પ્રેમાનંદ મહારાજને મળવા પલાશ મુચ્છલ વૃંદાવન પહોંચ્યા: લગ્ન અંગે પૂછ્યો સવાલ?
- પલાશ મુચ્છલ સ્મૃતિ મંધાના સાથેના લગ્ન વિવાદ વચ્ચે વૃંદાવન પહોંચ્યા (Palash Muchhal Premand Maharaj)
- તેમણે આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી
- પલાશની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ
- સ્મૃતિના ભાઈએ 7 ડિસેમ્બરની લગ્નની નવી તારીખની અફવાને ફગાવી
- પલાશની માતાએ કહ્યું કે લગ્ન ટાળવાનો નિર્ણય પહેલા પલાશે જ લીધો હતો
Palash Muchhal Premand Maharaj : ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલના લગ્નની તારીખ ટળી જતાં ચાહકો મૂંઝવણમાં મુકાયા છે. લગ્નની તારીખ (૨૩ નવેમ્બર)ના રોજ અચાનક સ્મૃતિના પિતાની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. જોકે, આ સમાચાર તરત જ વાયરલ થયા બાદ હવે સ્ટોરીમાં એક અણધાર્યો વળાંક આવ્યો છે!
પિતાની નાદુરસ્ત તબિયતના સમાચાર આવતાની સાથે જ, સોશિયલ મીડિયા પર પલાશ વિરુદ્ધ ‘ચીટિંગ’ની અફવાઓનું બજાર ગરમ થઈ ગયું. આ અફવાઓને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે સ્મૃતિએ પોતાના લગ્ન સંબંધિત તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી. એટલું જ નહીં, તેમની ભારતીય ટીમની સાથી ખેલાડીઓએ પણ પોતાની પોસ્ટ્સ હટાવી દીધી, જેના કારણે લોકોને લાગ્યું કે ‘કંઈક ગરબડ છે.’
સ્મૃતિએ પોસ્ટ ડિલીટ કરતાં અફવાઓ તેજ થઈ (Palash Muchhal Premand Maharaj)
‘ચીટિંગ વિવાદ’ની આ અફવાઓમાં વેડિંગ કોરિયોગ્રાફર નંદિકા દ્વિવેદી અને ગુલનાઝ ખાનને પણ ઘસડવામાં આવ્યા, જેનાથી આ અટકળો વધુ ઝડપથી ફેલાવા લાગી. જોકે, આ બધા વિવાદો વચ્ચે આ કપલ અને તેમના પરિવારના સભ્યોએ મૌન સેવી રાખ્યું છે.
પલાશ મુચ્છલ પહોંચ્યા વૃંદાવન (Palash Muchhal Premand Maharaj)
આ બધા હોબાળા વચ્ચે, સંગીતકાર પલાશ મુચ્છલ આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજને મળવા માટે વૃંદાવન પહોંચ્યા હતા. હાથ જોડીને, સફેદ શર્ટ અને બ્લેક જેકેટ પહેરેલા પલાશની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એરપોર્ટ પર દેખાયા બાદ, આ તેમની બીજી પબ્લિક અપીયરેન્સ હતી.
શું આશ્રમ પહોંચવા દરમિયાન પલાશ મુચ્છલને સ્મૃતિ મંધાના સાથેના લગ્ન અંગે કોઈ સવાલ પૂછવામાં આવ્યો હતો? આ અંગે હાલમાં કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. મુલાકાત દરમિયાન શું વાતચીત થઈ તેની પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.
7 ડિસેમ્બરની અટકળો પર ભાઈએ મૂક્યો વિરામ
તાજેતરમાં એવી પણ અફવા ફેલાઈ હતી કે હવે લગ્ન 7 ડિસેમ્બરના રોજ યોજાશે. જોકે, સ્મૃતિના ભાઈ શ્રવણ મંધાનાએ આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે "મને આ અફવાઓ વિશે કોઈ માહિતી નથી. હાલમાં, લગ્ન હજુ પણ ટાળી દેવામાં આવ્યા છે."
માતાએ કર્યો બચાવ: ‘પલાશે જ લગ્ન ટાળવાનો નિર્ણય લીધો હતો’
દરમિયાન, પલાશની માતાએ પોતાના પુત્રનો બચાવ કર્યો છે. તેમનું કહેવું છે કે સ્મૃતિના પિતાની તબિયત જોઈને પલાશ પણ બીમાર પડી ગયા હતા, કારણ કે તેઓ સ્મૃતિના પિતાની ખૂબ નજીક હતા. તેમણે તો ત્યાં સુધીનો દાવો કર્યો છે કે લગ્ન ટાળવાનો નિર્ણય પહેલાં પલાશે જ લીધો હતો, સ્મૃતિએ નહીં. આ તમામ અટકળો અને સ્પષ્ટતાઓ વચ્ચે, કપલના મૌનને કારણે રહસ્ય વધુ ઘેરું બની ગયું છે.
આ પણ વાંચો : ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિ કોને મળશે? બે ભાગમાં વહેંચાયેલા પરિવારમાં વારસદાર કોણ?