MrBeast record: દુનિયાનો સૌથી મોટો યુટ્યુબર, જે દર કલાકે કમાય છે ₹50 લાખ
- મિસ્ટર બીસ્ટના યુટ્યુબ ચેનલે પર 40 કરોડ સબસ્ક્રાઈબર્સનો આંકડો પાર
- આ સિદ્ધિ બદલ યુટ્યુબે તેમને એક ખાસ પ્રકારનું પ્લે બટન આપ્યું
- મિસ્ટર બીસ્ટે ભારતીય મ્યુઝિક જાયન્ટ T-Seriesને પાછળ છોડી દીધુ
MrBeast record: શું કોઈ યુટ્યુબર દર કલાકે રૂ50 લાખની કમાણી કરી શકે છે? શું કોઈ પોતાના સબસ્ક્રાઈબર્સને ટેસ્લા કાર, લક્ઝરી આઈલેન્ડ અથવા 40 ગાડીઓ ગિફ્ટ કરી શકે છે? આ બધું કાલ્પનિક નથી, પણ અમેરિકાના યુટ્યુબર જીમી ડોનાલ્ડસન એટલે કે મિસ્ટર બીસ્ટ (MrBeast) માટે હકીકત છે. તાજેતરમાં જ તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે દુનિયાના કોઈ યુટ્યુબર માટે અશક્ય લાગતો હતો.
મિસ્ટર બીસ્ટના યુટ્યુબ ચેનલે તાજેતરમાં 40 કરોડ સબસ્ક્રાઈબર્સનો આંકડો પાર કરી લીધો છે. આ સિદ્ધિ બદલ યુટ્યુબે તેમને એક ખાસ પ્રકારનું પ્લે બટન આપ્યું છે, જે અત્યાર સુધી કોઈને મળ્યું નથી. આનાથી પણ મોટી વાત એ છે કે જૂન 2024માં તેણે ભારતીય મ્યુઝિક જાયન્ટ T-Seriesને પાછળ છોડી દીધી, જે 2019થી સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવતો ચેનલ હતો. એક વ્યક્તિગત કન્ટેન્ટ ક્રિએટરનું આટલી મોટી કંપનીથી આગળ નીકળી જવું એ ઇન્ટરનેટના ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન સાબિત થયો છે.
400,000,000 Subscriber Play Button! Thank you YouTube ❤️ pic.twitter.com/PNcGRPgTRy
— MrBeast (@MrBeast) July 29, 2025
MrBeast record: સંઘર્ષભરી શરૂઆતથી સફળતાની ટોચ સુધી
7 મે 1998ના રોજ અમેરિકાના કંસાસમાં જન્મેલા જીમીની શરૂઆત સરળ નહોતી. તે ભણવામાં સામાન્ય હતા, પરંતુ યુટ્યુબ અને ગેમિંગમાં તેમને ઊંડો રસ હતો. 12 વર્ષની ઉંમરે જ્યારે તેમણે કેમેરાની માંગણી કરી, ત્યારે તેમની માતાએ તેમને ઠપકો આપ્યો, કારણ કે તેઓ યુટ્યુબને સમયનો બગાડ માનતા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જ્યારે જીમીએ કૉલેજ છોડીને યુટ્યુબ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું, ત્યારે તેમની માતાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. 2012માં શરૂ થયેલી તેમની યુટ્યુબ સફર શરૂઆતના પાંચ વર્ષ સુધી અજાણી રહી. 2017માં, તેમણે એક વીડિયો અપલોડ કર્યો જેમાં તેઓ 40 કલાક સુધી ગણતરી કરી રહ્યા હતા, જે વાયરલ થયો અને ત્યાંથી જ મિસ્ટર બીસ્ટના સફળતાનો પ્રારંભ થયો.
MrBeast record: સબસ્ક્રાઈબર્સને આશ્ચર્યચકિત કરવાની અનોખી રીત
મિસ્ટર બીસ્ટના વીડિયોઝ માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી, પરંતુ સરપ્રાઈઝથી ભરેલા હોય છે. તેમણે તેમના 4 કરોડમા સબસ્ક્રાઈબરને એકસાથે 40 લક્ઝરી ગાડીઓ ગિફ્ટ કરી, જેમાં પોર્શે, ટેસ્લા અને BMW જેવી કાર્સનો સમાવેશ થતો હતો. આ ગિફ્ટની શરત એ હતી કે તેણે આ કાર્સ 24 કલાકમાં બીજાને દાન કરવી પડે, અને પછી તેને એક કસ્ટમ ટેસ્લા કાર આપવામાં આવી. આવી જ રીતે 10 કરોડમા સબસ્ક્રાઈબરને તેમણે એક આઇલેન્ડ ભેટમાં આપ્યું હતું. આ અનોખી ગિફ્ટ્સને કારણે તે માત્ર યુટ્યુબર જ નહીં, પણ એક રિયાલિટી શો સ્ટાર અને વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઓળખાય છે.
MrBeast record: કમાણી, દાન અને બિઝનેસ એમ્પાયર
આજે મિસ્ટર બીસ્ટ એક યુટ્યુબર કરતાં પણ વધુ છે. તેઓ એક સફળ ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિ પણ છે. 2020માં, તેમણે 100 લોકોને લગભગ રૂ87 કરોડનું દાન આપ્યું હતું. તેમણે #TeamTrees અભિયાન હેઠળ 20 કરોડ વૃક્ષો લગાવવાનું લક્ષ્ય પણ પૂરું કર્યું છે, અને તેમની પહેલથી આજે 20 લાખ લોકોને ચોખ્ખું પાણી પણ મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમની કુલ સંપત્તિ રૂ8750 કરોડ જેટલી છે. તેઓ એક BMW i8 જેવી કાર બિટકોઈનથી ખરીદી ચૂક્યા છે. તેમની પાસે 5 યુટ્યુબ ચેનલો છે, જેમ કે MrBeast Gaming (4.9 કરોડ), Beast Philanthropy (2.8 કરોડ), Beast Reacts (3.6 કરોડ) અને MrBeast 2 (5.1 કરોડ સબસ્ક્રાઈબર્સ), જેનાથી તેમની કમાણી સતત વધી રહી છે.
આ પણ વાંચો: Raksha Bandhan 2025: છોકરામાંથી છોકરી બનેલ Anaya Bangarએ પણ ઉજવી રક્ષાબંધન, નાના ભાઈને બાંધી રાખડી


