Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

#BoycottAliaBhatt ટ્રેન્ડમાં છે? આલિયા ભટ્ટની ડાર્લિંગ્સની રિલીઝ પહેલા નેટિજન્સનો રોષ

આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' બાદ નેટીઝન્સ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'ડાર્લિંગ'નો બહિષ્કાર કરી રહ્યા છે. બોયકોટ આલિયા ભટ્ટ (#BoycottAliaBhatt) હાલમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આલિયાની ફિલ્મ 'ડાર્લિંગ' આવતી કાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર  સ્ટ્રીમ થવા જઈ રહી છે. ફિલ્મ રીલિઝના એક દિવસ પહેલા જ એવું શું થયું કે સોશિયલ મીડિયા પર લોકો વિરોધ કરી રહ્યા છે. જો તમે પણ #BoycottAliaBhat ના ટ્રેન્ડ પાછળનું à
 boycottaliabhatt ટ્રેન્ડમાં છે  આલિયા ભટ્ટની ડાર્લિંગ્સની રિલીઝ પહેલા નેટિજન્સનો રોષ
Advertisement
આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' બાદ નેટીઝન્સ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'ડાર્લિંગ'નો બહિષ્કાર કરી રહ્યા છે. બોયકોટ આલિયા ભટ્ટ (#BoycottAliaBhatt) હાલમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આલિયાની ફિલ્મ 'ડાર્લિંગ' આવતી કાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર  સ્ટ્રીમ થવા જઈ રહી છે. ફિલ્મ રીલિઝના એક દિવસ પહેલા જ એવું શું થયું કે સોશિયલ મીડિયા પર લોકો વિરોધ કરી રહ્યા છે. જો તમે પણ #BoycottAliaBhat ના ટ્રેન્ડ પાછળનું કારણ જાણવા માગો છો, તો અમે તમને જણાવીએ છીએ કે તેનું કારણ શું છે.
આલિયા ભટ્ટનો બહિષ્કાર કરવાની માંગ વાસ્તવમાં વધી રહી છે કારણ કે લોકો કહે છે કે 'ડાર્લિંગ' ફિલ્મમાં પુરુષો વિરુદ્ધ ઘરેલુ હિંસાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જે ખોટું છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રીલિઝ થયું હતું, જેમાં બતાવવામાં આવ્યું છે કે આલિયા બદલો લેવા તેના પતિને મારી નાખે છે, ત્યારબાદ નેટીઝન્સ તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને આલિયાના બહિષ્કારની માંગ કરી રહ્યા છે. જો ફિલ્ડામ ર્લિંગ્સની વાત કરીએ તો આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે આલિયા તેના પતિ વિજય વર્માનું અપહરણ કરીને બદલો લે છે. તે તેના પતિનું અપહરણ કરીને તે જ કરે છે જે તેના પતિએ તેની સાથે કર્યું છે. ટ્રેલરમાં, આલિયા તેના પતિને પેનથી ફટકારે છે, તેના ચહેરા પર પાણી ફેંકે છે અને તેનો ચહેરા પર પાણી નાખે છે.
એક ટ્વિટર યુઝરે લખ્યું- 'ડાર્લિંગ' જેવી ગેરસમજવાળી ફિલ્મ બનાવવા માટે દરેકને #BoycottAliaBhatt કરવો જોઈએ. પુરુષો સામે ઘરેલું હિંસા બોલિવૂડ માટે મજાક સમાન છે. દયનીય.'
અન્ય એક યુઝરે લખ્યું- 'અમે પુરુષો વિરુદ્ધ ઘરેલુ હિંસા સહન નહીં કરીએ. પુરુષો સામે ડીવી કોઈ મજાક નથી. 

અન્ય યુઝરે લખ્યું #BoycottAliaBhatt જે પુરુષો પર DVનો પ્રચાર કરી રહ્યા છે. જો આજ માંજ લિંગ બદલાયું હોત તો કલ્પના કરો! 
ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મ 'ડાર્લિંગ'માં આલિયા અને વિજયની સાથે શેફાલી શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે, જેમાં આલિયા અને શેફાલી શાહ માતા-પુત્રીની જોડી તરીકે જોવા મળશે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં તેના પતિના અત્યાચાર સામે લડતી જોવા મળશે.
Advertisement
Tags :
Advertisement

.

×