Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિધાનસભામાં ધારાસભ્ય દીપડાના વેશમાં પહોંચ્યા, નવતર પ્રયોગ કરીને છવાયા

મહત્વના મુદ્દાને લઇને રાજ્યની વિધાનસભામાં NCP (શરદ પવાર)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ દ્વારા આ મુદ્દા પર રજૂ કરાયેલા ધ્યાન ખેંચવાના પ્રસ્તાવનો જવાબ આપતા, મહારાષ્ટ્રના વનમંત્રી ગણેશ નાઈકે એક આશ્ચર્યજનક ઉકેલ રજૂ કર્યો હતો. નાઈકે કહ્યું કે, તેમણે વન અધિકારીઓને જંગલોમાં મોટી સંખ્યામાં બકરીઓ છોડી દેવાની સૂચના આપી છે, જેથી દીપડા પૂરતો શિકાર શોધી શકે અને માનવ વસાહતો તરફ ન આવે.
વિધાનસભામાં ધારાસભ્ય દીપડાના વેશમાં પહોંચ્યા  નવતર પ્રયોગ કરીને છવાયા
Advertisement
  • મહારાષ્ટ્રમાં દીપડાના આતંકની અનેક ઘટનાઓ સામે આવી છે
  • ચિંતાનજક ઘટનાક્રમથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ
  • શિવસેનાના ધારાસભ્યએ અનોખી વેશભૂષા ધરીને લોકોનો પ્રશ્ન ઉઠાવ્યો
  • ધારાસભ્યના પ્રયાસનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો

MLA Sharad Sonawane Dressed like Leopard In Maharashtra : બુધવારે નાગપુરમાં મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન દીપડા અને માનવ સંઘર્ષનો મુદ્દો અચાનક કેન્દ્ર સ્થાને આવી ગયો છે. જુન્નરના શિવસેનાના ધારાસભ્ય શરદ સોનાવણે દ્વારા કરવામાં આવેલા અનોખા વિરોધને કારણે આ ઘટના બની છે. તેઓ દીપડા જેવો પોશાક પહેરીને સીધા વિધાન ભવન પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. તેમના પ્રતીકાત્મક વિરોધથી રાજ્યમાં દીપડાના વધતા આક્રમણ અને હુમલાઓ તરફ સરકારનું ધ્યાન દોરાયું છે. સોનાવણેએ કહ્યું કે, રાજ્યના ઘણા વિસ્તારોમાં દીપડાની વધતી જતી પ્રવૃત્તિએ ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી છે, અને આ વાતને લઇને સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

વનમંત્રીએ અનોખો પ્રસ્તાવ સૂચવ્યો

રાજ્ય વિધાનસભામાં NCP (શરદ પવાર)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ દ્વારા આ મુદ્દા પર રજૂ કરાયેલા ધ્યાન ખેંચવાના પ્રસ્તાવનો જવાબ આપતા, મહારાષ્ટ્રના વનમંત્રી ગણેશ નાઈકે એક આશ્ચર્યજનક ઉકેલ રજૂ કર્યો હતો. નાઈકે કહ્યું કે, તેમણે વન અધિકારીઓને જંગલોમાં મોટી સંખ્યામાં બકરીઓ છોડી દેવાની સૂચના આપી છે, જેથી દીપડા પૂરતો શિકાર શોધી શકે અને માનવ વસાહતો તરફ ન આવે.

Advertisement

એક કરોડ રૂપિયાનું વળતર

વનમંત્રીએ કહ્યું, "જો દીપડાના હુમલામાં ચાર લોકોના મોત થાય છે, તો રાજ્ય સરકારે એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. તેથી, મેં અધિકારીઓને કહ્યું કે વળતરનું વિતરણ કરવાને બદલે, એક કરોડ રૂપિયાના બકરાને જંગલમાં છોડી દેવાનું વધુ સારું રહેશે જેથી દીપડા ગામડાઓની નજીક ન આવે."

Advertisement

સત્ર ગરમાયું

વનમંત્રીના આ નિવેદન અને સોનાવણેના અનોખા વિરોધથી સત્ર દરમિયાન વાતાવરણ ગરમાયું હતું. રાજ્યમાં દીપડા-માનવ સંઘર્ષની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, હવે બધાની નજર સરકારના આગામી પગલાં પર છે.

આ પણ વાંચો ------  સાંસદ શશિ થરૂરે વીર સાવરકર એવોર્ડ લેવાનો કર્યો ઇનકાર, જાણો શું કારણ આપ્યું

Tags :
Advertisement

.

×