સિયલ ફ્લક્સ ઇલેક્ટ્રિક મોટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ તેને લિક્વિડ કૂલ્ડ સિલિડ્રિકલ બેટીર સેલને મર્સિટીજ-એએમજીના યુકે બેઝ ફોર્મ્યુલા 1 ડિવીઝન દ્વારા તૈયાર કરવામાં આવી છે.
જો કે કંપનીએ પોતાની આ નવી કોન્સેપ્ટ કારના પાવર અને પર્ફોમન્સ અંગે કોઇ જ માહિતી જાહેર કરી નથી. જો કે તેને ખુબ જ ખાસ રીતે કોન્ફિગર કરવામાં આવી છે. જેના કારણે સારી ડ્રાઇવિંગ રેંજ અને પાવર આઉટપુટની આશા રાખવામાં આવી રહી છે. મર્સિડીજના ચીફ ટેક્નોલોજી ઓફિસર માર્કર્સ શેફરનું કહેવું છે કે, મર્જિડિજ બેંજ વિઝન ઇન ઇલેવન પર્ફોમન્સના ભવિષ્ય માટે નવા રસ્તા શોધી રહ્યા છે. આ મોટર સ્પોર્ટ જેવો આઉટપુટ પ્રદાન કરે છે.
મર્સિડીજ અને યાસા દ્વરા મોટા પ્રમાણમાં એક્સિયલ ફ્લક્સ ઇલેક્ટ્રિક મોટર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જ્યાં સુધી આ કારની ડિઝાઇનની વાત છે તો વન ઇલેવનની સ્ટાઇલિંગ એક સારા એરોડાનેમિકને દર્શાવે છે. જે તેને સુપરકાર બનાવવામાં સક્ષમ કરે છે. તેની હાઇટને ખુબ જ ઓછી રાખવામાં આવી રહી છે.
તેની લો સેંટ ફ્રંટ એન્ડ જુની સી111 પ્રોટોટાઇપ જેવી દેખાય છે. જેમાં બ્લફ નોજ સેક્શન અપાયું છે. તેમાં કાર્બન ફાઇબર સ્પિટરથી અંડર સ્કોર કરવામાં આવેલા ગોલ હેડલેમ્પની સાથે પિક્સેલેટ ગ્રિલનો સમાવેશ થાય છે. હેડલેમ્પ્સની બરોબર પાછળ ત્રણ એર ઇંટેકને પણ જોઇ શકાય છે. વન ઇલેવવા પાછળના હિસ્સામાં એક મોટુ સ્પોઇલર અપાયું છે જે ડાઉનફોર્સને વધારવા માટે પહોળો રાખવામાં આવ્યો છે. તેમાં મોટી સાઇઝના વ્હીલ્સ અપાયા છે જે આકર્ષક એલોયથી લેસ છે.
કારના ઇન્ટીરિયરની વાત કરીએ તો તેમાં બે સીટના ક્વોબને પેડલની સાથે ફર્શમાં ઇંટિગ્રેડ કરવામાં આવ્યા છે. જેથી ચાલક અને સહચાલક બંન્ને પોતાના પગ ફેલાવીને બેસી શકે છે. તેની સીટો ફુલ થાઇ સપોર્ટ સાથે આવે છે. લેધરથી રેપ કરવામાં આવેલી ફોર્મ્યુલા-1 સ્ટાઇલના સ્ટીયરિંગ વ્હીલની સાથે ડેશબોર્ડને બ્રશન એલ્યૂમીનિયમથી ઘેરવામાં આવી છે. જ્યારે ડ્રાઇવરની માહિતી માટે એક સેંટ્રલ ટસચ્ક્રિન ડિસપ્લે પણ અપાઇ છે. મર્સિડિજના નવા MBUX સોફ્ટવેર દ્વારા ઓપરેટ થાય છે.


