Khan Sir : ફેમસ કોચ અને યુટયુબર ખાન સરે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી
- Khan Sir દ્વારા રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ
- આશરે 15000થી વધુ રાખડીઓ બાંધવાનો દાવો કરાયો
- સૌથી પહેલી રાખડી એક દિવ્યાંગ વિદ્યાર્થીનીએ બાંધી
- એક હોલમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉમટી પડી
Khan Sir : રક્ષાબંધન તહેવાર હિન્દુઓ પૂરતો મર્યાદિત નથી. આ તહેવારે અનેક કોમી એખલાસના દ્રશ્યો નજરે પડતા હોય છે. ગતરોજ ફેમસ કોચ અને યુટયુબર એવા ખાન સરે આશરે 15000થી વધુ વિદ્યાર્થીનીઓ પાસે રાખડી બંધાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. પીટીઆઈએ પોતાના X હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં ખાન સર પોતાનો હાથ પણ ઊંચો કરી શકતા નથી એટલી રાખડીઓ તેમના હાથ પર જોવા મળી રહી છે.
Khan Sir દ્વારા 156 વાનગીઓની વ્યવસ્થા કરાઈ
ખાન સર સાથે રક્ષાબંધનની ઉજવણી (Raksha Bandhan celebration) કરવા માટે મોટી સંખ્યમાં વિદ્યાર્થીનીઓ એકઠી થઈ હતી. રક્ષાબંધનની આ ઉજવણી માટે પટનાના એસકે મેમોરિયલ હોલને બૂક કરવામાં આવ્યો હતો. ખાન સરના હાથે રાખડી બાંધવા માટે આવેલ વિદ્યાર્થીનીઓમાંથી અનેક વિદ્યાર્થીનીઓ ઘરથી દૂર રહેતી હોય તેવી હતી. ખાન સરે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓના માનમાં એક ભવ્ય ભોજન સમારંભનું પણ આયોજન કર્યુ હતું. જેમાં તેમણે 156 વાનગીઓની વ્યવસ્થા કરી હતી.
VIDEO | Patna: Educator and Youtuber Khan Sir celebrates Raksha Bandhan with students at Khan Global Studies.
He says, “It is my good fortune that my students tie rakhi. We have to protect our rich culture. Raksha Bandhan is a festival for brother and sister. And this thread… pic.twitter.com/3w6AS6iTFS
— Press Trust of India (@PTI_News) August 9, 2025
આ પણ વાંચોઃ Viral : 'કા હો..! કા હાલ બા', સાઉથ કોરિયાના વિદ્યાર્થીઓને લાગ્યું ભોજપુરી ભાષાનું ઘેલું
હું કળિયુગમાં પણ ભાગ્યશાળી છું - Khan Sir
@PTI_News દ્વારા X પર શેર કરાયેલા વીડિયોમાં, ખાન સર વિદ્યાર્થીનીઓની ભીડ વચ્ચે હાથમાં ઘણી બધી રાખડીઓ લપેટીને જોવા મળે છે. રક્ષાબંધનની શુભેચ્છા પાઠવતા ખાન સર કહે છે કે 'આ કળિયુગમાં, હું ખૂબ ભાગ્યશાળી છું કે આટલી બધી રાખડીઓ મને બાંધવામાં આવી છે. હવે હું કેવી રીતે ઉભા થઈશ, એક માણસ આપણને પકડીને લઈ જશે. ઉપરાંત, ખાન સર તેમની બહેનોને 99 રૂપિયામાં ક્રેશ કોર્સની ભેટ આપતા અને રાખડી બાંધવાની જવાબદારી નિભાવવાની વાત કરતા જોવા મળે છે. ખાન સરે આ કાર્યક્રમમાં સૌથી પહેલી રાખડી એક દિવ્યાંગ વિદ્યાર્થીની પાસે બંધાવી હતી.
આ પણ વાંચોઃ Viral Video : માત્ર 2 રુપિયાની રાખડી કેવી રીતે 50 રુપિયાની બની જાય છે, જૂઓ આ વાયરલ વીડિયોમાં...


