Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં મહિલાએ રણચંડી બનીને જાહેરમાં યુવકને મેથીપાક ચખાડ્યો, જુઓ વિડીયો

સુરતમાં રોમિયોની જાહેરમાં ધોલાઇ કરતા ખળભળાટ મચી ગયો હતો. જાહેરમાં મહિલાએ એક યુવકને ચપ્પલ વડે ધોલાઇ કરી હતી અને ત્યાં હાજર રહેલા લોકોએ તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો. આ વિડીયો વાયરલ થતાં લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી હતી. સુરતમાં મહિલાએ એક રોમિયો યુવકની જાહેરમાં ધોલાઇ કરી હતી. શહેરના ગોડાદર વિસ્તારમાં મંગલ પાંડે રોડ પાસેની આ ઘટના હોવાનું જાણવા મળે છે. એક મહિલાની ત્યાં ઉભા રહà
સુરતમાં મહિલાએ રણચંડી બનીને જાહેરમાં યુવકને મેથીપાક ચખાડ્યો  જુઓ વિડીયો
Advertisement
સુરતમાં રોમિયોની જાહેરમાં ધોલાઇ કરતા ખળભળાટ મચી ગયો હતો. જાહેરમાં મહિલાએ એક યુવકને ચપ્પલ વડે ધોલાઇ કરી હતી અને ત્યાં હાજર રહેલા લોકોએ તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો. આ વિડીયો વાયરલ થતાં લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી હતી. 
સુરતમાં મહિલાએ એક રોમિયો યુવકની જાહેરમાં ધોલાઇ કરી હતી. શહેરના ગોડાદર વિસ્તારમાં મંગલ પાંડે રોડ પાસેની આ ઘટના હોવાનું જાણવા મળે છે. એક મહિલાની ત્યાં ઉભા રહેલા યુવકે છેડતી કરી હતી જેથી ઉશ્કેરાયેલી મહિલા રણચંડી બની હતી અને યુવકને મેથીપાક ચખાડ્યો હતો. 
મહિલા આ યુવક પર ગુસ્સે થઇ ગઇ હતી અને તેની પર ચંપલ લઇને તૂટી પડી હતી. મહિલાએ યુવકની ચંપલ લઇને ધોલાઇ કરી હતી. યુવક પણ માર ખાતો રહ્યો હતો. ઘટનાના પગલે લોકોનું ટોળુ ભેગું થઇ ગયું હતું. કેટલાક લોકોએ આ ઘટનાનો પોતાના મોબાઇલ ફોનમાં વિડીયો ઉતારી લીધો હતો અને વાયરલ કર્યો હતો. સોશિયલ મિડીયામાં આ વિડીયો વાયરલ થતાં લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. જુઓ વિડીયો 
Tags :
Advertisement

.

×