Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Russia Earthquake: ભૂકંપ દરમિયાન રશિયન ડોક્ટરોએ સર્જરી બંધ ન કરી, હોસ્પિટલમાં ઓપરેશનનો જુઓ Viral Video

બુધવારે સવારે રશિયામાં ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા હતા રશિયાના દૂર પૂર્વીય ક્ષેત્ર કામચાટકામાં વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો ભૂકંપના જોરદાર આંચકા વચ્ચે પણ ડોક્ટર દર્દીની સર્જરી ચાલુ રાખી Russia Earthquake: બુધવારે સવારે રશિયામાં ભૂકંપના ખૂબ જ જોરદાર...
russia earthquake  ભૂકંપ દરમિયાન રશિયન ડોક્ટરોએ સર્જરી બંધ ન કરી  હોસ્પિટલમાં ઓપરેશનનો જુઓ viral video
Advertisement
  • બુધવારે સવારે રશિયામાં ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા હતા
  • રશિયાના દૂર પૂર્વીય ક્ષેત્ર કામચાટકામાં વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો
  • ભૂકંપના જોરદાર આંચકા વચ્ચે પણ ડોક્ટર દર્દીની સર્જરી ચાલુ રાખી

Russia Earthquake: બુધવારે સવારે રશિયામાં ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના પછી ભારે નુકસાનના અહેવાલો બહાર આવી રહ્યા છે. રશિયાના દૂર પૂર્વીય ક્ષેત્ર કામચાટકામાં વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.8 માપવામાં આવી છે, જે અત્યંત ખતરનાક માનવામાં આવે છે.

ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની નીચે હતું

યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની નીચે હતું, જેના કારણે સમુદ્રમાં ઉછળતા વિશાળ મોજાઓને કારણે ઘણું નુકસાન થયું છે. ભૂકંપ પછી, જાપાન અને અમેરિકન એજન્સીઓએ તેમના દરિયાઈ વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જારી કરી છે. ભૂકંપ અને તેના કારણે થયેલા વિનાશ વચ્ચે, રશિયાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં દર્દીનો જીવ બચાવવા માટે ડોકટરો ઓપરેશન કરતા દેખાઇ રહ્યાં છે.

Advertisement

ભૂકંપના જોરદાર આંચકા વચ્ચે પણ ડોક્ટર દર્દીની સર્જરી ચાલુ રાખી

રશિયાના સરકારી ટેલિવિઝન નેટવર્ક રશિયા ટુડે (RT) એ તેના X હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં જોઈ શકાય છે કે ડોકટરો દર્દી પર સર્જરી કરી રહ્યા છે અને ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે જ નજીકમાં બેઠેલા બીજા એક ડોક્ટર પણ દર્દીને બચાવવા માટે સર્જરી બેડ પાસે આવે છે. CCTV માં કેદ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપના જોરદાર આંચકા વચ્ચે પણ ડોક્ટર દર્દીની સર્જરી ચાલુ રાખી રહ્યા છે અને અન્ય ડોક્ટરો તેની સુરક્ષા માટે તેને પકડી રહ્યા છે.

Advertisement

ભૂકંપના જોરદાર આંચકા વચ્ચે પણ ડોકટરો  શાંતિથી પોતાનું કામ કર્યું

ભૂકંપના જોરદાર આંચકા વચ્ચે પણ ડોકટરો જે શાંતિથી પોતાનું કામ કરતા રહ્યા તેની હવે ખૂબ પ્રશંસા થઈ રહી છે. RT દ્વારા શેર કરાયેલા વીડિયો પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપ સમાપ્ત થાય ત્યાં સુધી બધા ડોકટરો દર્દીની નજીક ઉભા રહ્યા અને સર્જરી પૂર્ણ કરી. રશિયન આરોગ્ય મંત્રાલયે પણ આ સંદર્ભમાં એક નિવેદન જારી કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દર્દીની સર્જરી સફળ રહી અને હવે તે સારી સ્થિતિમાં છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ રશિયન ડોકટરોની આ ભાવનાને સલામ કરી રહ્યા છે અને તેમને બહાદુર કહી રહ્યા છે.

ભૂકંપથી રશિયામાં ભારે વિનાશ, જાપાન, અમેરિકા દરિયાઈ વિસ્તારો ખાલી કરાવી રહ્યું છે

કામચાટકામાં આવેલા ભૂકંપને કારણે, દૂરના રશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 4 મીટરથી વધુ ઊંચા સુનામીના મોજા ઉછળ્યા હતા. ભૂકંપથી ઇમારતોને ભારે નુકસાન થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. પ્રાદેશિક અધિકારીઓ અને રશિયન કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે સુનામીના મોજાઓએ પહેલા કામચાટકાના કેટલાક ભાગોમાં વિનાશ વેર્યો હતો, સેવેરો-કુરિલ્સ્ક શહેરમાં એક બંદર અને એક ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટ આંશિક રીતે ડૂબી ગયો હતો અને નજીકમાં ઉભેલા જહાજોને તણાઈ ગયા હતા. ભૂકંપ પછી, યુએસ અને જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. યુએસ અધિકારીઓએ અલાસ્કા, હવાઈ સહિત ઘણા વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરી છે. યુએસ રાજ્ય હવાઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વિસ્તાર ખાલી કરવા અને ઊંચા સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે અને યુએસ કોસ્ટ ગાર્ડે જહાજોને સમુદ્રમાં જવાની મનાઈ ફરમાવી છે.

આ પણ વાંચો: Kareena Kapoor ની દેશી સ્ટાઇલ વિદેશથી વાયરલ, લુંગીએ ધ્યાન ખેંચ્યું

Tags :
Advertisement

.

×