Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Shayari: ‘लगाकर दिल में आग तुमने...’ પાણીપુરી વાળા દીપકની શાયરીએ ઇન્ટરનેટમાં મચાવી ધૂમ

Viral Shayari: સોશિયલ મીડિયાના કારણે અત્યારે દરેક વસ્તુ વાયરલ થઈ જતી હોય છે. ઇન્સ્ટાગ્રામમાં અત્યારે એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં ખુબ જ સુંદર અને હાસ્યાસ્પદ ફોટો વાયરલ થયો છે.
viral shayari  ‘लगाकर दिल में आग तुमने   ’ પાણીપુરી વાળા દીપકની શાયરીએ ઇન્ટરનેટમાં મચાવી ધૂમ
Advertisement
  1. પાણીપુરી વેચનાર વ્યક્તિએ પોતાની લારી પર આવી શાયરી લખી
  2. આ શાયરી થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ
  3. લોકો સોશિયલ મીડિયા પર 'દીપક'ને શોધવા લાગ્યા

Viral Shayari: સોશિયલ મીડિયાના કારણે અત્યારે દરેક વસ્તુ વાયરલ થઈ જતી હોય છે. ઇન્સ્ટાગ્રામમાં અત્યારે એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં ખુબ જ સુંદર અને હાસ્યાસ્પદ ફોટો વાયરલ થયો છે. ફોટોમાં દીપક નામના વ્યક્તિઓને વધારે ફેમસ કરવામાં આવી રહ્યાં છે. વાત એવી છે કે, એક પાણીપુરીની લારી વાળાએ પોતાનું પ્રમોશન એવી રીતે કર્યું કે, અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો, પાણીપુરીવાળાએ પોતાની લારી પર એક શાયરી લખીને લોકોને પાણીપુરી ખાવા માટે આકર્ષિત કર્યાં છે.

આ પણ વાંચો: Video: પોલીસ ચોકી ઇન્ચાર્જે વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો, જુઓ Viral Video

Advertisement

શાયરીના કારણે દીપકના નામના વ્યક્તિએ થઈ ગયા ફેમસ

આ શાયરીમાં પાણીપુરીવાળાએ પોતાનું નામ પણ લખ્યું છે. શાયરી એવી છે કે, ‘लगाकर दिल में आग तुमने ये खेल खेला है..कोई पूछे तो बता देना कि ये दीपक का ठेला है’ અત્યારે આ પોસ્ટને લોકો વાયરલ કરીને દીપકને ટેગ કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ દીપકની લારી અત્યારે ભારતભરમાં શેર થઈ રહીં

Advertisement

છે. જે પણ લોકો અહીં આવે છે તે આ વાંચીને તેનો ફોટો પાડે છે અને સોશિયલ મીડિયમાં #Dipak લખીને પોસ્ટ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Google પરથી ખબર પડી બોયફ્રેન્ડની અસલીયત, ચોંકી ગઈ મહિલા, ઓનલાઈન થઈ હતી મુલાકાત

લોકો આ પોસ્ટમાં 'દીપક' નામના મિત્રોને ટેગ કરી રહ્યા છે

આ વાયરલ તસવીરમાં, સૌ પ્રથમ તમે અંગ્રેજીમાં 'પાણીપુરી', 'આલૂ ટિક્કી' લખેલા શબ્દો જોવા મળે છે. આ પછી એક ખૂબ જ પ્રભાવશાળી શાયરી લખી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે, જેને ઇન્ટરનેટ યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત, જ્યારે કેટલાક લોકો મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે, ત્યારે કેટલાક ટિપ્પણી વિભાગમાં 'દીપક' નામના મિત્રોને ટેગ કરી રહ્યા છે. સારું, તમે આ કવિતા દીપક સાથે પણ શેર કરી શકો છો, અથવા આ વાર્તા તેની સાથે શેર કરી શકો છો.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×