Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું RBI ખરેખર રૂ 5000ની નોટ બહાર પાડવા જઈ રહી છે ? જાણો શું છે વાયરલ પોસ્ટનું સત્ય

સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં 5000 રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે.
શું rbi ખરેખર રૂ 5000ની નોટ બહાર પાડવા જઈ રહી છે   જાણો શું છે વાયરલ પોસ્ટનું સત્ય
Advertisement
  • સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે
  • RBI 5000 રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહ્યું છે
  • નોટની જાણકારી સાથે તેની એક તસવીર પણ વાયરલ થઈ રહી છે

5000 Rupee Note: એવું નથી કે ભારતમાં ક્યારેય 5000 રૂપિયાની નોટ આવી નથી. 1938માં દેશમાં પહેલીવાર 5000 રૂપિયાની નોટો છાપવામાં આવી હતી, તે સમયે બ્રિટિશ શાસન હતું. બાદમાં તે 1946માં બંધ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ

નોટબંધી બાદ જ્યારે દેશમાં 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, ત્યારે તેના પછી 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. જો કે, આ નોટ પણ થોડા સમયમાં જ બંધ થઈ ગઈ હતી. પરંતુ, હવે સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં 5000 રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે. સૌથી મોટી વાત એ છે કે, આ નોટની જાણકારી સાથે તેની એક તસવીર પણ વાયરલ થઈ રહી છે. આવો જાણીએ શું છે આ વાયરલ પોસ્ટનું સત્ય.

Advertisement

શું ખરેખર 5 હજાર રૂપિયાની નોટ બહાર પાડવામાં આવશે?

હવે PIBના ફેક્ટ ચેક યુનિટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મેસેજનો જવાબ આપ્યો છે. પીઆઈબીએ તેની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે, આરબીઆઈ આવી કોઈ નોટ જારી કરવા જઈ રહી નથી. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. હાલમાં દેશમાં માત્ર 10, 20, 50, 100, 500 અને 2000 રૂપિયાની નોટો જ માન્ય છે. જો કે, વર્ષ 2023થી જ આરબીઆઈએ રૂ. 2,000ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે અને લોકોને અપીલ પણ કરી છે કે, જો તેમની પાસે રૂ. 2,000ની નોટ હોય તો તેઓ બેન્કમાં જમા કરાવે.

Advertisement

આ પણ વાંચો : PM મોદીના નિવેદન પર અરવિંદ કેજરીવાલનો પલટવાર; કહ્યું, વડાપ્રધાન દિલ્હીની જનતાને અપમાનિત કરી રહ્યા છે

વાયરલ થઈ રહેલી પોસ્ટમાં શું લખ્યું છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં યુઝરે લખ્યું છે કે, '5000ની નવી નોટ. પાંચ હજાર રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવશે. RBIએ આ જાણકારી આપી છે. RBI ટૂંક સમયમાં 5000 રૂપિયાની નવી નોટો બહાર પાડશે. જો કે, આ પોસ્ટનું ખંડન કરતાં, PIBની ફેક્ટ ચેક ટીમે X અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી છે કે, આ સમાચાર સંપૂર્ણપણે ફેક છે અને RBI આવી કોઈ નોટ બહાર પાડશે નહીં.

પહેલા 5 હજાર રૂપિયાની નોટો હતી

એવું નથી કે ભારતમાં ક્યારેય 5000 રૂપિયાની નોટ આવી નથી. 1938માં દેશમાં પહેલીવાર 5000 રૂપિયાની નોટો છાપવામાં આવી હતી, તે સમયે બ્રિટિશ શાસન હતું. બાદમાં તેને 1946માં બંધ કરવામાં આવી હતી. જો કે, આઝાદી પછી, 1954 માં, દેશમાં ફરી એકવાર 5000 રૂપિયાની નોટ છાપવામાં આવી અને તે સ્વતંત્ર ભારતની સરકાર દ્વારા છાપવામાં આવી. પરંતુ, 1978માં 5000, 1000 અને 10000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવામાં આવી હતી.

આ પણ વાંચો :   40 વર્ષની લાંબી લડાઈ બાદ બિહારમાં પહેલીવાર મહિલાને મળી CAA હેઠળ ભારતીય નાગરિકતા

Tags :
Advertisement

.

×