290 KM સુધી નશામાં ધૂત વ્યક્તિએ ટ્રેનના પૈડાં વચ્ચે લટકીને મુસાફરી માણી, જુઓ Video
- 290 કિલોમીટર સુધીનો પ્રવાસ ટ્રેનના પૈડાં વચ્ચે લટકીને કર્યો
- કર્મચારીઓએ તાત્કાલિક આરપીએફને ઘટનાસ્થળે બોલાવી
- નશાની હાલતમાં અને ટ્રેનની નીચે દોરા વડે લટકતો હતો
Man Travels 290 Km Hanging Under Train : આ આધુનિક યુગમાં સોશિયલમ મીડિયાથી દરેક માનવી પ્રભાવિત થઈ રહ્યા છે. તેના કારણે સોશિયલ મીડિયા માટેના મુખ્ય પાયારૂપ ગણાતા પ્લેટફોર્મ પર અનેક એવી વીડિયો અને ફોટો શેર કરવામાં આવે છે. જેના કારણે ગણતરીના દિવસોમાં આ લોકો નામના મેળવે છે. પરંતુ આ નામના અમુકવાર માત્ર નિશ્ચિત સમય પૂરતી સાબિત થાય છે. તો બીજી તરફ અનેક એવા વીડિયો અને ફોટો સામે આવતા હોય છે. જે આપણને સ્તબ્ધ કરી મૂકે છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળે છે.
290 કિલોમીટર સુધીનો પ્રવાસ ટ્રેનના પૈડાં વચ્ચે લટકીને કર્યો
તો મધ્યપ્રદેશના જબલપુરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં દાનાપુર એક્સપ્રેસના કોચ નીચે એક વ્યક્તિ છુપાયેલો મળી આવ્યો હતો. તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે તેણે ઈટારસીથી જબલપુર આશરે 290 કિલોમીટર સુધીનો આખો પ્રવાસ ટ્રેનની બોગી નીચે અને પૈડાં વચ્ચે લટકાવીને કર્યો હતો. જબલપુર રેલ્વે સ્ટેશન પાસે રોલિંગ ટેસ્ટ દરમિયાન કેરેજ અને વેગન વિભાગના કર્મચારીઓએ આ વ્યક્તિને પકડી પાડ્યો હતો. તો સ્ટાફ કર્મચારીઓ નિયમિત રીતે કોચની અંડર-ગિયર તપાસ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: Santa Claus એ વિદેશમાં હરે રામ હરે કૃષ્ણના સૂર છેડ્યા, જુઓ Video
#WATCH | MP: Man Travels Between Wheels Of Danapur Express, Caught During Inspection In Jabalpur#Jabalpur #MadhyaPradesh #MPNews pic.twitter.com/1VEoeUOeCe
— Free Press Madhya Pradesh (@FreePressMP) December 26, 2024
કર્મચારીઓએ તાત્કાલિક આરપીએફને ઘટનાસ્થળે બોલાવી
ત્યારે તેઓએ S4 કોચની નીચે ટ્રોલીમાં એક માણસને બેસેલો જોયો હતો. ત્યારે તેણે ઇટારસીથી ટ્રેનમાં આ રીતે બેસ્યો હોવાનું જણાવ્યું છે. દાનાપુર એક્સપ્રેસમાં C&W વિભાગના કર્મચારીઓ દ્વારા નિયમિત અંડર ગિયર ચેકઅપ દરમિયાન કર્મચારીઓ આ જોયને ચોંકી ગયા હતા. આ જોઈને કર્મચારીઓએ તાત્કાલિક આરપીએફને ઘટનાસ્થળે બોલાવી હતી.
નશાની હાલતમાં અને ટ્રેનની નીચે દોરા વડે લટકતો હતો
આરપીએફ અધિકારીઓએ વ્યક્તિને બહાર કાઢીને અને કસ્ટડીમાં લીધો હતો. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ નશાની હાલતમાં અને ટ્રેનની નીચે દોરા વડે લટકતો દેખાય છે. તે વ્યક્તિ ક્યાંનો છે અથવા તે ટ્રેનની ટ્રોલીમાં કેવી રીતે પ્રવેશ્યો તે સ્પષ્ટ નથી, પરંતુ તેણે ઇટારસીથી ટ્રેનમાં ચડ્યા હોવાનું કબૂલ્યું હતું.
આ પણ વાંચો: Wandi Wang નો વીડિયો જોઈને બાળપણની યાદો તાજી થઈ જશે


