ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું તમારું બાળક પણ મોબાઈલનું બંધાણી છે ? તો અપનાવો ટીચરની આ trick,Viral Video એ મચાવી ધૂમ

બાળકોમાં મોબાઈના વધુ ઉપયોગથી વાલીઓમાં ચિંતાનો વિષય બન્યો મોબાઇલથી દૂર રાખવા શિક્ષકોનો અનોખો પ્રયાસ એક શિક્ષિકાના નાટકનો વાયરલ વિડીયો ધૂમમચાવી રહ્યો છે   Viral Video:આજકાલ બાળકોમાં મોબાઇલનો વધતો ઉપયોગ થી વાલીઓ અને શિક્ષકો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે....
09:08 AM Sep 12, 2024 IST | Hiren Dave
બાળકોમાં મોબાઈના વધુ ઉપયોગથી વાલીઓમાં ચિંતાનો વિષય બન્યો મોબાઇલથી દૂર રાખવા શિક્ષકોનો અનોખો પ્રયાસ એક શિક્ષિકાના નાટકનો વાયરલ વિડીયો ધૂમમચાવી રહ્યો છે   Viral Video:આજકાલ બાળકોમાં મોબાઇલનો વધતો ઉપયોગ થી વાલીઓ અને શિક્ષકો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે....

 

Viral Video:આજકાલ બાળકોમાં મોબાઇલનો વધતો ઉપયોગ થી વાલીઓ અને શિક્ષકો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. ઘણા બાળકો ખોરાક પણ નથી ખાતા કે ભણતા નથી, અને સતત મોબાઇલની માંગ કરે છે. આ સમસ્યાના કારણે કેટલીકવાર વાલીઓએ બાળકોને દવાખાને લઈ જવું પડે છે. સ્કૂલોમાં પણ બાળકોને મોબાઇલથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવે છે, પરંતુ એક અનોખી શિક્ષણ પદ્ધતિનો વીડિયો હાલમાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

 

વાયરલ વીડિયો

આ વીડિયોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં એકઠા થયા છે. એક શિક્ષક, આંખ પર પટ્ટી બાંધીને, વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચે છે. બીજો શિક્ષક બૂમ પાડી પૂછે છે, "મૅડમને શું થયું છે?" આ મહિલા શિક્ષિકા ખુરશી પર બેસીને કહે છે કે, "હું ખૂબ જ મોબાઇલનો ઉપયોગ કરું છું," અને આ દ્વારા બાળકોને એક મજબૂત સંદેશો આપે છે.શિક્ષિકા તેના નાટકય પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે કે વધુ મોબાઇલ વાપરવાથી આંખો અને સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે. આ નવીન પદ્ધતિને બાળકો માટે કાર્યરત બનાવવામાં આવી રહી છે, જેથી તેઓ મોબાઇલથી દૂર રહી પોતાની ભણતીમાં ધ્યાન આપી શકે.

આ પણ  વાંચો -જાણો... ચંદનના વૃક્ષને સાથે કેમ વળગીને રહે છે ઝેરી સાપ?

મોબાઇલથી દૂર રાખવા શિક્ષકોનો અનોખો પ્રયાસ

મોબાઇલનો વધુ ઉપયોગ કરવાથી બાળકોમાં તેના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે, જેની વાલીઓ અને શિક્ષકો ચિંતિત છે. આ સમસ્યાને નાબૂદ કરવા માટે શિક્ષકોએ એક અનોખો અભિગમ અપનાવ્યો. આનો ઉદ્દેશ બાળકોએ મોબાઇલના આઘાતજનક પરિણામોને સમજવું અને તેને દૂર રહેવું છે.

આ પણ  વાંચો -વંદે ભારત ટ્રેનના કાચ પર કેમ હથોડો મારી રહ્યો છે આ શખ્સ? Viral Video ની સચ્ચાઈ આવી સામે

શિક્ષકોનું નાટકીય પ્રદર્શન

વિડિયોમાં એક શિક્ષક બાળકોને બતાવે છે કે કેવી રીતે વધુ મોબાઇલ વાપરવાથી મેમની આંખોમાંથી લોહી નીકળી રહ્યું છે. આ દ્રશ્ય જોઈને બાળકો ડરી જાય છે. ત્યારબાદ,શિક્ષક કે બાળકોને મોબાઇલ આપવામાં આવે છે, પણ ડરના માર્યા એક પણ બાળક તેને લેવા તૈયાર નથી.

શિક્ષકોએ બાળકોમાં મોબાઇલના નુકસાન અંગે જાગૃતિ

વિડિયા (Viral Video) ના અંતે જ્યારે એક શિક્ષક દ્વારા બાળકોને પૂછવામાં આવે છે કે તેઓ ફરી મોબાઇલ વાપરશે કે નહીં, તો બધા જ બાળકોએ ડરના કારણે ના પાડતા માથું હલાવ્યું. આ વીડિયો બતાવે છે કે કેવી રીતે શાળાના શિક્ષકોએ બાળકોમાં મોબાઇલના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.

Tags :
ChildMobileAddictionClassroomViralDigitalDetoxForKidsKidsScreenTimeMobileAddictionAwarenessMobileAddictionInChildrenParentingAndTechSchoolViralVideoScreenTimeAwarenessSocialMediaAddictionInKidsStudentViralVideoTrendingnewsViralOnCampusViralSchoolIncidentViralVideo
Next Article