Man Married Two Girls : એક દુલ્હો, બે દુલ્હન: વસીમ શેખના લગ્નની કહાણી જાણીને નવાઈ લાગશે
- કર્ણાટકમાં અનોખા લગ્ન: એક જ યુવકે બે યુવતીઓ સાથે કર્યા લગ્ન (Man Married Two Girls )
- મંડપ એક, દુલ્હો એક, પણ દુલ્હન બે: લગ્નની તસવીરો વાયરલ
- બંને દુલ્હનો અને દુલ્હો બાળપણના મિત્રો, ના કોઈ ઝઘડો, ના ડ્રામા
- ચિત્રદુર્ગના હેરાપેટ વિસ્તારમાં વસીમ શેખના લગ્ન ચર્ચાનું કેન્દ્ર
- શિફા શેખ અને જન્નત મખંદર સાથે વસીમે ભવ્ય સમારોહમાં કર્યા લગ્ન
Man Married Two Girls : તમે અત્યાર સુધીમાં ઘણી પ્રકારની લગ્નવિધિઓ જોઈ હશે. કેટલાક લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરીને ચર્ચામાં આવે છે, તો વળી કેટલાક અનોખા લગ્ન કરીને રાતોરાત વાયરલ થઈ જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કર્ણાટકના એક લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં એક જ મંડપમાં એક જ દુલ્હો બે દુલ્હનો સાથે લગ્ન કરતો જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને લોકોને આશ્ચર્ય થયું છે કે આખરે આવું કેવી રીતે શક્ય બન્યું!
એક જ યુવક સાથે બે બહેનપણીઓએ કર્યા લગ્ન (Two Wives Same Husband)
અહેવાલ મુજબ, આ અનોખા લગ્ન કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હેરાપેટ વિસ્તારમાં થયા હતા. અહીં 16 ઓક્ટોબરના રોજ વસીમ શેખ નામના યુવકે બે યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ બંને યુવતીઓ - શિફા શેખ અને જન્નત મખંદર - વસીમની બાળપણની મિત્રો હતી.
View this post on Instagram
આ ત્રણેયે માત્ર લગ્ન જ નહોતા કર્યા, પણ લગ્નનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ ત્રિપલ લગ્નમાં બંને પક્ષના પરિવારજનો પણ ખુશીથી સહભાગી થયા હતા, જે દર્શાવે છે કે આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. તસવીરોમાં બંને દુલ્હનો એકસરખા પોશાકમાં અને દુલ્હો સૂટ-બૂટમાં જોવા મળે છે, અને ત્રણેય વચ્ચેનો સંબંધ મજબૂત દેખાય છે.
હિમાચલના લગ્નની યાદ અપાવી (Polygamy in India)
આ અસામાન્ય લગ્નને જોઈને લોકોને હિમાચલમાં થયેલા એક લગ્નની યાદ આવી ગઈ હતી, જેમાં દુલ્હન એક હતી અને દુલ્હા બે હતા. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ પ્રકારના સંબંધોનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ આ લગ્ન કરનાર લોકોનું માનવું છે કે તેઓ પ્રાચીનકાળથી ચાલી આવતી સંસ્કૃતિને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાએ ભારતીય સમાજમાં લગ્ન અને સંબંધોની પરંપરાઓ પર એક નવી ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો : Viral : એક જ સવાલમાં યુવતિ મપાઇ ગઇ, યુઝર્સે લખ્યું, 'આવા લોકો ક્યાં મળે' ?


