Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોર્ન સ્ટારે પોસ્ટ કર્યા ન્યૂડ ફોટા, Instagram એકાઉન્ટ બંધ કરવા પર Meta પર ભડ્ક્યુ કોર્ટ

એડલ્ટ સ્ટાર એસ્પેરાંઝા ગોમેઝના કેસમાં કોલંબિયાની કોર્ટે મેટાની આકરી ટીકા કરી. કોર્ટે જણાવ્યું કે મેટાએ અભિવ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે.
પોર્ન સ્ટારે પોસ્ટ કર્યા ન્યૂડ ફોટા  instagram એકાઉન્ટ બંધ કરવા પર meta પર ભડ્ક્યુ કોર્ટ
Advertisement
  • ઈન્સ્ટાગ્રામે પોર્નસ્ટારનું એકાઉન્ટ ડિલીટ કરતા મામલો પહોંચ્યો કોર્ટે (Pornstar Instagram Account)
  • ગોમેઝેનું 50 લાખથી વધુ ફોલોઅર્સ હોવા છતા ડિલીટ કર્યુ એકાઉન્ટ
  •  ગોમેઝે ન્યૂડિટીનું નિયમોનું ઉલ્લંધ કર્યુ હોવાથી ડિલીટ કર્યુ એકાઉન્ટ: મેટા
  • કોર્ટે કહ્યુ, કારણ વગર એકાઉન્ટ બંધ કર્યુ તે અભિવ્યક્તિની આઝાદીનું ઉલ્લંધન

Pornstar Instagram Account : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને તેના નિયમો ઘણીવાર વિવાદનો વિષય બનતા હોય છે. આવા જ એક કિસ્સામાં, કોલંબિયાની એક અદાલતે એક એડલ્ટ સ્ટારની નગ્ન તસવીરોના મામલામાં સુનાવણી કરતા મેટા (Meta) ને તેની પ્રાઇવસી પોલિસી અને નિયમોમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે.

આ કિસ્સો કોલંબિયાની જાણીતી એડલ્ટ એક્ટ્રેસ એસ્પેરાંઝા ગોમેઝનો છે, જેમણે અન્ડરગાર્મેન્ટ્સ પહેરીને કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરો પોસ્ટ કર્યા બાદ મેટાએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વગર તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દીધું હતું.

Advertisement

50 લાખથી વધુ ફોલોઅર્સ હતા (Pornstar Instagram Account)

ગોમેઝે દાવો કર્યો હતો કે આ તસવીરો તેમના કામનો એક ભાગ હતી, જ્યારે મેટાનું કહેવું હતું કે ગોમેઝે તેમના ન્યૂડિટી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, ગોમેઝના ઇન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ ફોલોઅર્સ હતા અને આ એકાઉન્ટ બંધ થવાથી તેમના કામ પર ગંભીર અસર પડી હતી. આ મામલો કોર્ટમાં પહોંચતા, કોર્ટે મેટાના વલણની આકરી ટીકા કરી. કોર્ટે જણાવ્યું કે મેટાએ કોઈ સ્પષ્ટ કારણ વગર ગોમેઝનું એકાઉન્ટ બંધ કરી દીધું, જે તેમના અભિવ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન છે.

Advertisement

મેટાના નિયમો સુસંગત નથી :  કોર્ટ

કોર્ટે વધુમાં નોંધ્યું કે, મેટાની કાર્યવાહી અયોગ્ય હતી કારણ કે તે જ પ્રકારની તસવીરો અને વીડિયો પોસ્ટ કરનારા અન્ય ઘણા એકાઉન્ટ્સ હજુ પણ સક્રિય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મેટાના નિયમો સુસંગત નથી અને તેમાં સ્પષ્ટતાનો અભાવ છે. કોર્ટે મેટાને આદેશ આપ્યો છે કે તે પોતાના નિયમોની સમીક્ષા કરે અને તેમાં જરૂરી ફેરફાર કરે. ઉપરાંત, મેટાએ પોતાના યુઝર્સને તેમના નિયમો વિશે સ્પષ્ટપણે જાણ કરવી પડશે. આ ચુકાદા પર મેટા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, આ એક પહેલો કિસ્સો નથી. દક્ષિણ અમેરિકાની કોર્ટો અગાઉ પણ મેટાને આ પ્રકારના આદેશ આપી ચૂકી છે.

સો. મીડિયા પર વધી રહ્યું છે કાયદાકીય નિયંત્રણ (Pornstar Instagram Account)

ગયા વર્ષે, બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગેરકાયદેસર, હેટ સ્પીચ અથવા ભડકાઉ કન્ટેન્ટ હોય તો તેની જવાબદારી સીધી પ્લેટફોર્મની છે અને તેને તાત્કાલિક હટાવી દેવું જોઈએ.  આ ઘટનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા જાયન્ટ્સ પર હવે કાયદાકીય નિયંત્રણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોલંબિયામાં બે ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર અલેજાન્દ્રા ઉમાના અને જુઆન કાર્લોસ ફ્લોરિયનને ઉપમંત્રી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  જુના બિલો બતાવીને યુવકે McDonald માંથી મફતમાં ખાધું, યુઝર્સે કહ્યું, 'ફાયદો થશે'

Tags :
Advertisement

.

×