ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પોપટ પણ નીકળ્યો સ્માર્ટફોનનો બંધાણી, YouTube પર સ્ક્રોલ કરતો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક પોપટનો વીડિયો વાયરલ થયો છે, જે સ્માર્ટફોનનો બંધાણી બની ગયો છે. આ પોપટ પોતાની ચાંચથી ફોન ઑપરેટ કરીને YouTube ખોલે છે. વીડિયોમાં પોપટને જાહેરાત સ્ક્રોલ કરીને પોતાનો મનપસંદ કન્ટેન્ટ જાતે પસંદ કરતો જોઈ શકાય છે. આ પોપટની હોશિયારી જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત છે અને વીડિયોને ૨૧ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
12:07 PM Nov 27, 2025 IST | Mihirr Solanki
સોશિયલ મીડિયા પર એક પોપટનો વીડિયો વાયરલ થયો છે, જે સ્માર્ટફોનનો બંધાણી બની ગયો છે. આ પોપટ પોતાની ચાંચથી ફોન ઑપરેટ કરીને YouTube ખોલે છે. વીડિયોમાં પોપટને જાહેરાત સ્ક્રોલ કરીને પોતાનો મનપસંદ કન્ટેન્ટ જાતે પસંદ કરતો જોઈ શકાય છે. આ પોપટની હોશિયારી જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત છે અને વીડિયોને ૨૧ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Parrot Using Smartphone Video :  આજકાલ સ્માર્ટફોનનું વ્યસન (Phone Addiction) લગભગ દરેક વ્યક્તિને છે. બાળકો હોય કે મોટા, બધા જ સતત ફોનમાં વ્યસ્ત રહે છે. પરંતુ જો આ લત મનુષ્યો ઉપરાંત કોઈ પક્ષીને લાગી જાય તો શું થાય? હાલ સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેણે નેટિઝન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પોપટની દીવાનગી જોવા મળી રહી છે. આ પોપટ જમીન પર રાખેલા એક મોબાઈલને જોવામાં સંપૂર્ણપણે મશગૂલ છે. આ પોપટ માત્ર ફોન જોઈ જ નથી રહ્યો, પણ પોતાની ચાંચ વડે ફોનને ઑપરેટ પણ કરી રહ્યો છે.

વીડિયોમાં તમે જોશો કે સ્ક્રીન પર નોટિફિકેશન્સ આવતાં જ પોપટ ચાંચથી બેક બટન દબાવીને બહાર નીકળે છે. ત્યારબાદ તે મેન્યુ બારને સ્લાઇડ કરે છે. આટલું કર્યા પછી, તે સીધો YouTube આઇકન પર ક્લિક કરીને પોતાનો મનપસંદ વીડિયો ખોલે છે.

વીડિયો ન ગમ્યો તો જાતે કર્યો સ્ક્રોલ!  (Parrot Using Smartphone Video)

આ પોપટની હોશિયારી અહીં જ પૂરી થતી નથી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે તેને કોઈ વીડિયો પસંદ ન આવે, ત્યારે તે પોતાની ચાંચથી સાઇડમાં સ્ક્રોલ કરીને બીજો વીડિયો લગાવે છે, જે કોઈ અન્ય પોપટનો વીડિયો હોય છે. પોતાનો મનપસંદ કન્ટેન્ટ જોઈને પોપટ ખુશીથી કંઈક બોલે પણ છે.

વળી, વીડિયો જોતી વખતે વચ્ચે જાહેરાત (Ad) આવી જાય, તો પોપટ જાહેરાતને સ્ક્રોલ કરીને પોતાનો મનપસંદ વીડિયો ફરીથી પસંદ કરી લે છે. આ પોપટ એટલો હોશિયાર બની ગયો છે કે તેને ફોનના તમામ ફંક્શન્સની જાણ છે. જેમ કે, ક્યાંથી બેક કરવું, ક્યાંથી ઍપ શોધવી અને કેવી રીતે વીડિયો ચલાવવો. નેટિઝન્સ આ પોપટને જોઈને કહી રહ્યા છે કે, ‘આ તો બહુ સ્માર્ટી નીકળ્યો!’

21 લાખથી વધુ વખત જોવાયો વીડિયો

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @djanushvlog નામથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં 21 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે. આ પોપટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : viral video: દુલ્હન જાન લઈને વરરાજાના ઘરે પહોંચી, અનોખા લગ્ન જોઈ લોકો દંગ!

Tags :
Animal IntelligenceParrotPet ParrotSmart BirdSmartphone addictionSocial Media Trendviral videoyoutube
Next Article