ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સ્ટંટનો અંત ભયાનક! કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, જુઓ Video

Car Stunt : મહારાષ્ટ્રના સતારા જિલ્લાની પાટણ તાલુકા નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોજમસ્તી અને એડવેન્ચરની ઈચ્છામાં એક યુવકે કાર સાથે stunt કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ શોખે તેનું જીવન જોખમમાં નાખી દીધું. યુવકે કાર પરનો કાબૂ ગુમાવતા, કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ.
11:25 AM Jul 11, 2025 IST | Hardik Shah
Car Stunt : મહારાષ્ટ્રના સતારા જિલ્લાની પાટણ તાલુકા નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોજમસ્તી અને એડવેન્ચરની ઈચ્છામાં એક યુવકે કાર સાથે stunt કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ શોખે તેનું જીવન જોખમમાં નાખી દીધું. યુવકે કાર પરનો કાબૂ ગુમાવતા, કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ.
Maharashtra dangerous car stunt accident Video Viral

Car Stunt : મહારાષ્ટ્રના સતારા જિલ્લાની પાટણ તાલુકા નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોજમસ્તી અને એડવેન્ચરની ઈચ્છામાં એક યુવકે કાર સાથે stunt કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ શોખે તેનું જીવન જોખમમાં નાખી દીધું. યુવકે કાર પરનો કાબૂ ગુમાવતા, કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ. આ ભયાનક દુર્ઘટનાનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકોમાં આ ઘટના અંગે ભારે ચર્ચા થઈ રહી છે.

ક્યાં બની ઘટના?

આ દુર્ઘટના પાટણ-સદવઘપુર-તરલે રોડ પર આવેલા મ્હવાશી ગામના ગુજરવાડી ઘાટ નજીક બની હતી. મળતી માહિતી મુજબ, સ્ટંટ કરતી વખતે વ્યક્તિએ કાર પરનો કાબુ ગુમાવ્યો અને તે કાર સાથે 300 ફૂટ નીચે ખાઈમાં પડી ગયો. ઘટનાની અસર એટલી ગંભીર હતી કે યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા યુવકની ઓળખ સાહિલ અનિલ જાધવ (ઉમર 20) તરીકે કરવામાં આવી છે, જે કપિલ ગોલેશ્વર, તાલુકા કરહડનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે પોતાના મિત્રો સાથે પાટણ તાલુકામાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ સદાવ્પુર ટેબલ પોઈન્ટની મુલાકાતે આવ્યો હતો.

ફોટા પાડવાના શોખમાં બન્યો અકસ્માત

ઘટનાના સમયે સાહિલના મિત્રો ટેબલ પોઈન્ટ પર અલગ-અલગ જગ્યાએ ફોટા ખેંચવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન, સાહિલ કારમાં બેસીને ફોટો પોઝ આપી રહ્યો હતો. જ્યારે તેણે કારને રીવર્સ કરી ફરી વાળવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક કારનું બ્રેક ફેલ થયું અને કાર ઘાસવાળી જમીન પર લપસી ગઈ. કાર સીધી ટેકરીમાંથી 300 ફૂટ ઊંડે ખીણમાં જઈ પડતાં ઘમાસાણ દુર્ઘટના બની ગઈ.

સમયસર મદદથી બચાવ

ઘટનાની જાણ થતાં નજીકના વિસ્તારમાં પોલીસ તાલીમ લઈ રહેલા કેડેટ્સ અને બચાવદળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં. જ્યા ઘણા પ્રયાસો બાદ ઘાયલ સાહિલને ખીણમાંથી બહાર કાઢવામાં સફળતા મળી. તેના પછી તેને તાત્કાલિક કાન્હાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ સારવાર ચાલી રહી છે.

વીડિયો વાયરલ, લોકોમાં ચિંતા

આ ઘટના અને તેનું વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વીડિયો જોઈને લોકો સ્ટંટ અને ફોટોશૂટ માટે જીવ જોખમમાં ન મૂકવાની સલાહ આપી રહ્યા છે. વળી, સાવચેતી ન લેવાય તો આવા પરિસ્થિતિ જીવલેણ બની શકે છે, એ હકીકત પણ ફરીવાર બહાર આવી છે.

આ પણ વાંચો :  Car on Railway Track : તેલંગાણામાં એક યુવતીએ રેલવે ટ્રેક પર 7 કિમી સુધી કાર ચલાવી, 15 ટ્રેનો ડાયવર્ટ કરવી પડી

Tags :
300 feet car fallAccidentCar Accident due to stuntcar fell into ditchCar Stuntcar video viraldangerous stunt Video ViralGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHardik ShahMaharashtraMaharashtra Car AccidentPatan Taluka accidentSataraSatara car stunt accidentSocial media viral stunt failStuntstunt AccidentStunt accident viral videoStunt gone wrong IndiaTable Pointviral videoYouth injured in car stunt
Next Article